હાલમાં ઑન-રોડ અને તેઓ જે સેગમેન્ટ હેઠળ આવે છે તેમાંથી કેટલીક અન્ય ટાટા કાર વિશે થોડી માહિતી.
ટાટા કાર મોડલ્સ | કાર સેગમેન્ટ |
ટાટા સફારી | SUV |
ટાટા નેક્સન EV (ઇલેક્ટ્રિક વાહન) | SUV |
અમને ખાતરી છે કે તમે સુરક્ષિત રીતે અને સાવચેતીપૂર્વક વાહન ચલાવો છો, પરંતુ તમામ સાવચેતી અને કાળજી લેવા છતાં પણ અકસ્માતો અને અણધારી દુર્ઘટનાઓ બને છે તે વાત સાથે તમે સંમત થશો. વળી, તમે જ્યારે ધાર્યું નહીં હોય તેવા સમયે તે બની શકે છે અને તમારી કારને લાંબા સમય સુધીનું નુકસાન કરી શકે છે. આવી ઘટનાઓ પર તમારું કોઈ નિયંત્રણ ન હોઇ શકે, પણ એક વસ્તુ છે જે તમારા હાથમાં છે. તમે તમારા વાહનને કાર ઇન્શ્યોરન્સ પ્લાન વડે સુરક્ષિત કરી શકો છો.
કાર ઇન્શ્યોરન્સ તમારી ટાટા કાર માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે તમારા અને તમારા વાહન માટે સુરક્ષાનું અતિરિક્ત સ્તર પ્રદાન કરે છે. બસ આટલું જ નહીં. એક પ્રકારનો કાર ઇન્શ્યોરન્સ, ચોક્કસપણે કહીએ તો થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ - જે ભારતીય રસ્તાઓ પર વાહન ચલાવવા માટેની કાનૂની જરૂરિયાત પણ છે. મોટર વાહન અધિનિયમ દ્વારા ભારતમાં ચાલતા તમામ વાહનો માટે ઓછામાં ઓછું થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેથી, તમારી ટાટા કારનો ઇન્શ્યોરન્સ ખરીદવો એ માત્ર કોઈ વિકલ્પ નથી, પરંતુ કાર માલિક તરીકેની ફરજનો એક ભાગ છે.
કાર ઇન્શ્યોરન્સ શા માટે મહત્વપૂર્ણ છે તેના કેટલાક અન્ય કારણો અહીં આપેલ છે:
જો કોઈ અકસ્માત થાય છે કે અનપેક્ષિત ઘટના બને છે, તો તમારી ટાટા કારને માત્ર નુકસાન જ નહીં પરંતુ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિને નુકસાન અથવા ખોટ પણ થઈ શકે છે. આના પરિણામે તૃતીય પક્ષને ચૂકવણી કરવાની તમારી જવાબદારી બને છે. અને આવી સ્થિતિમાં તમારું થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ ઉપયોગી સાબિત થાય છે. અકસ્માતના કિસ્સામાં, અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ક્લેઇમને આ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવે છે, અને આમ તમને પડતો આર્થિક બોજો ઓછો કરી શકો છો.
અકસ્માત, કુદરતી આફતો અથવા તમારી કારની ચોરી, આ તમામ અચાનક બનતી ઘટનાઓ છે. આ ઘટનાઓના પરિણામે, તમે વિચાર્યું ન હોય તેટલો મોટો ખર્ચ થઈ શકે છે. A કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી આવી પરિસ્થિતિઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ પ્રકારના હોલિસ્ટિક કવરમાં ખામીયુક્ત ભાગોના રિપેર અથવા રિપ્લેસમેન્ટનો ખર્ચ, બ્રેકડાઉન માટે ઇમર્જન્સી સહાય અને જો તમારી ટાટા કાર સમાર કામ માટે લઇ જવામાં આવે તો વૈકલ્પિક મુસાફરીનો ખર્ચ પણ શામેલ છે.
જો તમે વાહન ચલાવવા માટે ભારતના રસ્તાઓથી પરિચિત થઈ રહ્યા છો, તો તમારી પાસે ઓછામાં ઓછું થર્ડ-પાર્ટી કવર હોવું મદદરૂપ સાબિત થાય છે. તેને કારણે તમે ચિંતામુક્ત થઈને આત્મવિશ્વાસ સાથે વાહન ચલાવી શકો છો. અને જો તમે એક અનુભવી ડ્રાઇવર છો, તો સંભવ છે કે તમે પહેલેથી જ વાહન ચલાવવાનો ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવો છો. વધારાના વીમા કવચ વડે કોઈપણ સંજોગો સામે સુરક્ષિત હોવાની ખાતરીને કારણે તમારી ટાટા કાર ચલાવવાનો સમગ્ર અનુભવ વધુ સુખદ બનશે.
જો તમે ઑલ-રાઉન્ડ સુરક્ષા શોધી રહ્યા છો પરંતુ ક્યાંથી શરૂઆત કરવી તે અંગે મૂંઝવણમાં છો, તો એચડીએફસી અર્ગોનું એક વર્ષનું વ્યાપક કવર તમારે માટે યોગ્ય હોઈ શકે છે. આ પ્લાનમાં તમારી કારના નુકસાન તેમજ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિના નુકસાન સામે કવરનો સમાવેશ થાય છે. તમે વધારાની સુરક્ષા માટે તમારી પસંદગીના ઍડ-ઑન્સ સાથે કવરને વધુ કસ્ટમાઇઝ કરી શકો છો.
અકસ્માત
પર્સનલ એક્સિડેન્ટ કવર
કુદરતી આપત્તિઓ
થર્ડ-પાર્ટીની જવાબદારી
ઍડ-ઑનની પસંદગી
ચોરી
થર્ડ-પાર્ટી કવર મોટર વાહન અધિનિયમ, 1988 દ્વારા લાગુ કરવામાં આવેલ ફરજિયાત કવર છે. થર્ડ-પાર્ટી કવર હેઠળ, અમે તમને થર્ડ-પાર્ટીના નુકસાન, ઈજા અથવા નુકસાનથી ઉદ્ભવતી જવાબદારીઓ સામે સુરક્ષા સાથે વ્યક્તિગત અકસ્માત કવરેજ પ્રદાન કરીએ છીએ. જો તમે માત્ર લટાર મારવાના હેતુથી તમારી ટાટા કાર લઈને જાઓ છો, તો આ મૂળભૂત કવર લેવું એ એક સારો વિકલ્પ છે. આ રીતે, તમે ઇન્શ્યોરન્સ ન હોવા માટેના કોઈપણ દંડથી બચી શકો છો.
પર્સનલ એક્સિડેન્ટ કવર
થર્ડ-પાર્ટી પ્રોપર્ટી નુકસાન
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા
થર્ડ-પાર્ટી કવર તમને અન્યની જવાબદારીઓ સામે સુરક્ષિત કરે છે. પરંતુ અકસ્માતના કિસ્સામાં તમારા આર્થિક નુકસાનની કાળજી કોણ લે છે? તે સમયે અમારું સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર તમારી મદદે આવે છે. તે અકસ્માત, કુદરતી આપત્તિઓ, આગ અને ચોરીને કારણે તમારી કારને થયેલા નુકસાનના રિપેરીંગનો ખર્ચ આવરી લે છે. જો તમે અતિરિક્ત સુરક્ષાનો આનંદ માણવા માંગો છો, તો આગળ વધો અને ફરજિયાત થર્ડ-પાર્ટી કવર ઉપરાંત આ વૈકલ્પિક કવર પસંદ કરો.
અકસ્માત
કુદરતી આપત્તિઓ
આગ
ઍડ-ઑનની પસંદગી
ચોરી
જો તમે હમણાં જ એક નવી ટાટા કાર ખરીદી છે, તો અમે તમારા માટે જેમ જ ઉત્સાહિત છીએ! તમે તમારી નવી કાર માટે અત્યંત સાવચેત છો એમાં કોઈ શંકા નથી. તો પછી એકદમ નવી કાર માટે અમારું કવર પસંદ કરીને તેને શા માટે વધુ સુરક્ષિત ન કરવી? આ કવરમાં અકસ્માત, કુદરતી આપત્તિઓ અને ચોરીને કારણે તમારી કારને થતા નુકસાન સામે 1-વર્ષનું કવરેજ શામેલ છે. તે તમને તમારી ટાટા કાર દ્વારા થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિને થયેલા કોઈપણ નુકસાન સામે 3-વર્ષનું કવર પણ આપે છે.
અકસ્માત
કુદરતી આપત્તિઓ
વ્યક્તિગત અકસ્માત
થર્ડ-પાર્ટીની જવાબદારી
ઍડ-ઑનની પસંદગી
ચોરી
આગ અથવા વિસ્ફોટને કારણે તમારી ટાટા કાર બળી જવી કે તેને નુકસાન થઈ શકે છે. પરંતુ તમારા ફાઇનાન્સને આવી આપત્તિમાંથી અમે બચાવીશું.
કુદરતી આપત્તિઓ તમારી કારને અનપેક્ષિત નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ તમારા ટાટા કાર ઇન્શ્યોરન્સ પ્લાન વડે તમે આવી ઘટનાના કિસ્સામાં તમે આર્થિક રીતે સુરક્ષિત રહી શકો છો.
કારની ચોરી એક મોટું આર્થિક નુકસાન છે. પરંતુ અમારી વીમા પૉલિસી વડે અમે સુનિશ્ચિત કરીશું કે આવી તકલીફના સમયમાં તમારી આર્થિક સ્થિતિ અકબંધ રહે.
કારના અકસ્માતથી તમારી કારને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. પરંતુ નુકસાન ગમે તેટલું મોટું હોય, અમારી ટાટા કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તેની કાળજી લેશે.
અકસ્માતમાં તમારી કારને તો નુકસાન થાય જ છે, પરંતુ તમને પણ ઇજા થઈ શકે છે. ટાટા કાર ઇન્શ્યોરન્સ પ્લાન તમારી ઈજાઓની પણ કાળજી લે છે. જો તમને ઈજા થાય તો તમારા ઇન્શ્યોરન્સ પ્લાનમાં તે માટેની કોઈપણ તબીબી સારવાર માટેના કોઈપણ ખર્ચને આવરી લે છે.
તમારી કાર સાથે સંકળાયેલ અકસ્માતથી થર્ડ પાર્ટી - વ્યક્તિ હોય કે સંપત્તિ, તેને પણ નુકસાન થઈ શકે છે. આવા કિસ્સાઓમાં, તમારે તે જવાબદારીઓને પૂર્ણ કરવા માટે ખિસ્સામાંથી ચુકવણી કરવા વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમારા કાર ઇન્શ્યોરન્સ દ્વારા તમને કવર કરવામાં આવેલ છે.
તમે અમારા કાર ઇન્શ્યોરન્સ દ્વારા પૂરી પાડવામાં આવતી સુરક્ષામાં વૃદ્ધિ કરી શકો છો અને નીચેના ઍડ-ઑન્સ વડે તમારી ટાટા કારના કવરને કસ્ટમાઇઝ કરી શકો છો.
થર્ડ-પાર્ટી (TP) પ્લાન: અકસ્માતના કિસ્સામાં, જો તમારી ટાટા કારને થર્ડ-પાર્ટીને કોઈપણ નુકસાન થાય, તો તમે પોતાને અનપેક્ષિત જવાબદારીઓનો સામનો કરી શકો છો. થર્ડ-પાર્ટી (TP) પ્લાન તમને અકસ્માતથી ઉદ્ભવતી આવી ફાઇનાન્શિયલ અને કાનૂની જવાબદારીઓ સામે સુરક્ષિત કરે છે. તમારી ટાટા કાર માટે થર્ડ-પાર્ટી પ્લાન ખરીદીને, તમે દંડથી બચી શકો છો અને કોઈપણ થર્ડ-પાર્ટી ક્લેઇમ સામે તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરી શકો છો. આખરે, તે દરેક માટે યોગ્ય કિંમતની પૉલિસી છે. આશ્ચર્ય થાય છે કેવી રીતે? સારું, IRDAI એ દરેક વાહનની ક્યુબિક ક્ષમતાના આધારે થર્ડ-પાર્ટી પ્લાન માટે પ્રીમિયમને પૂર્વનિર્ધારિત કર્યું છે. આ તમામ ટાટા કારના માલિકો માટે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સને આંશિક અને વ્યાજબી બનાવે છે.
ઓન ડેમેજ (OD) ઇન્શ્યોરન્સ: તમારી ટાટા કાર માટે ઓન ડેમેજ (OD) ઇન્શ્યોરન્સ વૈકલ્પિક છે, પરંતુ ખૂબ જ ફાયદાકારક છે. અકસ્માતના કિસ્સામાં અથવા ભૂકંપ, આગ અથવા વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓના કારણે તમારી ટાટા કારને નુકસાન થયું હોય, તો આવા નુકસાનના રિપેરીંગમાં ભારે ખર્ચ થઈ શકે છે. ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ આ ખર્ચને આવરી લે છે.
થર્ડ-પાર્ટી પ્રીમિયમથી વિપરીત, તમારી ટાટા કારનું ઓન ડેમેજ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ અલગ અલગ હોઇ શકે છે. શા માટે? ચાલો, સમજીએ. તમારી ટાટા કાર માટે OD ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી સામાન્ય રીતે ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ (IDV), ઝોન અને ક્યુબિક ક્ષમતાના આધારે કરવામાં આવે છે. આમ, તમારું પ્રીમિયમ તમારી કારની વિશિષ્ટતાઓ અને તમારી કાર જે શહેરમાં રજિસ્ટર કરેલ હોય તેના પર આધારિત હોય છે. ઉપરાંત, કવરેજના પ્રકારને કારણે પણ પ્રીમિયમમાં ફેરફાર થાય છે - પછી તે બંડલ્ડ કવર હોય કે ઍડ-ઑન સાથેનું ઓન ડેમેજ કવર. આ ઉપરાંત, ધ્યાનમાં રાખો કે તમારી ટાટા કારમાં કરવામાં આવતા કોઈપણ ફેરફારોની અસર પણ પ્રીમિયમ પર પડી શકે છે.
તમારી ટાટા કાર માટે કાર ઇન્શ્યોરન્સ ખરીદવું સરળ છે. તેમાં કેટલાક સરળ અને ઝડપી પગલાં જ ધ્યાનમાં લેવામાં આવે છે. તમારે શું કરવાની જરૂર છે તે જુઓ.
તમે નીચેના પગલાંઓ પર જઈને એચડીએફસી અર્ગો વેબસાઇટથી કોઈપણ ઝંઝટ વગર ટાટા કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદી શકો છો:
1. એચડીએફસી અર્ગોની વેબસાઇટ હોમ પેજની મુલાકાત લો અને કાર ઇન્શ્યોરન્સ આઇકન પર ક્લિક કરો.
2.એકવાર તમે કાર ઇન્શ્યોરન્સ પેજ પર આવ્યા પછી, તમારી ટાટા કારના રજિસ્ટ્રેશન નંબર, તમારો મોબાઇલ નંબર અને ઇમેઇલ ઍડ્રેસ સહિતની વિગતો ભરો.
3. કોમ્પ્રિહેન્સિવ કવર, સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર અને થર્ડ પાર્ટી કવરમાંથી એક પ્લાન પસંદ કરો. જો તમે કોમ્પ્રિહેન્સિવ અથવા ઓન ડેમેજ પ્લાન પસંદ કરો છો, તો તમે ઝીરો ડેપ્રિશિયેશન, ઇમર્જન્સી રોડસાઇડ સહાય વગેરે જેવા ઍડ-ઑન કવર પસંદ કરીને કવરેજ વધારી શકો છો.
4. પ્લાન પસંદ કર્યા પછી, તમે સબમિટ બટન પર ક્લિક કરી શકો છો અને ક્વોટ જુઓ.
5. પ્રીમિયમની ઑનલાઇન ચૂકવણી કરીને પ્રોસેસ પૂર્ણ કરો.
પૉલિસી સાથે કન્ફર્મેશન મેઇલ તમને તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ ID પર મેઇલ કરવામાં આવશે.
ટાટા કાર ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ કરવા માટે તમારે નીચે આપેલા પગલાંઓ ધ્યાનમાં લેવા જોઈએ:
• આકસ્મિક/પ્રોપર્ટીનું નુકસાન, શારીરિક ઈજા, ચોરી અને મોટા નુકસાનના કિસ્સામાં નજીકના પોલીસ સ્ટેશન પર FIR ફાઇલ કરવી ફરજિયાત છે. જો નુકસાન મોટું છે, તો અકસ્માતગ્રસ્ત વાહનને જગ્યાથી દૂર કરતા પહેલાં કંપનીને જાણ કરી શકાય છે જેથી ઇન્શ્યોરન્સ કંપની સ્થાન પર જ નુકસાનની તપાસની વ્યવસ્થા કરી શકે.
• અમારી વેબસાઇટ પર 8700 કરતાં વધારે કૅશલેસ ગેરેજનું અમારું વ્યાપક નેટવર્ક શોધો.
• ડ્રાઇવ કરો અથવા તમારા વાહનને નજીકના નેટવર્ક ગેરેજ પર ટો કરાવો.
• અમારા સર્વેક્ષક તમામ નુકસાન/ખોટનું મૂલ્યાંકન કરશે.
• ક્લેઇમ ફોર્મ ભરો અને ફોર્મમાં ઉલ્લેખિત સંબંધિત દસ્તાવેજો પ્રદાન કરો.
• ક્લેઇમના દરેક તબક્કે તમને SMS/ઇમેઇલ દ્વારા અપડેટ કરવામાં આવશે.
• વાહન તૈયાર થઈ ગયા બાદ, ગેરેજને ફરજિયાત કપાતપાત્ર, ડેપ્રિશિયેશન વગેરે સહિતના ક્લેઇમનાં તમારા શેરની ચુકવણી કરો અને ડ્રાઇવ કરો. બૅલેન્સ અમારા દ્વારા સીધા નેટવર્ક ગેરેજ સાથે સેટલ કરવામાં આવશે.
• તમારા તૈયાર રેકોર્ડ્સ માટે સંપૂર્ણ બ્રેક અપ સાથે ક્લેઇમ ગણતરી શીટ પ્રાપ્ત કરો.
1. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની કૉપી (RC)
2. અકસ્માતના સમયે ઇન્શ્યોર્ડ વાહન ચલાવતા વ્યક્તિના ડ્રાઇવરની લાઇસન્સ કૉપી.
3. નજીકના સ્ટેશન પર દાખલ કરેલ FIR ની કૉપી. જો અકસ્માત કોઈ બળવાખોર કૃત્ય, હડતાલ અથવા દંગામાંથી થયું હોય, તો FIR ફાઇલ કરવું ફરજિયાત છે.
4. ગેરેજ તરફથી રિપેર ખર્ચનો અંદાજ
5. તમારા કસ્ટમરને જાણો (KYC) ડૉક્યુમેન્ટ
1. RC બુક કૉપી અને તમારા વાહનની મૂળ ચાવી.
2. નજીકના પોલીસ સ્ટેશન તેમજ અંતિમ પોલીસ રિપોર્ટ પર ફાઇલ કરેલ FIR
3. RTO ટ્રાન્સફર પેપર
4. કેવાયસી દસ્તાવેજો
5. લેટર ઓફ ઈન્ડેમ્નીટી અને સબરોગેશન
એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ ખરીદીને તમે નવા, વણખેડાયેલા રસ્તાઓ પર પ્રવાસ કરવા વિશે વિચારી શકો છો, કારણ કે તમારી ટાટા કાર કાર અમારા ઇન્શ્યોરન્સ કવરેજ હેઠળ ચોવીસે કલાક સુરક્ષિત છે. તમારી ટાટા કાર માટેના અમારા ઇન્શ્યોરન્સ પ્લાન્સ હેઠળ આવેલા 8700+ વિશિષ્ટ કૅશલેસ ગેરેજના વિશાળ નેટવર્કને કારણે તમે તમારી મુસાફરીમાં કોઈપણ અવરોધ વિના ચિંતામુક્ત થઈને આનંદ લઇ શકો છો. સમગ્ર દેશમાં આવેલા આ કૅશલેસ ગેરેજ તમને કોઈ પણ સ્થળે નિષ્ણાત સહાય આપવા માટે સજ્જ છે. તમારે હવે અનપેક્ષિત ઇમરજન્સીમાં મદદ અથવા રિપેરિંગ માટે રોકડમાં ચુકવણી કરવા વિશે ચિંતા કરવાની જરૂર નથી.
એચડીએફસી અર્ગોની કૅશલેસ ગેરેજ સુવિધા દ્વારા તમે તમારી ટાટા કારનો હંમેશા, કોઈપણ સ્થળે, કોઈપણ મુશ્કેલીમાં અથવા ઇમરજન્સીમાં અને કોઈપણ સમયે એક વિશ્વસનીય મિત્ર હોવાનો ભરોસો કરી શકો છો.
ટાટા કર્વ EV હવે ચાર અઠવાડિયાની વેટિંગ પીરિયડ સાથે ઉપલબ્ધ છે
ડીલર સુત્રોના જણાવ્યા મુજબ, ટાટા કર્વ EV હવે ચાર અઠવાડિયા સુધી વેટિંગ પીરિયડ સાથે આવે છે. ટાટા શોરૂમમાં સાતત્યપૂર્ણ સ્ટૉક આગમનની મદદથી, EV ઝડપથી ગ્રાહકો સુધી પહોંચી રહ્યું છે. ટાટા કર્વ EV બે બૅટરી વિકલ્પો સાથે બહુવિધ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે: એન્ટ્રી-લેવલ ટ્રિમ માટે 40.5kWh પૅક અને પ્રીમિયમ વેરિયન્ટ માટે 55kWh પૅક. ફ્રન્ટ વ્હીલ્સ ચલાવતા 167-હૉર્સપાવર મોટર સાથે, કર્વ EV 8.6 સેકન્ડમાં 0 થી 100 કી.મી/કલાક સુધી ઍક્સિલરેટ કરી શકે છે.
પ્રકાશિત તારીખ: 14 નવેમ્બર, 2024
ટાટા મોટર્સે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિસ્તૃત કરવા માટે બે કંપનીઓ સાથે સહયોગ કર્યો
ટાટા મોટર્સ તેની ઇલેક્ટ્રિકની શ્રેણી માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવા માટે ડેલ્ટા ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા અને થંડરપ્લસ સોલ્યુશન્સ સાથે સહયોગ કરેલ છે. પાર્ટી વચ્ચે થયેલ MoU ના ભાગ રૂપે, દેશભરમાં ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહનો માટે 250 નવા ઝડપી ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવશે. મેટ્રો શહેરો સહિત 50 થી વધુ શહેરોમાં અને શહેરની આસપાસ વ્યૂહાત્મક રીતે સ્થિત, આ ચાર્જિંગ સ્ટેશનો 540 કમર્શિયલ વાહન ચાર્જિંગ પોઇન્ટના હાલના નેટવર્કને નોંધપાત્ર રીતે વધારશે.
પ્રકાશિત તારીખ: ઓગસ્ટ 22, 2024