કૅન્સર માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ
બદલાતા સમય સાથે, આપણી જીવનશૈલી પણ બદલાઈ ગઈ છે. બિનઆરોગ્યપ્રદ ખોરાકની આદતો, બેઠાડું જીવન અને તણાવને કારણે આપણને ઘણા રોગોમાં થવાની સંભાવના બને છે.
રોગો એ આપણા જીવનનું કડવું સત્ય છે. તેમાંના કેટલાક તમને નબળા બનાવે છે તો કેટલાક જીવલેણ હોઈ શકે છે. આ ઉચ્ચ-જોખમી અને ઝડપી જીવનમાં, પોતાને અને તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખવું મહત્વપૂર્ણ છે.
આવો એક ભયાનક રોગ કૅન્સર છે. જો તમારા પરિવારમાં આ રોગનો કોઈ ઈતિહાસ ન હોય તો પણ આ ગંભીર રોગનું નિદાન થઈ શકે છે. આ ખૂબ જ અણધાર્યું છે, કોણ અને કયારે આ ગંભીર બીમારીનો ભોગ બને તે કહી શકાય નહીં. પરંતુ, આવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવાથી તણાવ ઘટાડવામાં અને લક્ષણો સામે કાર્યક્ષમ રીતે લડવામાં મદદ મળે છે. તેના માટે, તમારે માત્ર ઍડવાન્સમાં પ્લાન કરવાની અને ખરીદવાની જરૂર છે એક શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ કૅન્સર માટે.
તમે ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવતા હોવ તો પણ એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી શા માટે જરૂરી છે?
ક્રિટિકલ ઇલનેસ પૉલિસી પરંપરાગત ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનથી વિપરીત પ્રકારનો એક બેનિફિટ-પ્લાન છે. પૉલિસીમાં આવરી લેવામાં આવેલ કોઈપણ ગંભીર બીમારીના નિદાન પર જ એકસામટી રકમ (સમ ઇન્શ્યોર્ડ) ચૂકવવામાં આવે છે. જો તમારી સારવાર કરી રહેલ ડૉક્ટર દ્વારા કોઈ ચોક્કસ સારવારની ભલામણ કરવામાં આવે છે, તો એચડીએફસી અર્ગોના ક્રિટિકલ ઇલનેસ પ્લાન હેઠળ તમને એક સાથે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે, જેનો ઉપયોગ સારવાર, કાળજી અને રિકવરી માટે કરી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં લોનની ચુકવણી, આવકનું થયેલું નુકસાન અથવા જીવનશૈલીમાં ફેરફારોને અપનાવવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ગંભીર બીમારીની સારવાર પાછળ તમારી બચત ખર્ચાઈ શકે છે, તમે કામ પર જઈ શકતા નથી, જેની અસર તમારી કમાણી પર થાય છે, અને તમારી નિયમિત જીવનશૈલીને અસર કરી શકે છે, આવા મુશ્કેલ સમય દરમિયાન તમે પસંદ કરેલ કવર સુધીની એકસામટી રકમ એક જ ટ્રાન્ઝૅક્શનમાં મળતા તમને ઉપયોગી બને છે. તમારું હાલનું આરોગ્ય કવર અથવા એમ્પ્લોયી હેલ્થ ઇન્શ્યોરન્સ અમુક હદ સુધી તમારા તબીબી ખર્ચને આવરી શકે છે, પરંતુ ક્રિટિકલ ઇલનેસ કવર તમને પ્રથમ નિદાન અથવા તબીબની સલાહ પર એક જ વારમાં એક સામટી રકમ ચૂકવવામાં આવે છે.
કૅન્સર માટે એચડીએફસી અર્ગોનો ક્રિટિકલ ઇલનેસ પ્લાન શા માટે પસંદ કરવો?
તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, પૈસાની ચિંતા એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ કવર પર છોડી દો. આ ઉપરાંત, જો તમારી સારવાર ચાલી રહી હોય અને તેને કારણે તમને આવકનું નુકસાન થાય, તો ઇન્શ્યોરર તમારા પરિવારને નાણાંકીય સહાય પણ પ્રદાન કરશે. 30 દિવસના સર્વાઇવલ પીરિયડ પછી પ્રથમ નિદાન પર એક જ ટ્રાન્ઝૅક્શનમાં એકસામટી રકમ ચૂકવવામાં આવે છે. આ એક સામટી રકમનો ઉપયોગ સંભાળ અને સારવાર, સ્વાસ્થ્ય પુન: પ્રાપ્ત કરવામાં સહાય માટે, દેવાની ચુકવણી અથવા કમાવવાની ઓછી થઈ રહેલી ક્ષમતાને કારણે થતાં આવકના નુકસાનની ભરપાઈ માટે કરી શકાય છે. વધુમાં, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ કવર પસંદ કરીને તમે કલમ 80D હેઠળ ટૅક્સમાં પણ લાભ મેળવી શકો છો.