એઓર્ટા ગ્રાફ્ટ સર્જરી - ક્રિટિકલ ઇલનેસ
એઓર્ટા એ માનવ શરીરની મુખ્ય ધમની છે જે હૃદયના ડાબી વેંટ્રિકલમાંથી નીકળે છે અને પેટની નીચેના ભાગ પાસે બે નાની ધમનીઓમાં વિભાજિત થાય છે. તે શરીરના તમામ ભાગોમાં ઑક્સિજન ભરેલું રુધિર પહોંચાડે છે. જો કે, અસામાન્ય બલ્જને કારણે, જે ઘણીવાર એન્યુરીઝમ તરીકે ઓળખાય છે, એઓર્ટા ફાટી જવાની શક્યતા ખૂબ જ વધારે છે. આમ થવાનું કારણ એઓર્ટાની દીવાલની નબળાઈ છે. એઑર્ટિક એન્યુરીઝમ માટે જોખમરૂપ પરિબળોમાં ઉંમર, લિંગ, ધુમ્રપાન, હાઈ બ્લડ પ્રેશર, કનેક્ટિવ ટિશ્યૂના વિકારો, કુટુંબમાં પહેલા કોઈને એઑર્ટિક એન્યુરીઝમની તકલીફ અને અન્ય કારણોનો સમાવેશ થાય છે. એન્યુરીઝમનું ફાટી જવું જોખમી બની શકે છે. તે ફાટી જવાને કારણે ખૂબ જ આંતરિક રક્તસ્રાવ થાય છે, જે શૉકમાં પરિણમી શકે છે. રક્તના પ્રવાહને નિયંત્રિત કરવા માટે, સર્જન એઓર્ટા ગ્રાફ્ટ સર્જરી પસંદ કરી શકે છે. આ સર્જરી કરતી વખતે, શરીરના તમામ ભાગોમાં ઑક્સિજનથી ભરેલા રુધિરનો પ્રવાહ, તેમાં ગાંઠ ન થાય તે રીતે, નિયંત્રિત કરવા માટે રોગગ્રસ્ત એઓર્ટાના કેટલાક ભાગને નબળી એઓર્ટા કરતાં મજબૂત ગ્રાફ્ટ વડે બદલવામાં આવે છે.
તેમાં 2-3 મહિનાનો લાંબો રિકવરી સમય લાગે છે, જે જીવનશૈલીને અવરોધિત કરી શકે છે અને દર્દીને સામાન્ય રૂટીન પાછું લાવવામાં મુશ્કેલી પડી શકે છે. એઓર્ટા ગ્રાફ્ટ સર્જરી એક મહત્વપૂર્ણ ઑપરેશન છે જેમાં વ્યાપક તબીબી સંભાળની જરૂર પડે છે જેના લીધે સારવારનો ખર્ચ વધારે હોય છે. હૃદયની બિમારી હોવી એ નાની વાત નથી. અને, તમે ઈચ્છો છો કે આવા સમયે તમારું કુટુંબ નાણાકીય આયોજનમાં સમય આપવાને બદલે બદલે તમારી સાથે ઊભું રહે. તેથી, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ પ્લાન પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે જે એઓર્ટા ગ્રાફ્ટ સર્જરી માટે થતાં તબીબી ખર્ચને કવર કરે છે.
તમે ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવતા હોવ તો પણ એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી શા માટે જરૂરી છે?
ક્રિટિકલ ઇલનેસ પૉલિસી પરંપરાગત ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનથી વિપરીત પ્રકારનો એક બેનિફિટ-પ્લાન છે. પૉલિસીમાં આવરી લેવામાં આવેલ કોઈપણ ગંભીર બીમારીના નિદાન પર જ એકસામટી રકમ (સમ ઇન્શ્યોર્ડ) ચૂકવવામાં આવે છે. જો તમારી સારવાર કરી રહેલ ડૉક્ટર દ્વારા કોઈ ચોક્કસ સારવારની ભલામણ કરવામાં આવે છે, તો એચડીએફસી અર્ગોના ક્રિટિકલ ઇલનેસ પ્લાન હેઠળ તમને એક સાથે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે, જેનો ઉપયોગ સારવાર, કાળજી અને રિકવરી માટે કરી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં લોનની ચુકવણી, આવકનું થયેલું નુકસાન અથવા જીવનશૈલીમાં ફેરફારોને અપનાવવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ગંભીર બીમારીની સારવાર પાછળ તમારી બચત ખર્ચાઈ શકે છે, તમે કામ પર જઈ શકતા નથી, જેની અસર તમારી કમાણી પર થાય છે, અને તમારી નિયમિત જીવનશૈલીને અસર કરી શકે છે, આવા મુશ્કેલ સમય દરમિયાન તમે પસંદ કરેલ કવર સુધીની એકસામટી રકમ એક જ ટ્રાન્ઝૅક્શનમાં મળતા તમને ઉપયોગી બને છે. તમારું હાલનું આરોગ્ય કવર અથવા એમ્પ્લોયી હેલ્થ ઇન્શ્યોરન્સ અમુક હદ સુધી તમારા તબીબી ખર્ચને આવરી શકે છે, પરંતુ ક્રિટિકલ ઇલનેસ કવર તમને પ્રથમ નિદાન અથવા તબીબની સલાહ પર એક જ વારમાં એક સામટી રકમ ચૂકવવામાં આવે છે.
એઓર્ટા ગ્રાફ્ટ સર્જરી માટે એચડીએફસી અર્ગોનો ક્રિટિકલ ઇલનેસ પ્લાન શા માટે પસંદ કરવો?
તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, પૈસાની ચિંતા એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ કવર પર છોડી દો. આ ઉપરાંત, જો તમારી સારવાર ચાલી રહી હોય અને તેને કારણે તમને આવકનું નુકસાન થાય, તો ઇન્શ્યોરર તમારા પરિવારને નાણાંકીય સહાય પણ પ્રદાન કરશે. 30 દિવસના સર્વાઇવલ પીરિયડ પછી પ્રથમ નિદાન પર એક જ ટ્રાન્ઝૅક્શનમાં એકસામટી રકમ ચૂકવવામાં આવે છે. આ એક સામટી રકમનો ઉપયોગ સંભાળ અને સારવાર, સ્વાસ્થ્ય પુન: પ્રાપ્ત કરવામાં સહાય માટે, દેવાની ચુકવણી અથવા કમાવવાની ઓછી થઈ રહેલી ક્ષમતાને કારણે થતાં આવકના નુકસાનની ભરપાઈ માટે કરી શકાય છે. વધુમાં, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ કવર પસંદ કરીને તમે કલમ 80D હેઠળ ટૅક્સમાં પણ લાભ મેળવી શકો છો.