જ્યારે તમે એક કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ હેઠળ બંને લાભ મેળવી શકો છો, ત્યારે તમારા કાર ઇન્શ્યોરન્સને માત્ર થર્ડ પાર્ટી કવર અથવા તમારા નુકસાનને કવર કરવા માટે અલગ પ્લાન સુધી શા માટે મર્યાદિત કરવો? હા, તે તમે સાચું વાંચ્યું. એચડીએફસી અર્ગોના એક વર્ષના વ્યાપક કવર હેઠળ તમે 1 વર્ષ માટે ઑલ-રાઉન્ડ પ્રોટેક્શનનો આનંદ માણી શકો છો. આ સાથે, તમારી હ્યુન્ડાઇને તમે મૂળભૂત કવર ઉપરાંત તમારી પસંદના ઍડ-ઑન્સ સાથે પણ સુરક્ષિત કરી શકો છો.
અકસ્માત
પર્સનલ એક્સિડેન્ટ કવર
કુદરતી આપત્તિઓ
થર્ડ-પાર્ટીની જવાબદારી
ઍડ-ઑનની પસંદગી
ચોરી
મોટર વાહન અધિનિયમ, 1988, ભારતમાં થર્ડ-પાર્ટી કવર ફરજિયાત બનાવે છે. તેથી, જો તમે તમારી હ્યુન્ડાઇ કારનો ઉપયોગ માત્ર સંયમપૂર્વક પણ કરો છો, તો પણ તે માત્ર એક વિકલ્પ જ નથી, પરંતુ થર્ડ પાર્ટી ક્લેઇમ સામે આ કવર સાથે તમારા વાહનને ઇન્શ્યોર્ડ કરાવવાની જરૂરિયાત પણ છે. આ રીતે, તમે માત્ર અન્ય લોકો પ્રત્યેની કોઇપણ સંભવિત જવાબદારીઓથી જ સુરક્ષિત નથી, પરંતુ તમારે દંડ વિશે પણ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.
પર્સનલ એક્સિડેન્ટ કવર
થર્ડ-પાર્ટી પ્રોપર્ટી નુકસાન
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા
થર્ડ પાર્ટી ક્લેઇમ કરતા પણ વધુ એવા ઇન્શ્યોરન્સનો લાભ વિસ્તૃત કરો અને સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર સાથે ફાઇનાન્શિયલ નુકસાન સામે પોતાને સુરક્ષિત કરો. તમારી કારને કોઇ ભયાનક આફત કે અણધાર્યા અકસ્માત બાદ એક્સપર્ટની મદદ અને રિપેરની જરૂર હોઈ શકે છે. પરંતુ તેની સાથે આવતા ખર્ચ તમારા ખિસ્સાને પોસાય તેવા સરળ નથી હોતા. આ પ્રકારનો કાર ઇન્શ્યોરન્સ તમારી હ્યુન્ડાઇને કોઇપણ નુકસાનના કિસ્સામાં થતાં રિપેરના ખર્ચને કવર કરે છે. જરૂરી થર્ડ પાર્ટી કવર ઉપરાંત આ પ્લાન પસંદ કરો અને તમારી હ્યુન્ડાઇ કારને સુરક્ષાની એક વધારાની પરત આપો.
અકસ્માત
કુદરતી આપત્તિઓ
આગ
ઍડ-ઑનની પસંદગી
ચોરી
તમારી તદ્દન નવી હ્યુન્ડાઇ કાર ઘરે લઈ જવાના આનંદની સાથે સાથે, ઘણી એવી જવાબદારીઓ પણ છે જે તેની સાથે જોડાયેલી હોય છે. તમારે તમારા વ્હીલના નવા સેટને સુરક્ષિત કરવાની જરૂર પડશે અને સુનિશ્ચિત કરવું પડશે કે તે ઉત્તમ સ્થિતિમાં રહે. પરંતુ ઇન્શ્યોરન્સનું શું? આખરે, તે તમારી કાર અને તમારા ફાઇનાન્સ એમ બંને માટે, આકસ્મિક પરિસ્થિતિઓ સામેની અંતિમ સુરક્ષા છે. તદ્દન નવી કાર માટેના અમારા કવર સાથે, તમે 1 વર્ષના સમયગાળા માટે તમારી પોતાની કારને થતા નુકસાન સામે રક્ષણ તેમજ 3 વર્ષના સમયગાળા માટે થર્ડ પાર્ટી ક્લેઇમને કારણે ઉત્પન્ન થતી જવાબદારીઓથી રક્ષણનો આનંદ માણી શકો છો.
અકસ્માત
કુદરતી આપત્તિઓ
વ્યક્તિગત અકસ્માત
થર્ડ-પાર્ટીની જવાબદારી
ઍડ-ઑનની પસંદગી
ચોરી
આગ અથવા વિસ્ફોટ તમારી હ્યુન્ડાઇ કારને સંપૂર્ણ તબાહ કરી શકે છે, પરંતુ અમે સુનિશ્ચિત કરીશું કે દુર્ઘટનાથી તમારા ફાઇનાન્સમાં કોઇ છિદ્ર ન પડે.
કુદરતી આફતો પૂર્વ જાણ કરીને નથી આવતી. પરંતુ, તેના માટે પોતાને તૈયાર ન રાખવાથી તમે ખોટા માર્ગે જઈ શકો છો. અમારા કાર ઇન્શ્યોરન્સ પ્લાન સાથે તમારી કારને સુરક્ષિત કરો કારણ કે અમે કુદરતી આફતો જેમ કે પૂર, ભૂકંપ અને વધુ વધારે ને કવર કરીએ છીએ
કારની ચોરીને કારણે આખી રાત ઉજાગરો કરશો નહીં; તેના બદલે, અમારા કાર ઇન્શ્યોરન્સ પ્લાન સાથે તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરો. જો કદાચ આ દુઃસ્વપ્ન ક્યારેય તમારા જીવનમાં ઘટિત થાય, તો અમારું કાર ઇન્શ્યોરન્સ કવરેજ એ સુનિશ્ચિત કરશે કે તમારા ફાઇનાન્સ તમારાથી છીનવાઈ ન જાય!
રોડનો રોમાંચ કાર અકસ્માતોની અણધારી સ્થિતિઓ સાથે લાવે છે, અને આવા અનિશ્ચિત સમય માટે, અમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તમારી સાથે છે. અકસ્માતની તીવ્રતા ગમે તેટલી હોય, પરંતુ તમારી કારને જે નુકસાન થાય છે તેને કવર કરવા માટે અમે હાજર છીએ.
તમારી સુરક્ષા અમારા માટે સર્વોપરી છે! આમ, તમારી કાર સાથે, અમે તમારી પણ કાળજી લઈએ છીએ. જો તમને કોઇપણ ઇજાઓ થાય છે, તો અમારો કાર ઇન્શ્યોરન્સ પ્લાન તમને તમારા તબીબી સારવારના ખર્ચને કવર કરવા માટે ₹15 લાખના મૂલ્યનું વ્યક્તિગત અકસ્માત કવર ઑફર કરે છે.
તમારી કાર સાથે સંકળાયેલ અકસ્માતથી થર્ડ-પાર્ટીને પણ નુકસાન થઈ શકે છે, ભલે તે કોઇ વ્યક્તિ હોય અથવા પ્રોપર્ટી હોય. આવા કિસ્સાઓમાં, તમારે તે જવાબદારીઓને પૂર્ણ કરવા માટે ખિસ્સામાંથી ચુકવણી કરવા વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમારા કાર ઇન્શ્યોરન્સ દ્વારા તમને કવર કરવામાં આવેલ છે.
જ્યારે તમે અમારા ઍડ-ઑન્સ વડે તમારી કીમતી હ્યુન્ડાઇ માટે સુરક્ષાને અપગ્રેડ કરી શકો છો, ત્યારે માત્ર એક બેઝિક કવર પર જ શા માટે રોકાઈ જવું? અહીં વિકલ્પો જુઓ.
જો તમે હ્યુન્ડાઇ કાર ઇન્શ્યોરન્સ ખરીદવા અથવા રિન્યૂ કરવાનું પ્લાન કરી રહ્યા હોવ, તો તમારે નીચે આપેલ ટેબલમાં ઉલ્લેખિત તેની વિશેષતાઓ વિશે જાણવું આવશ્યક છે.
મુખ્ય વિશેષતાઓ | લાભ |
ઓન ડેમેજ કવર | આગ, પૂર, અકસ્માત, ભૂકંપ વગેરે જેવા ઇન્શ્યોરન્સ પાત્ર જોખમને કારણે વાહનને થતા નુકસાનને કવર કરે છે. |
થર્ડ પાર્ટી નુકસાન | કોઈ અકસ્માતમાં ઇન્શ્યોરન્સ ધરાવતા વાહન સાથે સંકળાયેલ થર્ડ પાર્ટીની જવાબદારીઓને કવર કરે છે. |
નો ક્લેઇમ બોનસ | 50%સુધી |
પર્સનલ એક્સિડેન્ટ કવર | ₹15 લાખ સુધી~* |
કૅશલેસ ગેરેજ | સમગ્ર ભારતમાં 8700+ |
ઍડ-ઑન કવરેજ | ઝીરો ડેપ્રિશિયેશન કવર, NCB પ્રોટેક્શન કવર વગેરે જેવા 8+ ઍડ-ઑન કવર. |
હ્યુન્ડાઇ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવો ખૂબ જ આસાન અને સરળ છે. તમારે માત્ર અમારી વેબસાઇટની મુલાકાત લઈને કાર ઇન્શ્યોરન્સ પર ક્લિક કરવાનું રહેશે. તમે હ્યુન્ડાઇ કાર ઇન્શ્યોરન્સની કિંમત જોઈ શકો છો અને તરત જ થોડી મિનિટોમાં પૉલિસી ખરીદી શકો છો. ચાલો, ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ ખરીદવાના કેટલાક અન્ય લાભો નીચે જોઈએ.
હ્યુન્ડાઇ ભારતમાં તેર કાર મોડેલ પ્રદાન કરે છે, જેમાં SUV કેટેગરીમાં પાંચ કાર શામેલ છે, એક સેડાન કેટેગરીમાં, ત્રણ હૅચબૅક કેટેગરીમાં, કોમ્પેક્ટ SUV કેટેગરીમાં ત્રણ, અને કોમ્પેક્ટ સેડાન કેટેગરીમાં એક શામેલ છે. હ્યુન્ડાઇ સ્પર્ધાત્મક કિંમતો પર તેના વિશ્વસનીય, સ્ટાઇલિશ અને સુવિધા યુક્ત વાહનો માટે ભારતમાં પ્રસિદ્ધ છે. વિવિધ ગ્રાહકોની પસંદગીઓને અનુરૂપ આધુનિક ડિઝાઇન, નવીન સુવિધાઓ અને વિશાળ શ્રેણીની પસંદગીઓ પ્રદાન કરવું એ બ્રાન્ડની તાકાત છે. હ્યુન્ડાઇ કારનું સૌથી સસ્તુ મોડેલ, ગ્રાન્ડ i10 નિયોસ છે, જેની કિંમત ₹ 5.84 અને સૌથી ખર્ચાળ મોડેલ, આયોનિક 5 છે જેની કિંમત ₹45.95 લાખથી શરૂ થાય છે.
હ્યુન્ડાઇના અન્ય લોકપ્રિય મોડેલો પર એક નજર રાખવા માંગો છો? અહીં એક ઝડપી ઝલક છે.
હ્યુન્ડાઇના મોડલ | કાર સેગમેન્ટ |
હ્યુન્ડાઇ આઇ20 | હેચબેક |
હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક | SUV |
હ્યુન્ડાઇ વર્ના | સેડાન |
હ્યુન્ડાઇ ઇલાન્ટ્રા | સેડાન |
હ્યુન્ડાઇ ટક્સન | SUV |
તમે નવી હ્યુન્ડાઇ કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો. તમે તમારું સંશોધન શરૂ કરો તે પહેલાં કેટલાક લોકપ્રિય હ્યુન્ડાઇ મોડેલની કિંમતો જુઓ.
હ્યુન્ડાઇના મોડલ | કિંમતની શ્રેણી (ઑન-રોડ કિંમત મુંબઈ) |
હ્યુન્ડાઇ આઇ20 | ₹8.38 લાખથી ₹13.86 લાખ સુધી. |
હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક | ₹25.12 લાખથી ₹25.42 લાખ સુધી |
હ્યુન્ડાઇ વર્ના | ₹13.06 લાખથી ₹16.83 લાખ સુધી |
હ્યુન્ડાઇ ઇલાન્ટ્રા | ₹18.83 લાખથી ₹25.70 લાખ સુધી |
હ્યુન્ડાઇ ટક્સન | ₹34.73 લાખથી ₹43.78 લાખ સુધી |
હ્યુન્ડાઇ ક્રેટા | ₹12.89 લાખથી ₹23.02 લાખ સુધી |
હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 નિઓસ | ₹6.93 - 9.93 લાખ (પેટ્રોલ) અને ₹8.73 - 9.36 લાખ (CNG) |
હ્યુન્ડાઇ વેન્યૂ | ₹9.28 લાખથી ₹16.11 લાખ સુધી |
હ્યુન્ડાઇ ઑરા | ₹7.61 લાખથી ₹10.40 લાખ સુધી |
હ્યુન્ડાઇ આયોનિક5 | ₹ 48,72,795 |
થર્ડ-પાર્ટી (TP) પ્લાન: થર્ડ-પાર્ટી (TP) પ્લાન માત્ર એક વિકલ્પ નથી. ભારતમાં, થર્ડ-પાર્ટી કવર સાથે તમારી કારને સુરક્ષિત કરવી ફરજિયાત છે. તેથી, ખાતરી કરો કે તમે ઓછામાં ઓછું આ કવર ખરીદો છો, કારણ કે તે તમને દંડથી બચવાની મંજૂરી આપે છે. જો તમારી હ્યુન્ડાઇ કારને થર્ડ-પાર્ટીને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તો થર્ડ-પાર્ટી પ્લાન તમને ફાઇનાન્શિયલ જવાબદારીઓથી સુરક્ષિત કરે છે.
થર્ડ-પાર્ટી પ્લાન વિશેની રસપ્રદ બાબત એ છે કે તેઓ ખૂબ જ વાજબી અને અનુકૂળ કિંમત ધરાવે છે. કારણ કે IRDAI એ દરેક વાહનની ક્યુબિક ક્ષમતાના આધારે થર્ડ-પાર્ટી પ્લાન માટે પ્રીમિયમ નિર્દિષ્ટ કર્યું છે. તેથી, તમે ખાતરી રાખી શકો છો કે તમારા ફાઇનાન્સને યોગ્ય પ્રીમિયમ પર થર્ડ-પાર્ટી ક્લેઇમ સામે સુરક્ષિત કરવામાં આવે છે.
ઓન ડેમેજ (OD) ઇન્શ્યોરન્સ: તમારી હ્યુન્ડાઇ કાર માટે ઓન ડેમેજ (OD) ઇન્શ્યોરન્સ વૈકલ્પિક છે. પરંતુ અમારો વિશ્વાસ કરો, તે તમને ઘણી રીતે લાભ આપી શકે છે. જો તમારી હ્યુન્ડાઇ કારને અકસ્માતના કારણે અથવા ભૂકંપ, આગ અથવા તોફાન જેવી કોઇપણ કુદરતી આપત્તિઓને કારણે નુકસાન થાય છે, તો આવા નુકસાનને સુધારવામાં ભારે ખર્ચ થઈ શકે છે. ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ આ ખર્ચાઓને કવર કરે છે.
ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ માટેના પ્રીમિયમ શું છે તે વિચારી રહ્યા છો?? સારું, થર્ડ-પાર્ટી પ્લાન માટેના પ્રીમિયમથી વિપરીત, તમારી હ્યુન્ડાઇ કાર માટે ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ માટેનું પ્રીમિયમ માત્ર તમારા વાહનની ક્યુબિક ક્ષમતા દ્વારા નિર્ધારિત કરવામાં આવતું નથી. તે ઇન્શ્યોરન્સ ડિક્લેયર્ડ વેલ્યૂ (IDV) અને તમારા વાહનના ઝોન પર પણ આધારિત છે, જે તે શહેરના આધારે છે જેમાં તમારી કાર રજિસ્ટર્ડ છે. તમે જે પ્રકારનું ઇન્શ્યોરન્સ કવરેજ પસંદ કરો છો તે પણ પ્રીમિયમને અસર કરે છે. તેથી, બંડલ્ડ કવર માટેના ખર્ચ સ્ટેન્ડઅલોન ઓન-ડેમેજ કવર માટેના પ્રીમિયમથી અલગ હોય છે જે ઍડ-ઑન્સ સાથે વધારી શકાય અથવા ન હોઈ શકે. વધુમાં, જો તમે તમારી હ્યુન્ડાઇમાં કોઈ ફેરફારો કર્યા છે, તો તે ચાર્જ કરેલા પ્રીમિયમમાં પણ દેખાશે.
તમારી હ્યુન્ડાઇ કાર માટે કાર ઇન્શ્યોરન્સ ખરીદવો સરળ છે. તેમાં કેટલાક સરળ અને ઝડપી પગલાં જ ધ્યાનમાં લેવામાં આવે છે. તમારે શું કરવાની જરૂર છે તે જુઓ.
કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે અથવા રિન્યૂ કરતી વખતે, તેના પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે જાણવું જરૂરી છે. તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી માટે પગલાં મુજબની માર્ગદર્શિકા અહીં આપેલ છે
પગલું 1: એચડીએફસી અર્ગોની વેબસાઇટની મુલાકાત લો અને કાર ઇન્શ્યોરન્સ પેજ પર જાઓ. વાહનનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો અને ત્યારબાદ આવતી અન્ય વિગતો ભરો.
પગલું 2: પૉલિસીની વિગતો દાખલ કરો અને જો તમારી પાસે કોઈ ક્લેઇમ બોનસ હોય તો તેનો ઉલ્લેખ કરો. વધુમાં, ઍડ-ઑન કવર પસંદ કરો.
પગલું 3: ઑનલાઇન ચુકવણી દ્વારા પ્રીમિયમની રકમ ચૂકવીને પ્રોસેસ પૂર્ણ કરો.
હ્યુન્ડાઇ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે કન્ફર્મેશન મેઇલ તમને મેઇલ કરવામાં આવશે.
પગલું 1- એચડીએફસી અર્ગો સાઇટની મુલાકાત લો, લૉગ ઇન કરો અને ચેક બૉક્સમાં તમારી હ્યુન્ડાઇ કારની વિગતો દાખલ કરો. બધી વિગતો દાખલ કરો.
પગલું 2- નવું પ્રીમિયમ મુખ્યત્વે ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ પર આધારિત છે.
પગલું 3- ઇન્શ્યોરન્સના ટ્રાન્સફર અને વેચાણ સંબંધિત તમામ ડૉક્યુમેન્ટ અપલોડ કરો. કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસીમાંથી પસંદ કરો. તમે કોમ્પ્રિહેન્સિવ પ્લાન સાથે ઍડ-ઑન કવર પસંદ કરી શકો છો.
પગલું 4- હ્યુન્ડાઇ ઇન્શ્યોરન્સની ઑનલાઇન ચુકવણી કરો અને પૉલિસીના ડૉક્યુમેન્ટ સેવ કરો. તમને ઇન્શ્યોરન્સ પૉલિસીની સૉફ્ટ કૉપી ઇમેઇલ દ્વારા પ્રાપ્ત થશે.
હ્યુન્ડાઇ ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ માટે, તમારે નીચેના પગલાંઓ પર ધ્યાન આપવું આવશ્યક છે
પગલું 1: એચડીએફસી અર્ગોની વેબસાઇટની મુલાકાત લો અને પૉલિસી રિન્યૂ કરવાનું પસંદ કરો.
પગલું 2: વિગતો દાખલ કરો, ઍડ-ઑન કવરને શામેલ/બાકાત રાખો અને હ્યુન્ડાઇ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ઑનલાઇન ચુકવણી કરીને પ્રક્રિયા પૂર્ણ કરો.
પગલું 3: રિન્યૂ કરેલ પૉલિસી તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ ID પર મેઇલ કરવામાં આવશે.
જો તમે તમારી હ્યુન્ડાઇ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સામે કૅશલેસ ક્લેઇમ કરવા માંગો છો, તો તમારે નીચેના પગલાંઓમાંથી પસાર થવું પડશે:
અમારા હેલ્પલાઇન નંબર પર કૉલ કરીને અથવા 8169500500 નંબર પર વૉટ્સએપ પર મેસેજ મોકલીને એચડીએફસી અર્ગો ક્લેઇમ ટીમને ક્લેઇમની જાણ કરો.
તમારી હ્યુન્ડાઇ કારને એચડીએફસી અર્ગો કૅશલેસ નેટવર્ક ગેરેજ પર લઈ જાઓ. અહીં, ઇન્શ્યોરર દ્વારા નિમણૂક કરેલ વ્યક્તિ દ્વારા તમારા વાહનની તપાસ કરવામાં આવશે.
અમારી મંજૂરી પ્રાપ્ત કર્યા પછી, ગેરેજ તમારી કારને રિપેર કરવાનું શરૂ કરશે
આ દરમિયાન, જરૂરી ડૉક્યુમેન્ટ અને યોગ્ય રીતે ભરેલ ક્લેઇમ ફોર્મ અમને સબમિટ કરો. જો કોઈ ચોક્કસ ડૉક્યુમેન્ટની જરૂર હશે, તો અમે તમને તેની જાણ કરીશું.
એચડીસી અર્ગો ક્લેઇમ ટીમ કાર ઇન્શ્યોરન્સમાં કૅશલેસ ક્લેઇમની વિગતોને વેરિફાઇ કરશે અને ક્લેઇમને સ્વીકારશે અથવા નકારશે.
વેરિફિકેશન સફળ થવા પર, અમે રિપેર ખર્ચની સીધી ચુકવણી ગેરેજને કરીને કૅશલેસ હ્યુન્ડાઇ કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલ કરીશું. યાદ રાખો કે તમારે તમારા પોતાના ખિસ્સામાંથી, જો કોઈ કપાતપાત્ર રકમ લાગુ હોય તો, તે ચૂકવવાની રહેશે.
હ્યુન્ડાઇ કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટનું લિસ્ટ અહીં આપેલ છે
પગલું 1: તમારી હ્યુન્ડાઇ કારની રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) બુકની કૉપી.
પગલું 2: ઘટનાના સમયે ઇન્શ્યોર્ડ વાહન ચલાવતા વ્યક્તિના ડ્રાઇવિંગ લાઇસન્સની કૉપી.
પગલું 3: ઘટનાના નજીકના પોલીસ સ્ટેશન પર દાખલ કરેલી FIR ની કૉપી.
પગલું 4: ગેરેજ તરફથી રિપેર ખર્ચનો અંદાજ
પગલું 5: તમારા કસ્ટમરને જાણો (KYC) ડૉક્યુમેન્ટ
જો તમે ખૂબ સાવચેત ડ્રાઇવર છો, તો તમને કદાચ આશ્ચર્ય થશે કે તમારી હ્યુન્ડાઇ કાર માટે ઇન્શ્યોરન્સ શા માટે જરૂરી છે, શું તે નથી?? સારું, તમે જોશો, તમારી કાર માટે ઇન્શ્યોરન્સ માત્ર એક વિકલ્પ નથી. મોટર વાહન અધિનિયમ, 1988, ભારતીય રસ્તાઓ પર મુસાફરી કરતા તમામ વાહનો માટે ઓછામાં ઓછું થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર ફરજિયાત બનાવે છે. તેથી, તમારી હ્યુન્ડાઇ કારનો ઇન્શ્યોરન્સ લેવો એ માત્ર વિચાર કરવાનો વિકલ્પ નથી, પરંતુ કારની માલિકીના સંપૂર્ણ અનુભવનો કાનૂની રીતે ફરજિયાત ભાગ છે.
અને તમારી કિંમતી હ્યુન્ડાઇને ઇન્શ્યોર કરવાનું આ એકમાત્ર કારણ નથી. કાર ઇન્શ્યોરન્સ ખરીદવાથી તમને લાભ થઈ શકે તેવી અન્ય રીતો તપાસો.
તમારી હ્યુન્ડાઇ સાથે સંકળાયેલ અકસ્માત થર્ડ પાર્ટીની જવાબદારીઓ લાવી શકે છે. જો તમારાથી આકસ્મિક રીતે કોઇ અન્યની પ્રોપર્ટીને નુકસાન થાય છે, તો તેનો માલિક તમારી પાસેથી તેવા નુકસાન માટે વળતર ક્લેઇમ કરી શકે છે. આ અણધાર્યો ખર્ચ તમારા ફાઇનાન્સ પર ખર્ચાળ અને તમને કમજોર પાડે તેવો હોઈ શકે છે. તમારા તરફથી લીધેલ કાર ઇન્શ્યોરન્સ સાથે, જો કે, તમે સુનિશ્ચિત થઈ શકો છો કે આ જવાબદારીઓ કવર કરવામાં આવે છે અને તમારા ખિસ્સામાંથી ચૂકવવામાં આવતી નથી.
કાર ઇન્શ્યોરન્સ માત્ર થર્ડ પાર્ટીની જવાબદારીઓની કાળજી લેતો નથી. તે તમારી, તમારી હ્યુન્ડાઇ અને તમારા ફાઇનાન્સની પણ કાળજી લે છે. તમારી કારને થતાં કોઇપણ નુકસાનના રિપેર કરવાના ખર્ચને પણ કવર કરી લેવામાં આવે છે. અને વધુ પણ છે. કાર ઇન્શ્યોરન્સ તમને વ્યક્તિગત અકસ્માત કવર, જ્યારે તમારી કાર રિપેર માટે હોય ત્યારે પરિવહનના વૈકલ્પિક માધ્યમોના ખર્ચ માટે કવરેજ, અને ઇમરજન્સી રોડસાઇડ સહાય જેવા અન્ય મૂલ્ય-વર્ધિત લાભો પણ આપે છે.
તમારી પાસે વાહન ચલાવવાનો કેટલા ઓછા કે વધુ વર્ષોનો અનુભવ હોય તે મહત્વનું નથી, પરંતુ જો તમે ઇન્શ્યોર્ડ નથી તો તમારી હ્યુન્ડાઇને તમે રોડ પર લઈને બહાર નીકળો છો, તો તે તમારા માટે તણાવપૂર્ણ બની શકે છે. તમારા ફાઇનાન્સને કમજોર કરતી અકસ્માતની સંભાવના ક્યારેય સંપૂર્ણપણે દૂર થતી નથી. તમારી હ્યુન્ડાઇ માટે કાર ઇન્શ્યોરન્સ સાથે, તમે આખરે આ ચિંતાને અલવિદા કહી શકો છો અને આરામ અને તણાવ-મુક્ત અનુભવ મેળવી શકો છો.
તમારી વિશ્વસનીય હ્યુન્ડાઇ કાર વડે, નિઃશંકપણે, તમે વધુ રસ્તાઓ પર વિજય મેળવવા અને અન્વેષિત રસ્તાઓ શોધવા માટે ઉત્સાહિત છો. પરંતુ, અણધારી સમસ્યાઓ નજીકમાં જ હોઈ શકે છે. એક બ્રેકડાઉન. કેટલીક ટોઇંગ સહાયની જરૂરિયાત. એક ઇમરજન્સી રિફ્યૂઅલ. અથવા માત્ર સાદી મિકેનિકલ સમસ્યાઓ. જો તમે કોઇ દૂરના સ્થળે હોવ તો આવા અણધાર્યા ખર્ચ માટે ચુકવણી કરવા માટે કૅશ શોધવી શક્ય ન પણ હોઈ શકે. પરંતુ જો તમારી પાસે એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ છે, તો તમારે ઇમરજન્સી સહાય માટે ચુકવણી કરવા માટે કૅશ શોધવા વિશે ચિંતા કરવાની જરૂર નથી. તમારી હ્યુન્ડાઇ કારની હંમેશા સંભાળ રાખવામાં આવે છે તેવું સુનિશ્ચિત કરવા માટે તમે અમારી કૅશલેસ ગેરેજ સુવિધા પર ભરોસો રાખી શકો છો.
દેશભરમાં સ્થિત, અમારા 8700 થી વધુ કૅશલેસ ગેરેજના વ્યાપક નેટવર્કને તમે ગમે ત્યાં હોવ અને ગમે તે સમય હોય તો પણ તેને ઍક્સેસ કરી શકો છો. તેથી, આગળ વધો અને તે તમામ રસ્તાઓ પર વિજય મેળવો જેને તમે શોધવા માટે ઉત્સુક છો. અમારો કાર ઇન્શ્યોરન્સ તમારી સાથે છે.
હ્યુન્ડાઇ એ વર્નાના બહુવિધ વેરિયન્ટ માટે કિંમતમાં વધારો કર્યો
દેખાવમાં નાના નાના સુધારાઓને કારણે, હ્યુન્ડાઇએ વર્નાના બહુવિધ વેરિયન્ટની કિંમતોમાં વધારો કર્યો છે. જો કે, વર્ના ઈએક્સ 1.5 પેટ્રોલ એમટી વેરિયન્ટની પ્રારંભિક કિંમત ₹11 લાખ (એક્સ-શોરૂમ) છે. અન્ય તમામ વેરિયન્ટમાં ₹6000 થી વધુનો કિંમતમાં વધારો જોવા મળ્યો છે. આના પરિણામે વર્ના ₹17.48 લાખની કિંમત રેન્જ ધરાવે છે. ગ્રાહકોને વર્નામાં છ વેરિયન્ટ સાથે 10 કલર વિકલ્પો મળે છે.
પ્રકાશિત તારીખ: 14 નવેમ્બર, 2024
એમકે સ્ટાલિનએ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના હાઇડ્રોજન ઇનોવેશન સેન્ટરનું વર્ચ્યુઅલ ભૂમિ પૂજન કર્યું
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનએ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના હાઇડ્રોજન ઇનોવેશન સેન્ટરની સ્થાપના કરી. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ (HMIL) એ IIT મદ્રાસના સહયોગથી સમર્પિત હાઇડ્રોજન ઇનોવેશન સેન્ટરની સ્થાપના કરશે. આ સેન્ટર 2026 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થશે અને આ ઑટોમોટિવ ઇનોવેશનના હબ તરીકે તમિલનાડુને મજબૂત બનાવવાના HMIL ના ધ્યેયને અનુરૂપ છે. તમિલનાડુમાં કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે આ એક અસરકારક પગલું પણ હશે.
પ્રકાશિત તારીખ: ઓગસ્ટ 22, 2024