તમારી ડ્રીમ હોન્ડા કાર ખરીદવી એટલું જ પૂરતું નથી; તમારે હોન્ડા કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની પણ ખરીદવી જરુરી છે જે કોઈપણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓના કિસ્સામાં તમારા વાહનને ફાઇનાન્શિયલ રીતે સુરક્ષિત કરે છે. મૂળભૂત થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ થી મલ્ટી-ઇયર કોમ્પ્રિહેન્સિવ પૅકેજ સુધી, તમારા વાહનને યોગ્ય હોન્ડા ઇન્શ્યોરન્સ સાથે સુરક્ષિત કરો.
ઓન ડેમેજ કવર, થર્ડ-પાર્ટી લાયબિલિટી અને પર્સનલ એક્સિડન્ટ કવર સહિત, એક વર્ષની કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને અને તમારા વાહનને ઑલ-રાઉન્ડ સુરક્ષા પ્રદાન કરે છે. તમે વિવિધ ઍડ-ઑન વડે તમારી કારના ઇન્શ્યોરન્સનું કવરેજ વધુ વધારી શકો છો.
અકસ્માત
પર્સનલ એક્સિડેન્ટ કવર
કુદરતી આપત્તિઓ
થર્ડ-પાર્ટીની જવાબદારી
ઍડ-ઑનની પસંદગી
ચોરી
ભારતમાં વાહન ચલાવવા માટે થર્ડ-પાર્ટી લાયેબિલિટી ઇન્શ્યોરન્સ કાયદાકીય રીતે ફરજિયાત છે. તે તમારા વાહન દ્વારા અકસ્માતના કિસ્સામાં થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિની કોઈપણ ફાઇનાન્શિયલ જવાબદારી સામે તમને આવરી લે છે.
પર્સનલ એક્સિડેન્ટ કવર
થર્ડ-પાર્ટી પ્રોપર્ટી નુકસાન
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા
સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર અકસ્માત અથવા કુદરતી કે માનવસર્જિત આપત્તિના કિસ્સામાં તમારા પોતાના વાહનને થયેલા નુકસાન સામે ફાઇનાન્શિયલ કવરેજ પ્રદાન કરે છે. તે ચોરી સામે પણ રક્ષણ આપે છે. આ તમારી થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીનો પરફેક્ટ પાર્ટનર છે. ઍડ-ઑનની પસંદગી તમારા કવરેજને વધારે છે.
અકસ્માત
કુદરતી આપત્તિઓ
આગ
ઍડ-ઑનની પસંદગી
ચોરી
આ પ્લાન તમારી સુવિધા માટે નિષ્ણાતો દ્વારા બનાવવામાં આવ્યો છે. તમારું ઓન ડેમેજ કવર સમાપ્ત થઈ જાય ત્યારે પણ તમને અવરોધ વગર સુરક્ષિત રહેવા માટે એક જ પૅકેજમાં 3-વર્ષનું થર્ડ-પાર્ટી કવર અને વાર્ષિક ઓન ડેમેજ કવર મેળવો. વ્યાપક સુરક્ષા મેળવવા માટે ઓન ડેમેજ કવરને રિન્યુ કરાવો.
અકસ્માત
કુદરતી આપત્તિઓ
વ્યક્તિગત અકસ્માત
થર્ડ-પાર્ટીની જવાબદારી
ઍડ-ઑનની પસંદગી
ચોરી
તમને મળતું કવરેજ તમે તમારી હોન્ડા કાર માટે પસંદ કરેલા પ્લાન પર આધારિત રહેશે. વ્યાપક હોન્ડા કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં સામાન્ય રીતે નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
અમે અકસ્માતને કારણે ઉદ્ભવતા ફાઇનાન્શિયલ નુકસાનને આવરી લઈએ છીએ.
તમારી કારમાં આગ અને વિસ્ફોટ સામે તમે નાણાંકીય રીતે સુરક્ષિત છો.
કારની ચોરી થવી એ એક દુઃસ્વપ્ન જેવી ઘટના છે. આવા કિસ્સામાં અમે તમારા મનની શાંતિની ખાતરી કરીએ છીએ.
કુદરતી હોય કે માનવસર્જિત, અમે વિભિન્ન પ્રકારની આપદાની સ્થિતિમાં આર્થિક સુરક્ષા પ્રદાન કરીએ છીએ.
અકસ્માતના કિસ્સામાં તમારા સારવારના ખર્ચની કાળજી લેવામાં આવે છે.
કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા તેમની સંપત્તિને થયેલી ઈજાઓ અથવા નુકસાનને પણ આવરી લેવામાં આવે છે.
નવી હોન્ડા કાર ઇન્શ્યોરન્સ પૉલિસીનું રિન્યુઅલ અથવા ખરીદી ખૂબ જ સરળ અને ઝડપી છે. અને તમે માત્ર થોડી જ ક્લિકમાં પોતાની જાતે જ રિન્યુઅલ કરી શકો છો, તમારી પૉલિસી થોડી જ મિનિટોમાં મેળવો. પોતાને કવર કરવા માટે નીચે આપેલ ચાર પગલાંઓને અનુસરો.
કાર ઇન્શ્યોરન્સ એ કાર માલિકીની એક આવશ્યક જરૂરિયાત છે. તે ફરજિયાત હોવાની સાથે સાથે આર્થિક રીતે વિવેકપૂર્ણ નિર્ણય પણ છે, કારણ કે અકસ્માત કોઈ પણ સમયે થઈ શકે છે. વધુમાં, રસ્તા પર તમારી સુરક્ષા અન્ય વાહનચાલકો પર પણ નિર્ભર છે. અને કારના નુકસાનને રિપેર કરાવવા માટે સામાન્ય રીતે ઘણો ખર્ચ થતો હોય છે. અને આવી સ્થિતિમાં કાર ઇન્શ્યોરન્સ મદદમાં આવે છે. તે અનપેક્ષિત ફાઇનાન્શિયલ નુકસાનને અટકાવે છે અને તમને સુરક્ષિત અને સલામત રાખે છે. તમારે શા માટે તમારા હોન્ડા કાર ઇન્શ્યોરન્સ માટે એચડીએફસી અર્ગો પસંદ કરવું જોઈએ તે અહીં જણાવેલ છે:
વર્કશોપ દ્વારા સીધા કૅશલેસ સેટલમેન્ટને કારણે તમારે પોતે કરવા પડતા ખર્ચમાં ઘટાડો થાય છે. અને દેશભરમાં 8700 થી વધુ કૅશલેસ ગેરેજ તમારી મદદ માટે હંમેશા હાજર છે. 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ માત્ર એક ફોન કૉલ પર ઉપલબ્ધ છે, જે સુનિશ્ચિત કરે છે કે તમે ક્યારેય અસહાય રીતે અટવાતા નથી.
અમે અમારા 1.6 કરોડથી વધુ પ્રસન્ન ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતો જાણીએ છીએ અને તેમના ચહેરાઓ પર સ્મિત લાવી શક્યા છીએ. તેથી, તમે આ પરિવારમાં જોડાઓ અને ચિંતામુક્ત બનો!
નાના અકસ્માતને કારણે થયેલા નુકસાનનું કે બ્રેકડાઉનનું રીપેરીંગ એચડીએફસી અર્ગોની ઓવરનાઇટ સર્વિસ દ્વારા કરીને તમારી કારને બીજા દિવસે ઉપયોગ માટે તૈયાર કરવામાં આવે છે. આ રીતે, તમારું રૂટિન જળવાઈ રહે છે. તમારી કારની ચિંતા અમારી પર છોડીને તમે રાત્રે શાંતિથી સૂઈ શકો છો, અમે તમારી કારને બીજઆ દિવસે સવારે ઉપયોગ માટે તૈયાર રાખીશું.
ક્લેઇમ કરવું સરળ અને ઝડપી છે. અમે પ્રક્રિયાને પેપરલેસ બનાવીએ છીએ, સ્વ-નિરીક્ષણને મંજૂરી આપીએ છીએ અને તમારી ચિંતાઓને દૂર રાખવા માટે ઝડપી સેટલમેન્ટ ઑફર કરીએ છીએ