મેજર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ
આપણાં અંગો આપણા શરીરની દૈનિક ક્રિયાઓ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમારા શરીરના મહત્વપૂર્ણ અંગ વિના એક દિવસની કલ્પના કરો, ડરામણું છે, ખરું? આવી છે અંગ નિષ્ફળ જવાની અસર, જ્યારે કોઈપણ મુખ્ય અંગ અસામાન્ય રીતે કાર્ય કરે છે ત્યારે સમગ્ર શરીરને તકલીફ થાય છે અને તમારી જીવનશૈલીને ગંભીર રીતે અસર કરે છે. તબીબી વિજ્ઞાનની પ્રગતિને કારણે સમગ્ર વિશ્વમાં મુખ્ય અંગ પ્રત્યારોપણ સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયામાં, જીવંત અથવા મૃત દાતાના શરીરમાંથી એક અંગ કાઢીને અને અંગ પ્રાપ્તકર્તાના શરીરમાં પ્રત્યારોપિત કરવામાં આવે છે. દાતા અને પ્રાપ્તકર્તા અંગ પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટેશન) માટે સુસંગત છે કે નહીં તે જાણવા માટે ઘણા ટેસ્ટ કર્યા પછી આ કરી શકાય છે.
હૃદય, લિવર, કિડની, ફેફસાં, સ્વાદુપિંડ, અસ્થિ મજ્જા અને બીજા ઘણા અંગોનું પ્રત્યારોપણ કરી શકાય છે. અંગ પ્રત્યારોપણની પ્રક્રિયામાં લગભગ ₹5-20 લાખ જેટલો ખૂબ મોટો તબીબી ખર્ચ થાય છે. આ અનપેક્ષિત તબીબી ખર્ચને પહોંચી વળવા માટે, તમારે તમારી બચત વાપરવી પડે છે, નાણાં ઉધાર લેવા પડી શકે છે અથવા તમારી એસેટ ગીરવે મૂકવી પડી શકે છે. સ્વાસ્થ્યને લગતાં આવા અણધાર્યા જોખમો સામે તૈયાર રહેવા માટે હંમેશા ભલામણ કરવામાં આવે છે કે તમે એવું પસંદ કરો જેમાં હોય, ઓર્ગન ટ્રાન્સ્પ્લાન્ટેશન હેલ્થ ઇન્શ્યોરન્સ કવર.
સર્જરી દરમિયાન અને પછી જટિલતાઓ ઉદ્ભવવાની ઘણી શક્યતાઓ રહેલી છે. સર્જરી બાદ સતત દેખરેખ, તપાસ અને સારવારની જરુર હોય છે, અને આ તમામને કારણે આખરે હૉસ્પિટલાઇઝેશન ખર્ચમાં વધારો થાય છે.
તમે ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવતા હોવ તો પણ એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી શા માટે જરૂરી છે?
ક્રિટિકલ ઇલનેસ પૉલિસી પરંપરાગત ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનથી વિપરીત પ્રકારનો એક બેનિફિટ-પ્લાન છે. પૉલિસીમાં આવરી લેવામાં આવેલ કોઈપણ ગંભીર બીમારીના નિદાન પર જ એકસામટી રકમ (સમ ઇન્શ્યોર્ડ) ચૂકવવામાં આવે છે. જો તમારી સારવાર કરી રહેલ ડૉક્ટર દ્વારા કોઈ ચોક્કસ સારવારની ભલામણ કરવામાં આવે છે, તો એચડીએફસી અર્ગોના ક્રિટિકલ ઇલનેસ પ્લાન હેઠળ તમને એક સાથે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે, જેનો ઉપયોગ સારવાર, કાળજી અને રિકવરી માટે કરી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં લોનની ચુકવણી, આવકનું થયેલું નુકસાન અથવા જીવનશૈલીમાં ફેરફારોને અપનાવવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ગંભીર બીમારીની સારવાર પાછળ તમારી બચત ખર્ચાઈ શકે છે, તમે કામ પર જઈ શકતા નથી, જેની અસર તમારી કમાણી પર થાય છે, અને તમારી નિયમિત જીવનશૈલીને અસર કરી શકે છે, આવા મુશ્કેલ સમય દરમિયાન તમે પસંદ કરેલ કવર સુધીની એકસામટી રકમ એક જ ટ્રાન્ઝૅક્શનમાં મળતા તમને ઉપયોગી બને છે. તમારું હાલનું આરોગ્ય કવર અથવા એમ્પ્લોયી હેલ્થ ઇન્શ્યોરન્સ અમુક હદ સુધી તમારા તબીબી ખર્ચને આવરી શકે છે, પરંતુ ક્રિટિકલ ઇલનેસ કવર તમને પ્રથમ નિદાન અથવા તબીબની સલાહ પર એક જ વારમાં એક સામટી રકમ ચૂકવવામાં આવે છે.
મુખ્ય અંગ પ્રત્યારોપણ માટે એચડીએફસી અર્ગોનો ક્રિટિકલ ઇલનેસ પ્લાન શા માટે પસંદ કરવો?
તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, પૈસાની ચિંતા એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ કવર પર છોડી દો. આ ઉપરાંત, જો તમારી સારવાર ચાલી રહી હોય અને તેને કારણે તમને આવકનું નુકસાન થાય, તો ઇન્શ્યોરર તમારા પરિવારને નાણાંકીય સહાય પણ પ્રદાન કરશે. 30 દિવસના સર્વાઇવલ પીરિયડ પછી પ્રથમ નિદાન પર એક જ ટ્રાન્ઝૅક્શનમાં એકસામટી રકમ ચૂકવવામાં આવે છે. આ એક સામટી રકમનો ઉપયોગ સંભાળ અને સારવાર, સ્વાસ્થ્ય પુન: પ્રાપ્ત કરવામાં સહાય માટે, દેવાની ચુકવણી અથવા કમાવવાની ઓછી થઈ રહેલી ક્ષમતાને કારણે થતાં આવકના નુકસાનની ભરપાઈ માટે કરી શકાય છે. વધુમાં, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ કવર પસંદ કરીને તમે કલમ 80D હેઠળ ટૅક્સમાં પણ લાભ મેળવી શકો છો.