સ્કૉડા કાર ઇન્શ્યોરન્સ ખરીદો
પ્રીમિયમ માત્ર ₹2094 થી શરૂ થાય છે*

પ્રીમિયમ શરૂ થાય છે

માત્ર ₹2094 માં*
8000+ કૅશલેસ નેટવર્ક ગેરેજ ^

8000+ કૅશલેસ

ગેરેજનું નેટવર્કˇ
ઓવરનાઇટ કાર રિપેર સર્વિસ ^

ઓવરનાઇટ કાર

રિપેર સર્વિસ¯
4.4 કસ્ટમર રેટિંગ ^

4.4

કસ્ટમર રેટિંગ
હોમ / મોટર ઇન્શ્યોરન્સ / કાર ઇન્શ્યોરન્સ / મેક અને મોડેલ માટે કાર ઇન્શ્યોરન્સ / સ્કોડા

સ્કોડા કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો/રિન્યુ કરો

સ્કૉડા કાર ઇન્શ્યોરન્સ
સ્કૉડા ઑટો ઇન્ડિયા પ્રા. લિ. એ નવા મિલેનિયમમાં ભારતીય બજારમાં પ્રવેશ કરનારી પ્રથમ યુરોપિયન કાર કંપનીઓમાંની એક છે. કંપનીએ નવેમ્બર 2001 માં કામગીરી શરૂ કરી હતી અને ત્યારથી તેઓ કેટલીક કંપનીઓમાંથી એક છે જે ભારતમાં પેસેન્જર કાર માર્કેટમાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવી શક્યા છે. સમયની સાથે સાથે તેઓ અત્યાધુનિક ડિઝાઇન અને સારો દેખાવ ધરાવતી કાર લાવ્યા છે. બે દશકોથી કંપનીએ મજબૂત અને ટકાઉ હાઇ-એન્ડ કાર બનાવતી કંપની તરીકેની પોતાની એક છબી બનાવી છે.

લોકપ્રિય સ્કૉડા કાર મોડલ્સ

1
સ્કૉડા ન્યૂ કુશાક
વધુને વધુ લોકો ઉચ્ચ-મધ્યમ વર્ગમાં આવી રહ્યા હોવાને કારણે, સ્કોડાએ કોમ્પેક્ટ સાઇઝની એસયુવીની માંગમાં વધારાને ધ્યાનમાં રાખીને ભારતમાં કુશાક કોમ્પેક્ટ એસયુવી રજૂ કરી છે. આ તે લોકો માટેની કાર છે જેઓ કોમ્પેક્ટ એસયુવી ખરીદવા માંગે છે પરંતુ સામાન્ય મોડેલો ખરીદવા માંગતા નથી. કાર સુરક્ષાને લગતી ઘણી સુવિધાઓ તેમજ એન્જિન અને ટ્રાન્સમિશનના વિવિધ વિકલ્પો ધરાવે છે. દિલ્હીમાં વાહનનો એક્સ-શોરૂમ ખર્ચ ₹10.5 લાખ અને 17.6 લાખની વચ્ચે થાય છે.
2
સ્કૉડા ન્યૂ ઑક્ટેવિયા
ભારતમાં સ્કૉડાની સફળતાનું પ્રથમ કારણ ઓક્ટાવિયા કાર હતી. એક એવા દેશમાં કે જ્યાં વર્ષોથી વિકલ્પો ઉપલબ્ધ નહોતા અને જ્યાંના બજારોમાં એક સારા મધ્ય-શ્રેણીના સેડાનનો અભાવ હતો, ત્યાં તે બજારમાં એક નવીનતા લાવી જેને ઘણા વર્ષોથી પસંદગી થઈ ગઈ છે. ઘણા સમય પછી કંપનીએ નવા ઓક્ટાવીઆને રજૂ કરીને ફરી એકવાર તે જ જાદુ પર કામ કરવાનું નક્કી કર્યું છે.. ₹26 લાખની કિંમત પર શરૂ થયેલ, કારે પહેલેથી જ બજારમાં લોકપ્રિયતા મેળવીને પ્રવેશ મેળવી લીધો છે અને મૂળ ઑક્ટેવિયાનો આનંદ માણનાર લોકો વચ્ચે ત્વરિત સ્વીકૃતિ મેળવી લીધી છે.
3
સ્કૉડા ન્યુ સુપર્બ
નવું સુપર્બ એ મૂળ સ્કોડા સુપર્બનું એક વાસ્તવિક અનુગામી છે. જ્યારે અસલ સુપર્બ લોન્ચ કરવામાં આવેલ, ત્યારે લિમોઝીન-લેન્થ લક્ઝરી સેડાન ઘણા લોકની પસંદગીની કાર નહોતી. અસલ સુપર્બ તાત્કાલિક હિટ થઈ ગઈ. નવી સુપર્બ કારે પણ ભારતીય કાર માર્કેટમાં આવો જ જાદુ બતાવવાનો પ્રયાસ કર્યો છે. ₹32 લાખની મૂળ કિંમત પર, અસલ મૉડલના લૉન્ચ સમયે ઉપલબ્ધ માર્કેટની સરખામણીમાં આ કાર પાસે ઘણું મોટું માર્કેટ છે. તે વધુ સારા ઉપકરણોના વિકલ્પો સાથે પણ આવે છે.
4
સ્કોડા રેપિડ 1.0 TSI
સ્કૉડા રેપિડ 1.0 ટીએસઆઈ એન્ટ્રી-લેવલ સેડાન છે અને કંપનીની ભારતમાં હાલમાં ઉપલબ્ધ સૌથી સસ્તી કાર છે. કોઈપણ વ્યક્તિ પોતાની પ્રથમ સેડાન અને વધુ ખાસ કરીને, યુરોપિયન કંપનીમાંથી તેમની પ્રથમ કાર ખરીદવા માંગતા હોય, સ્કોડા કરતાં વધુ સારી પસંદગી કોઈ નથી. ₹7.79 લાખની ઓછી એક્સ-શોરૂમ કિંમત પર શરૂઆત કરીને, આ કાર દરેક માટે એકદમ યોગ્ય પસંદગી છે. તે ટ્રિમ અને ટ્રાન્સમિશનમાં બહુવિધ વિકલ્પો પ્રદાન કરે છે અને 999 CC એન્જિન અને પ્રભાવશાળી 175HP ધરાવે છે.
5
સ્કોડા રેપિડ મૅટ એડિશન
મૅટ પેઇન્ટ પસંદ કરતાં લોકો માટે કંપની આ લાવી છે. સ્કૉડા રેપિડ મેટ એડિશન એવી કાર છે જે સ્કોડા રેપિડના વારસાને આગળ ધપાવે છે, પરંતુ એક વિશેષ નવી, મૅટ પેઇન્ટ જોબ સાથે કાળા રંગમાં આવે છે. આકર્ષક રંગમાં ઉપલબ્ધ આ કાર સૌથી સમર્પિત કાર પ્રેમીઓ માટે છે કારણ કે તેને સ્વચ્છ અને સારો દેખાવ જાળવી રાખવા માટે ઘણી મહેનત પડશે. કારની મોટિવ સિસ્ટમ્સ અને આંતરિક ટ્રીમ સ્કૉડા રેપિડ 1.0 TSI ની અન્ય આવૃત્તિઓ જેવી જ છે, જેથી તમે ખરેખર સારા પ્રદર્શનની અપેક્ષા રાખી શકો છો.

તમારા સ્કૉડાને કાર ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે?


કાર ઇન્શ્યોરન્સ પૉલિસી આગ, ચોરી, ભૂકંપ, પૂર વગેરે જેવી અનિચ્છનીય ઘટનાઓને કારણે તમારા વાહનને થતા નુકસાન માટે કવરેજ પ્રદાન કરે છે. મોટર વાહન અધિનિયમ 1988 મુજબ, કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી એ પણ કાનૂની જરૂરિયાત છે. દરેક વાહનના માલિક પાસે કાનૂની માપદંડ મુજબ ઓછામાં ઓછું થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર હોવું જોઈએ. જો કે, તમારા વાહનની સંપૂર્ણ સુરક્ષા માટે, કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી લેવાની સલાહ આપવામાં આવે છે. સ્કૉડા માટે કાર ઇન્શ્યોરન્સ ખરીદવાના કેટલાંક કારણો જોઈએ.

તે માલિકની જવાબદારીને ઘટાડે છે

નુકસાનના ખર્ચને કવર કરે છે

સ્કોડા જેવી વૈભવી કારનો જાળવણી ખર્ચ ઊંચો રહે છે. કદાચ, જો તે અકસ્માત અથવા કોઈપણ કુદરતી અથવા માનવસર્જિત આફતોને કારણે નુકસાન પામે છે, તો સમારકામનું મોટું બિલ આવી શકે છે. કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમારી સ્કોડા કારને અણધારી ઘટનાઓને કારણે થતા નુકસાનથી સંપૂર્ણ સુરક્ષા મળશે. તમે એચડીએફસી અર્ગો કૅશલેસ ગેરેજમાં સ્કોડાની રિપેર સર્વિસનો પણ લાભ લઈ શકો છો.

તે નુકસાનના ખર્ચને કવર કરે છે

માલિકની જવાબદારીને ઘટાડે છે

કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ થર્ડ પાર્ટી કવર થર્ડ પાર્ટીની જવાબદારીઓ સામે સુરક્ષિત કરશે. જો તમારી સ્કોડા કારને થર્ડ પાર્ટી વાહન અથવા પ્રોપર્ટીને નુકસાન અથવા ખોટ થાય, તો તમને તે માટે કવરેજ મળશે.

તે મનની શાંતિ આપે છે

તે મનની શાંતિ આપે છે

સ્કોડાની કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમે શાંત મને વાહન ચલાવી શકો છો. કાર ઇન્શ્યોરન્સ પૉલિસી વાહન ચલાવવા માટે કાનૂની અનુપાલનને પરિપૂર્ણ કરશે અને અકસ્માતને કારણે થયેલા નુકસાનથી તમારા ખર્ચને પણ સુરક્ષિત કરશે, તેથી ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ તણાવ-મુક્ત રહી શકે છે. આ ઉપરાંત, મેટ્રો તેમજ નૉન-મેટ્રો શહેરોમાં અકસ્માતની સંભાવના ઊંચી છે, જેમાં તમારી સ્કોડા કાર ઇન્શ્યોર્ડ છે તે સુનિશ્ચિત કરશે કે કોઈપણ અકસ્માતને કારણે થયેલા નુકસાન માટે કવરેજ આવરી લેવામાં આવે છે.

એચડીએફસી અર્ગો તરફથી ઑફર કરવામાં આવતા સ્કૉડા કાર ઇન્શ્યોરન્સના પ્રકારો

ઓન ડેમેજ કવર, થર્ડ-પાર્ટી લાયબલિટી અને પર્સનલ એક્સિડન્ટ કવર સહિત, એક વર્ષની કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને અને તમારા વાહનને ઑલ-રાઉન્ડ સુરક્ષા પ્રદાન કરે છે. તમે વિવિધ ઍડ-ઑન વડે તમારી કારના ઇન્શ્યોરન્સનું કવરેજ વધુ વધારી શકો છો.

X
સંપૂર્ણ રક્ષણ મેળવવા માંગતા કાર પ્રેમીઓ માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબત કવર કરે છે:

અકસ્માત

પર્સનલ એક્સિડેન્ટ કવર

કુદરતી આપત્તિઓ

થર્ડ-પાર્ટીની જવાબદારી

ઍડ-ઑનની પસંદગી

ચોરી

વધુ જાણો

ભારતમાં વાહન ચલાવવા માટે થર્ડ-પાર્ટી લાયેબિલિટી ઇન્શ્યોરન્સ કાયદાકીય રીતે ફરજિયાત છે. તે તમારા વાહન દ્વારા અકસ્માતના કિસ્સામાં થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિની કોઈપણ ફાઇનાન્શિયલ જવાબદારી સામે તમને આવરી લે છે.

X
કારનો નિયમિત ઉપયોગ ન કરનાર લોકો માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબત કવર કરે:

પર્સનલ એક્સિડેન્ટ કવર

થર્ડ-પાર્ટી પ્રોપર્ટી નુકસાન

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા

વધુ જાણો

સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર અકસ્માત અથવા કુદરતી કે માનવસર્જિત આપત્તિના કિસ્સામાં તમારા પોતાના વાહનને થયેલા નુકસાન સામે ફાઇનાન્શિયલ કવરેજ પ્રદાન કરે છે. તે ચોરી સામે પણ રક્ષણ આપે છે. આ તમારી થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીનો પરફેક્ટ પાર્ટનર છે. ઍડ-ઑનની પસંદગી તમારા કવરેજને વધારે છે.

X
જેમની પાસે પહેલેથી જ માન્ય થર્ડ-પાર્ટી કવર છે તેમના માટે યોગ્ય, આ પ્લાનમાં આટલું આવરી લેવામાં આવે છે:

અકસ્માત

કુદરતી આપત્તિઓ

આગ

ઍડ-ઑનની પસંદગી

ચોરી

વધુ જાણો

આ પ્લાન તમારી સુવિધા માટે નિષ્ણાતો દ્વારા બનાવવામાં આવ્યો છે. તમારું ઓન ડેમેજ કવર સમાપ્ત થઈ જાય ત્યારે પણ તમને અવરોધ વગર સુરક્ષિત રહેવા માટે એક જ પૅકેજમાં 3-વર્ષનું થર્ડ-પાર્ટી કવર અને વાર્ષિક ઓન ડેમેજ કવર મેળવો. વ્યાપક સુરક્ષા મેળવવા માટે ઓન ડેમેજ કવરને રિન્યુ કરાવો.

X
જેમણે એકદમ નવી કાર ખરીદી છે, તેઓ માટે યોગ્ય, આ પ્લાન કવર કરે છે:

અકસ્માત

કુદરતી આપત્તિઓ

વ્યક્તિગત અકસ્માત

થર્ડ-પાર્ટીની જવાબદારી

ઍડ-ઑનની પસંદગી

ચોરી

સ્કૉડા કાર ઇન્શ્યોરન્સમાં સમાવિષ્ટ અને બાકાત મુદ્દાઓ

તમને કેટલું કવરેજ મળશે તે તમે તમારી સ્કૉડા કાર માટે પસંદ કરેલ પ્લાન પર આધારિત છે. કોમ્પ્રિહેન્સિવ સ્કૉડા કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં સામાન્ય રીતે નીચેની બાબતોનો સમાવેશ થશે

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - આગ લાગવાને કારણે વિસ્ફોટ

અકસ્માત

અમે અકસ્માતને કારણે ઉદ્ભવતા ફાઇનાન્શિયલ નુકસાનને આવરી લઈએ છીએ.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - આપત્તિઓ

આગ અને વિસ્ફોટ

તમારી કારમાં આગ અને વિસ્ફોટ સામે તમે નાણાંકીય રીતે સુરક્ષિત છો.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - ચોરી

ચોરી

કારની ચોરી થવી એ એક દુઃસ્વપ્ન જેવી ઘટના છે. આવા કિસ્સામાં અમે તમારા મનની શાંતિની ખાતરી કરીએ છીએ.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - અકસ્માત

આપત્તિઓ

કુદરતી હોય કે માનવસર્જિત, અમે વિભિન્ન પ્રકારની આપદાની સ્થિતિમાં આર્થિક સુરક્ષા પ્રદાન કરીએ છીએ.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - વ્યક્તિગત અકસ્માત

વ્યક્તિગત અકસ્માત

અકસ્માતના કિસ્સામાં તમારા સારવારના ખર્ચની કાળજી લેવામાં આવે છે.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - થર્ડ પાર્ટી લાયેબિલિટી

થર્ડ પાર્ટી લાયબિલિટી

કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા તેમની સંપત્તિને થયેલી ઈજાઓ અથવા નુકસાનને પણ આવરી લેવામાં આવે છે.

તમારા સ્કૉડા કાર ઇન્શ્યોરન્સનો પરફેક્ટ સાથી - અમારું ઍડ ઑન કવર

ઝીરો ડેપ્રિશિયેશન ઍડ-ઑન કવર ક્લેઇમ કરતી વખતે ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિને લાભ આપશે. આ ઍડ-ઑન કવર સાથે, ઇન્શ્યોરર તેના ડેપ્રિશિયેશન મૂલ્યને કપાત કર્યા વિના ક્ષતિગ્રસ્ત ભાગ માટે ક્લેઇમ સામે સંપૂર્ણ રકમ આપશે.
જો તમે તમારી સ્કૉડા કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે નો ક્લેઇમ બોનસ પ્રોટેક્શન ઍડ-ઑન કવર પસંદ કરો છો, તો પૉલિસીની મુદત દરમિયાન કેટલાક ક્લેઇમ કરવામાં આવે તો પણ તમે બોનસ ઘટકને અકબંધ રાખી શકો છો. આ ઍડ-ઑન કવર સાથે, તમે સંચિત NCB ગુમાવ્યા વિના પૉલિસી વર્ષમાં બે ક્લેઇમ કરી શકો છો.
ઇમરજન્સી સહાય કવર એક અતિરિક્ત કવર છે જે સ્ટેન્ડઅલોન ઓન-ડેમેજ અને કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ખરીદી માટે ઉપલબ્ધ છે. આ ઍડ-ઑન કવર તમને હાઇવેના મધ્યમાં અચાનક અકસ્માત અથવા બ્રેકડાઉનના કિસ્સામાં સહાય પ્રદાન કરવા માટે ડિઝાઇન કરેલ છે.
આ ઍડ-ઑન કવર વાહનના માલિકને નોંધપાત્ર ફાઇનાન્શિયલ નુકસાન રિકવર કરવામાં મદદ કરે છે. રિટર્ન ટુ ઇનવૉઇસ કવર સાથે, જો કાર ચોરાઈ જાય અથવા ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થાય તો ઇન્શ્યોરન્સ લેનાર ગ્રાહકને સંપૂર્ણ વળતરનો ક્લેઇમ કરવાનો અધિકાર છે.
શ્રેષ્ઠ કાર ઇન્શ્યોરન્સ પ્રોવાઇડર દ્વારા એન્જિન અને ગિયરબૉક્સ પ્રોટેક્ટર
એન્જિન અને ગિયર બૉક્સ પ્રોટેક્ટર
એન્જિન અને ગિયર બૉક્સ પ્રોટેક્ટર ઍડ-ઑન કવર એન્જિન અને ગિયર બૉક્સને રિપેર કરવા માટે થયેલા ખર્ચ માટે કવરેજ પ્રદાન કરે છે. જો નુકસાન લુબ્રિકેટિંગ ઑઇલ, પાણીના પ્રવેશ અને ગિયર બૉક્સને નુકસાનને કારણે હોય તો કવરેજ લાગુ પડે છે.
જો તમારી સ્કૉડા કાર કોઈ દુર્ઘટનાનો સામનો કરે, તો તેને રિપેર થવામાં ઘણા દિવસો લાગી શકે છે. તે સમયગાળા દરમિયાન, તમારે મુસાફરી માટે અસ્થાયી રૂપે જાહેર પરિવહન પર આધાર રાખવો પડી શકે છે, જેનાથી તમને અસુવિધા થાય છે. ડાઉનટાઇમ પ્રોટેક્શન ઍડ ઓન કવર સાથે, તમારી કાર ઉપયોગ માટે તૈયાર ન થાય ત્યાં સુધી ઇન્શ્યોરર તમારા પરિવહન ખર્ચને પહોંચી વળવા માટે દૈનિક કવરેજ ઑફર કરશે.

તમારી સ્કૉડા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી સરળતાથી કરો

કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરવા માટે પગલું 1

પગલું 1

તમારો સ્કૉડા કાર રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો.

પગલું 2 - પૉલિસી કવર પસંદ કરો- કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરો

પગલું 2

તમારું પૉલિસી કવર પસંદ કરો*
(જો અમે તમારી સ્કૉડા ઑટોમેટિક રીતે પ્રાપ્ત કરી શકતા નથી
સ્વતઃ મેળવી શકતા નથી, તો અમને કારની થોડી વિગતોની જરૂર પડશે જેમ કે મેક,
મોડેલ, વેરિયન્ટ, રજિસ્ટ્રેશન વર્ષ, અને શહેર)

 

પગલું 3- પાછલી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની વિગતો

પગલું 3

તમારી પાછલી પૉલિસી
નો ક્લેઇમ બોનસ (NCB) સ્ટેટસ.

પગલું 4- તમારું કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ મેળવો

પગલું 4

તમારી સ્કૉડા કાર માટે ત્વરિત ક્વોટેશન મેળવો.

અમારી ક્લેઇમની પ્રક્રિયા સરળ છે!

વિશ્વ ડિજિટલ થઈ ગયું છે, અને તે જ રીતે આ ચાર ઝડપી, સરળતાથી અનુસરી શકાય તેવા પગલાં સાથે અમારી ક્લેઇમ સેટલમેન્ટ પ્રોસેસ પણ તેટલી જ સરળ બની છે.

  • પગલું #1
    પગલું #1
    તમારો ક્લેઇમ રજિસ્ટર કરવા માટે પેપરવર્ક દૂર કરો અને અમારી વેબસાઇટ દ્વારા તમારા ડૉક્યુમેન્ટ ઑનલાઇન શેર કરો.
  • પગલું #2
    પગલું #2
    સર્વેયર અથવા વર્કશોપ પાર્ટનર દ્વારા સ્વ-નિરીક્ષણ અથવા તમારા સ્કોડાનું ડિજિટલ નિરીક્ષણ પસંદ કરો.
  • પગલું #3
    પગલું #3
    અમારા સ્માર્ટ એઆઈ-સક્ષમ ક્લેઇમ ટ્રેકર દ્વારા તમારા ક્લેઇમની સ્થિતિને ટ્રૅક કરો.
  • પગલું #4
    પગલું #4
    જ્યાં સુધી અમારા વ્યાપક નેટવર્ક ગેરેજ સાથે તમારો ક્લેઇમ મંજૂર અને સેટલ કરવામાં આવે ત્યાં સુધી આરામ કરો!

સ્કોડા કાર ઇન્શ્યોરન્સ કેવી રીતે રિન્યુ કરવો?

નવી સ્કૉડા કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ અથવા ખરીદવી ખૂબ જ સરળ અને ઝડપી છે. અને તમે તે માત્ર થોડી ક્લિકમાં અને તમારી જાતે જ કરી શકો છો. હકીકતમાં, હવે થોડી જ મિનિટોમાં તમારી પૉલિસી મેળવો. પોતાને કવર કરવા માટે નીચે આપેલ ચાર પગલાંઓને અનુસરો.

  • પગલું #1
    પગલું #1
    એચડીએફસી અર્ગો વેબસાઇટની મુલાકાત લો અને તમારી પૉલિસી ખરીદવા અથવા રિન્યુ કરવાનું પસંદ કરો
  • પગલું #2
    પગલું #2
    તમારી કારની વિગતો, રજિસ્ટ્રેશન, શહેર અને અગાઉની પૉલિસીની વિગતો, જો કોઈ હોય તો દાખલ કરો
  • પગલું #3
    પગલું #3
    ક્વોટેશન પ્રાપ્ત કરવા માટે તમારી ઇમેઇલ ID અને ફોન નંબર પ્રદાન કરો
  • પગલું #4
    પગલું #4
    ઑનલાઇન ચુકવણી કરો અને તરત કવર મેળવો!

એચડીએફસી અર્ગો તમારી પહેલી પસંદગી શા માટે હોવી જોઈએ?

એચડીએફસી અર્ગો તમારી સ્કૉડા કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માટે વિવિધ કારણો ઑફર કરે છે. આ રીતે, તમે અનિશ્ચિત ઘટનાઓ સામે આર્થિક રીતે સુરક્ષિત રહેવાની સાથે સાથે કાયદાનું પાલન પણ કરી શકશો. એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે સંકળાયેલા અનેક ફાયદાઓને કારણે તમને હંમેશા શ્રેષ્ઠ ડીલ મળશે. અમારા મુખ્ય ફાયદાઓમાં શામેલ છે:

સુવિધાજનક અને વ્યાપક સર્વિસ

સુવિધાજનક અને વ્યાપક સર્વિસ

વર્કશોપ દ્વારા સીધા કૅશલેસ સેટલમેન્ટને કારણે તમારે પોતે કરવા પડતા ખર્ચમાં ઘટાડો થાય છે. અને દેશભરમાં 8000 થી વધુ કૅશલેસ ગેરેજ તમારી મદદ માટે હંમેશા હાજર છે. 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ માત્ર એક ફોન કૉલ પર ઉપલબ્ધ છે, જે સુનિશ્ચિત કરે છે કે તમે ક્યારેય અસહાય રીતે અટવાતા નથી.

વ્યાપક પરિવાર

વ્યાપક પરિવાર

અમે અમારા 1.6 કરોડથી વધુ પ્રસન્ન ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતો જાણીએ છીએ અને તેમના ચહેરાઓ પર સ્મિત લાવી શક્યા છીએ. તેથી, તમે આ પરિવારમાં જોડાઓ અને ચિંતામુક્ત બનો!

ઓવરનાઇટ સર્વિસ

ઓવરનાઇટ સર્વિસ

નાના અકસ્માતને કારણે થયેલા નુકસાનનું કે બ્રેકડાઉનનું રીપેરીંગ એચડીએફસી અર્ગોની ઓવરનાઇટ સર્વિસ દ્વારા કરીને તમારી કારને બીજા દિવસે ઉપયોગ માટે તૈયાર કરવામાં આવે છે. આ રીતે, તમારું રૂટિન જળવાઈ રહે છે. તમારી કારની ચિંતા અમારી પર છોડીને તમે રાત્રે શાંતિથી સૂઈ શકો છો, અમે તમારી કારને બીજઆ દિવસે સવારે ઉપયોગ માટે તૈયાર રાખીશું.

સરળ ક્લેઇમ

સરળ ક્લેઇમ

ક્લેઇમ કરવું સરળ અને ઝડપી છે. અમે પ્રક્રિયાને પેપરલેસ બનાવીએ છીએ, સ્વ-નિરીક્ષણને મંજૂરી આપીએ છીએ અને તમારી ચિંતાઓને દૂર રાખવા માટે ઝડપી સેટલમેન્ટ ઑફર કરીએ છીએ.

તમે જ્યાં પણ જશો ત્યાં અમે હાજર હોઈશું

આનો વિચાર કરો. તમે શહેરની ધમાલથી દૂર મનોહર, નકશા વગરના રસ્તાઓ પર એક રોડ ટ્રિપ પર નીકળ્યા છો. અને કોઈ અણધારી મુશ્કેલી આવી પડે છે. આવી પરિસ્થિતિઓમાં ઘણીવાર મદદ શોધવા કરતાં મદદ માટે ચુકવણી કરવા માટે રોકડ શોધવી એ વધુ મુશ્કેલ છે. પરંતુ કૅશલેસ ગેરેજના નેટવર્કને કારણે તમને ક્યારેય આગવાદનો અનુભવ નહીં થાય.

તમારી સ્કૉડા કાર માટે એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ હેઠળ 8000+ કૅશલેસ ગેરેજનું વિશાળ નેટવર્ક તમારે માટે ઉપલબ્ધ છે. દેશભરમાં બધે જ આવેલા આ કૅશલેસ ગેરેજને કારણે તમારે નિષ્ણાતની મદદ મેળવવા માટે કૅશ ન હોવા વિશે ચિંતા કરવાની જરૂર પડતી નથી! અમે તમને કવર કર્યા છે!

સમગ્ર ભારતમાં 8000+ કૅશલેસ ગેરેજ

તમારી સ્કોડા કાર માટે ટોચની ટિપ્સ

લાંબા સમય સુધી પાર્ક કરેલી કાર માટેની ટિપ્સ
લાંબા સમય સુધી પાર્ક કરેલી કાર માટેની ટિપ્સ
• કવર કરેલ પાર્કિંગમાં તમારી સ્કૉડા કારને પાર્ક કરો, આ વરસાદ અને સૂર્યપ્રકાશથી ઘસારો અટકાવશે. જો તમે તમારી સ્કૉડા કારને બહાર પાર્ક કરી રહ્યા છો, તો ખાતરી કરો કે તમે આના પર કવર મૂકો છો.
• જો તમે લાંબા સમય સુધી તમારા વાહનને પાર્ક કરવાની યોજના બનાવી રહ્યા હોવ, તો સ્પાર્ક પ્લગને કાઢી નાંખો. આ સિલિન્ડરની અંદર ગંદકીને ટાળવામાં મદદ કરશે.
• તમારી સ્કૉડા કારને લાંબા સમય સુધી પાર્ક કરતી વખતે ઈંધણની ટાંકી ભરેલી રાખો. તેનાથી ઇંધણની ટાંકીને કાટ નહીં લાગે.
• કારને હેન્ડ બ્રેક પર મૂકવાનું ટાળો. જ્યારે તમે તમારી કારમાં હેન્ડ બ્રેક અથવા પાર્કિંગ બ્રેક કરો અને લાંબા સમય સુધી તેને નિષ્ક્રિય રાખો છો, ત્યારે બ્રેક પેડ બ્રેક રોટર સાથે જોડાયેલ રહે છે, જેના કારણે કાટ લાગી શકે છે.
યાત્રાઓ માટેના સૂચનો
યાત્રાઓ માટેના સૂચનો
• લાંબી મુસાફરી માટે નીકળતાં પહેલાં, સુનિશ્ચિત કરો કે ફ્યૂઅલ ટેન્ક ભરેલી છે, રિઝર્વમાં ડ્રાઇવ કરવાનું રિસ્ક ક્યારેય ન લેવું.
• લાંબા સમય સુધી મુસાફરી કરતા પહેલાં તમારી ટાયર પ્રેશર, તમારી સ્કૉડા કારનું એન્જિન ઑઇલ ચેક કરો.
• સફર દરમિયાન લાંબા સમય સુધી ઈલેક્ટ્રિકલ સ્વીચ ઑન રાખવાનું ટાળો, આ તમારી સ્કોડા કારની બેટરી લાઈફમાં વધારો કરશે.
પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ
પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ
• તમારી સ્કોડા કારની સરળ કામગીરી માટે ફ્લુઇડ ચેકનું સમયાંતરે નિરીક્ષણ.
• નિયમિતપણે તમારું સ્કોડા કાર એન્જિન ઑઇલ બદલો.
• નિયમિતપણે લુબ્રિકન્ટ અને ઑઇલ ફિલ્ટર બદલો.
• એર ફિલ્ટરને નિયમિતપણે બદલો અને બાહ્યને સ્વચ્છ રાખો.
દૈનિક કરવા જેવી અને ન કરવા જેવી બાબતો
દૈનિક કરવા જેવી અને ન કરવા જેવી બાબતો
• તમારી કારને કાર ક્લિનિંગ લિક્વિડ સોપ અને પાણીથી સાફ કરવી. ઘર વપરાશના ડીશ સોપનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે તે પેઇન્ટ પર પ્રતિકૂળ અસર કરી શકે છે.
• ખાડાઓથી બચો અને સ્પીડ બમ્પ પર ગાડી ધીમી ચલાવો. ખાડાઓ અને સ્પીડ બમ્પ પર ઝડપથી જવાથી શૉક ઍબ્સોર્બર, ટાયર અને સસ્પેન્શનને નુકસાન થઈ શકે છે.
• જ્યાં સુધી તે ઇમરજન્સી ન હોય, ત્યાં સુધી શાર્પ બ્રેકિંગને ટાળવું સલાહભર્યું છે. શાર્પ બ્રેકિંગ બ્રેકિંગ સિસ્ટમને ગરમ કરે છે અને બ્રેક પેડ અને ટાયરના ઘસારામાં વધારો કરે છે.
• તમારી સ્કોડા કાર પાર્ક કરતી વખતે હેન્ડ બ્રેકનો ઉપયોગ કરો. જો તમે ઢોળાવ પર પાર્કિંગ કરી રહ્યા હોવ, તો કારને રિવર્સ અથવા 1st ગિયરમાં છોડી દેવી યોગ્ય છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો


એચડીએફસી અર્ગો વિવિધ વિકલ્પો ધરાવે છે. તમે તમારી સ્કૉડા કારને સુરક્ષિત કરી શકો છો અને નીચે જણાવેલા પ્લાન્સ વડે રીપેરીંગ ખર્ચ અને નુકસાનને કારણે પડતા આર્થિક બોજ સામે તમારી જાતને સુરક્ષિત કરી શકો છો.
a. થર્ડ-પાર્ટી કવર
b. સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર
c. એક વર્ષનું વ્યાપક કવર
d. એકદમ નવી કાર માટે કવર
થર્ડ પાર્ટી કવર ફરજિયાત છે, પરંતુ અન્ય પ્લાન્સ વૈકલ્પિક છે.
તમારા સ્કૉડા કાર ઇન્શ્યોરન્સ પ્લાનને ઑનલાઇન ખરીદવાના ઘણા લાભો છે. ડોક્યુમેન્ટની નહિવત અથવા બિલકુલ જરૂર નહીં, ઝડપી અને ત્વરિત પૉલિસી ઇશ્યૂ, અને વિવિધ કાર ઇન્શ્યોરન્સ પ્લાન્સની તુલના કરવાના વિકલ્પની ઉપલબ્ધતા, આ તમામને કારણે ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ ખરીદવો સુવિધાજનક અને ઝંઝટ-મુક્ત છે.
તમારા સ્કૉડા કાર ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ઘણા પરિબળો પર આધારિત છે. થર્ડ-પાર્ટી કવરના કિસ્સામાં, વાહનનું પ્રીમિયમ તેના ક્યુબિક વૉલ્યુમના આધારે નક્કી થાય છે. જો કે, વ્યાપક કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમનો આધાર વીમાકૃત જાહેર મૂલ્ય (IDV), ક્યુબિક ક્ષમતા, જે શહેરમાં તમારી કાર રજિસ્ટર્ડ છે તે શહેર, તમે જે પ્રકારનું કવરેજ પસંદ કરો છો અને તમારી કારમાં કોઈ ફેરફારો છે કે નહીં તે સહિતના પરિબળો પર આધારિત છે. તમારું પ્રીમિયમ જાણવા માટે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે!