ઇનોવા 2005 માં બજારમાં આવી હતી, જેણે ક્વૉલિસનું સ્થાન લીધું હતું. ભારતીયોને આ કૉમ્પેક્ટ MPV તરત જ પસંદ પડી ગઈ હતી, જે હૅચબૅક અથવા સેડાન પ્રકારની ન હોય તેવી કાર માટે દુર્લભ હતું. તે ભારતીય બજારમાં પ્રથમ થ્રી-રો કાર હતી, જેની સફળતા આશ્ચર્યજનક હતી.
બીજા પેઢીની ઇનોવા ક્રિસ્ટા વધુ પ્રીમિયમ આંતરિક અને ઉચ્ચ ગુણવત્તાવાળી સુવિધાઓ સાથે 2016 માં બજારમાં મૂકવામાં આવી હતી. 2020 માં ઇનોવા ક્રિસ્ટામાં સુધારા કરવામાં આવ્યા હતા, જેમાં નવેસરથી ડિઝાઇન કરેલ ગ્રિલ અને બમ્પર, એલોય વ્હીલ્સ અને અન્ય સૂક્ષ્મ આંતરિક સુધારાઓનો સમાવેશ થાય છે.
ટોયોટા ઇનોવા ક્રિસ્ટા એન્જિનના બે વિકલ્પો ધરાવે છે - 164bhp ક્ષમતા ધરાવતું 2.7-litre પેટ્રોલ એન્જિન અને 148bhp ક્ષમતા ધરાવતું 2.4-litre ડીઝલ એન્જિન. ત્રણ ટ્રિમ ઉપલબ્ધ છે - GX, VX, અને ZX. ડીઝલ-એન્જિન પ્રકાર સાથે G અને G Plus ટ્રિમ પણ ઉપલબ્ધ છે. તમને 7-સીટર (7 એસટીઆર) અને 8-સીટર (8 એસટીઆર)નો વિકલ્પ પણ મળે છે. GX અને ZX સીરીઝમાં ઑટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
પેટ્રોલ (2.7l) | ડીઝલ (2.4l) |
ઇનોવા ક્રિસ્ટા ZX 7 STR AT | ઇનોવા ક્રિસ્ટા ZX 7 STR |
ઇનોવા ક્રિસ્ટા ZX 7 STR | ઇનોવા ક્રિસ્ટા VX 8 STR |
ઇનોવા ક્રિસ્ટા GX 8 STR AT | ઇનોવા ક્રિસ્ટા G Plus 7 STR |
ઇનોવા ક્રિસ્ટા એક ખૂબ જ પ્રિય MPV છે, જે પરિવારને વૈભવી રાઇડ પ્રદાન કરે છે. અને જો તમારી પાસે ઇનોવા હોય, તો શક્યતા છે કે તમારો પરિવાર બહોળો હોય, તો તેની સુરક્ષાની ચિંતા મહત્વની છે. ઇનોવામાં ડ્રાઇવર તથા પેસેન્જરની સુરક્ષા માટે એરબૅગ આપેલ છે, પરંતુ તમે અને તમારી કાર કોઈપણ દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે સારી રીતે સુરક્ષિત રહી શકો તે માટે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી જરૂરી છે. અહીં તમને આ વિકલ્પો મળે છે:
ઇનોવા માટે એક વર્ષના કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સમાં વાર્ષિક રિન્યૂ થઈ શકે તેવું ઓન ડેમેજ કવર તેમજ થર્ડ-પાર્ટી લાયબિલિટી કવર સમાવિષ્ટ છે, જે તમને આકસ્મિક નુકસાન, ચોરી અને કુદરતી અને માનવસર્જિત આફતોને કારણે થતા નુકસાન સામે આર્થિક રક્ષણ આપે છે. અકસ્માતના કિસ્સામાં, તમારી સારવારના ખર્ચ માટે તેમાં ₹15 લાખનું વ્યક્તિગત અકસ્માત કવર પણ આપવામાં આવે છે.
અકસ્માત
પર્સનલ એક્સિડેન્ટ કવર
કુદરતી આપત્તિઓ
થર્ડ-પાર્ટીની જવાબદારી
ઍડ-ઑનની પસંદગી
ચોરી
રસ્તા પર ચાલતી પ્રત્યેક કાર માટે ફરજિયાત કવર, થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ એક મૂળભૂત કાર ઇન્શ્યોરન્સ પૉલિસી છે, જે તમારી કારને થયેલ અકસ્માતને કારણે થર્ડ-પાર્ટી વ્યક્તિને થયેલ ઈજા અથવા તેમની સંપત્તિને નુકસાન થવાના કિસ્સામાં ઊભી થતી ફાઇનાન્શિયલ જવાબદારી સામે કવર પૂરું પાડે છે.
પર્સનલ એક્સિડેન્ટ કવર
થર્ડ-પાર્ટી પ્રોપર્ટી નુકસાન
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા
આ વ્યાપક કવરનો એક ભાગ છે જે, ખાસ કરીને જો તમારી પાસે પહેલેથી જ વાહન માટે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ છે, તો સ્ટેન્ડઅલોન પૉલિસી તરીકે અલગથી ખરીદી શકાય છે. આ પૉલિસી અકસ્માત અથવા કુદરતી અને માનવસર્જિત આપત્તિઓના પરિણામે તમારા પોતાના વાહનના નુકસાનને કવર કરે છે. તે ચોરી સામે પણ કવર પૂરું પાડે છે જે તમને અપ્રાપ્ય ચોરીના કિસ્સામાં ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ (IDV) પ્રદાન કરે છે.
અકસ્માત
કુદરતી આપત્તિઓ
આગ
ઍડ-ઑનની પસંદગી
ચોરી
આ પૉલિસીની સૌથી વધુ ભલામણ કરવામાં આવે છે અને તમારે નવું વાહન ખરીદતી વખતે તે પસંદ કરવી જોઈએ. તે ત્રણ વર્ષના થર્ડ-પાર્ટી લાયેબિલિટી કવર અને વાર્ષિક રિન્યુ થઈ શકે તેવા ઓન ડેમેજ કમ્પોનન્ટ સાથે આવે છે, જેનાથી તમે લાંબી અવધિ માટે સુરક્ષિત રહી શકો છો. તેમાં વ્યક્તિગત અકસ્માત કવર, ચોરી સામે સુરક્ષા અને વિવિધ ઍડ-ઑન કવર શામેલ છે.
અકસ્માત
કુદરતી આપત્તિઓ
વ્યક્તિગત અકસ્માત
થર્ડ-પાર્ટીની જવાબદારી
ઍડ-ઑનની પસંદગી
ચોરી
વ્યાપક ઇનોવા ક્રિસ્ટા કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા વાહનને અકસ્માત તથા ભૂકંપ, આગ, તોફાન, રમખાણો અને તોડફોડ જેવી કુદરતી અને માનવસર્જિત આપત્તિઓના પરિણામે થતા કોઈપણ નુકસાન સામે આવરી લે છે. હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં તમારો સારવારનો ખર્ચ તેમજ અન્ય ખર્ચ પણ આવરી લેવામાં આવશે. વધુમાં, સંકળાયેલ થર્ડ-પાર્ટી વ્યક્તિ તરફની તમારી આર્થિક જવાબદારીઓ પણ આવરી લેવામાં આવે છે, જે તમને ચોતરફી સુરક્ષા પૂરી પાડે છે.
અકસ્માતો ઘણીવાર અણધાર્યા, અને કેટલીક વાર ટાળી ન શકાય તેવા હોય છે. પરંતુ ઓન ડેમેજ કવર વડે તમે તમારા વાહનને રિપેર કરવાના ખર્ચની સંભાળ લઇ શકો છો.
અચાનક આવી પડતી આપત્તિઓ. ભૂકંપ, પૂર, વાવાઝોડું, આગ, તોડફોડ, રમખાણો વગેરેના પરિણામે તમારી કારને થતા નુકસાન સામે આર્થિક રીતે સુરક્ષિત રહો.
કાર ઇન્શ્યોરન્સ વગર તમારી ઇનોવાની ચોરીના પરિણામે નોંધપાત્ર આર્થિક નુકસાન થઈ શકે છે. જ્યારે ઇન્શ્યોરન્સ હોવાથી તમને વાહનની IDV ચૂકવવામાં આવશે, અને જો તમે રિટર્ન ટૂ ઇનવૉઇસ કવર ધરાવો છો, તો કારની સંપૂર્ણ ઑન-રોડ કિંમત.
અકસ્માતના કિસ્સામાં સારવારના ખર્ચનો બોજ ઘટાડવા માટે, તમામ કાર માલિકો માટે ઓછામાં ઓછા ₹15 લાખનું વ્યક્તિગત અકસ્માત કવર ફરજિયાત છે.
જો તમારાથી થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિને ઈજા અથવા નુકસાન થાય છે, તો આ તમારી આર્થિક જવાબદારીઓ સંભાળી લે છે.
કાર સ્માર્ટ થઈ રહી છે અને સાથે સાથે ઇન્શ્યોરન્સ કંપનીઓ પણ. હવે તમારે ઇન્શ્યોરન્સ કંપનીની ઓફિસે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી. હવે તમે તમારી ટોયોટા ઇનોવા કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન સરળતાથી, તમારા પોતાના ઘરમાંથી, થોડી મિનિટોમાં રિન્યુ કરી શકો છો. કેવી રીતે તે જુઓ:
ઇન્શ્યોરર પસંદ કરતી વખતે, તમારે તેના ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો અને પ્રોસેસ, ગ્રાહકોની સંખ્યા અને તમારા પ્રદેશમાં તેની હાજરી વિશે માહિતગાર રહેવું જોઈએ. ત્યારબાદ જ તમે શ્રેષ્ઠ અનુભવ મળવાની ખાતરી રાખી શકો છો. તમારે શા માટે એચડીએફસી અર્ગો પસંદ કરવું જોઈએ તે અહીં જણાવેલ છે:
અમારા કૅશલેસ ગેરેજની મદદથી, તમારી પોતાની આર્થિક ગોઠવણને જાળવી રાખીને તમારી કારને રિપેર કરાવો. દેશભરમાં 8700 થી વધુ કૅશલેસ ગેરેજ તમને હંમેશા આ સગવડ પૂરી પાડે છે.
અમે કારના 80% થી વધુ ઇન્શ્યોરન્સ ક્લેઇમ તે જ દિવસે પ્રોસેસ કરીએ છીએ. આથી તમારી કારને થયેલ નુકસાન અને તેના રિપેરીંગમાં લાગતા સમય વચ્ચે શક્ય એટલો ઓછો સમય લાગે છે.
અમારી અનન્ય ઓવરનાઇટ રિપેર સર્વિસ દ્વારા અકસ્માતને કારણે થયેલ નાનું નુકસાન એક જ રાતમાં રીપેર કરવામાં આવે છે. બીજી સવારે કાર તમારા ઉપયોગ માટે તૈયાર હોય છે.
તમને બ્રેકડાઉન, ટો વગેરેમાં મદદ કરવા માટે અમારી 24x7 સહાયતા સેવા હાજર છે.