એચડીએફસી અર્ગોએ ભારતીય સ્વતંત્રતાની 75th વર્ષગાંઠની નિમિત્તે ઉજવાતા એક સપ્તાહ- સુધી ચાલનાર "પાક વીમા સપ્તાહ" (અનુક્રમે ખરીફ અને રવી સીઝન માટે)માં ભાગ લીધો હતો, જેને "આઝાદી કા અમૃત મહોત્સવ - India@75" તરીકે ઉજવવામાં આવેલ છે. આ ઉત્સવનું આયોજન ભારત સરકારના નેજા હેઠળના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની વિવિધ પહેલો દ્વારા આપણા ભારતીય ખેડૂતો દ્વારા કરવામાં આવેલ વિકાસ અને આપણા ખેડૂતોને સુરક્ષા પ્રદાન કરવામાં PMFBY ની સફળતાની સ્મૃતિમાં કરવામાં આવ્યું છે.. ઉજવણીના ભાગ રૂપે, અમે PMFBY/RWBCIS હેઠળ સૂચિત મહત્વાકાંક્ષી 10 જિલ્લાઓને લક્ષ્યાંકિત કર્યા છે, જ્યાં ખેડૂતો PMFBY યોજનામાં લગભગ નજીવી કે ઓછી ભાગીદારી ધરાવે છે. PMFBY/RWBCIS યોજના વિશે, આ મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં વ્યાપક જાગૃતિ લાવવા માટે, એચડીએફસી અર્ગોની પહેલ "કિસાન પાઠશાળા" હેઠળ યોજનાના લાભો વિશે ખેડૂતોને શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવવામાં આવી હતી . અમારી ટીમના સભ્યોએ સક્રિય રીતે કોજેન્ટ પેમ્ફલેટ અને બ્રોશરની વહેચણી કરી, જાગૃતિ વર્કશોપનું આયોજન કર્યું અને ડેસ્કટૉપ સહિતની વસ્તુઓથી સજ્જ "ડિજિટલ બસ"નો ઉપયોગ કરીને તાલીમ આપી હતી. એચડીએફસી અર્ગો છોડના રોપાનું વિતરણ કરીને આપણા ખેડૂતો સાથે અસરકારક રીતે જોડાય છે અને આ રીતે પર્યાવરણ જાળવણીના પ્રયત્નો પણ કરે છે. સોશિયલ મીડિયા કૅમ્પેનનો ઉપયોગ નવીન ડિજિટલ સર્જનાત્મક સામગ્રીઓ, ઑડિયો વિઝ્યુઅલ, માહિતીપૂર્ણ પોસ્ટ અને સમર્પિત હૅશ ટૅગ્સ દ્વારા લોકો સુધી પહોંચવા માટે અઠવાડિયા સુધી વ્યાપક રીતે કરવામાં આવ્યો હતો. વધુમાં, આપણા ખેડૂતોના સતત પ્રયત્નોને પ્રોત્સાહિત કરવા માટે, એચડીએફસી અર્ગોએ પાક વીમા સપ્તાહની ઉજવણીમાં ખેડૂતો માટે “પિહુ” વોટ્સએપ ચૅટ બોટ લોન્ચ કરીને તેની ખુશી વ્યક્ત કરી. આ એપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ છે જે ખેડૂતોને તેમની પ્રાદેશિક ભાષાઓમાં PMFBY યોજનાની નોંધણી, તેમની અરજીની સ્થિતિ, દાવાની માહિતી, દાવાની સ્થિતિ વગેરે વિશેની માહિતી મેળવવા માટે તાત્કાલિક સંદેશ સેવા પૂરી પાડે છે.
I. આ સ્કીમ રાજ્ય સરકારો દ્વારા સૂચિત કર્યા મુજબ તમામ ખેડૂતોને તેમના પાક માટે ઇન્શ્યોરન્સ કવરેજ પ્રદાન કરે છે
નિર્દિષ્ટ વિસ્તારોમાં નિર્દિષ્ટ પાક ઉગાડતા ભાગીદારીમાં ખેતી કરનાર અને ભાડુઆત ખેડૂતો સહિત તમામ ખેડૂતો કવરેજ મેળવી શકે છે.
સૂચિત પાક (પાકો) માટે નાણાકીય સંસ્થાઓ (એટલે કે લોન લેનાર ખેડૂતો) પાસેથી સિઝનલ એગ્રીકલ્ચરલ ઓપરેશન્સ (SAO) લોન મેળવતા તમામ ખેડૂતોને ફરજિયાતપણે આવરી લેવામાં આવશે.
સ્કીમની જોગવાઈઓ અનુસાર તમામ લોન લેનારા ખેડૂતો માટે ઇન્શ્યોરન્સ કવરેજ લેવાનો આગ્રહ રાખવો ફરજિયાત છે.
b. વોલન્ટરી કોમ્પોનન્ટ
PMFBY હેઠળ ઇન્શ્યોરન્સ મેળવવા ઇચ્છુક લોનવિહોણા ખેડૂતો માટે કોઈપણ સૂચિત ઇન્શ્યોરન્સ કંપનીમાં કોઈપણ સૂચિત પાક માટે આ સ્કીમ વૈકલ્પિક હશે અને તેઓ કટ-ઓફ તારીખની અંદર નજીકની બેંક બ્રાન્ચ/ PACS/ અધિકૃત ચેનલ પાર્ટનર/ ઇન્શ્યોરન્સ કંપનીના ઇન્શ્યોરન્સ મધ્યસ્થીનો સંપર્ક કરીને, નિયત ફોર્મેટમાં પ્રપોઝલ ફોર્મ સંપૂર્ણપણે ભરી સબમિટ કરી શકે છે અને ઇન્શ્યોરન્સ માટે પ્રસ્તાવિત જમીન/પાકની ખેતીમાં તેના વીમાપાત્ર હિતને લગતા જરૂરી ડૉક્યુમેન્ટ પુરાવા (જેમ કે માલિકી/ ભાડુઆત/ ખેતીના અધિકારો) સાથે બેંક બ્રાન્ચ/ ઇન્શ્યોરન્સ મધ્યસ્થી/ CSC કેન્દ્રોમાં જરૂરી પ્રીમિયમ જમા કરાવી શકે છે.
II. આવરી લેવામાં આવેલા પાક
તમામ પાકો સ્કીમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે જેમ કે ખાદ્ય અને તેલીબિયાં પાકો અને વાર્ષિક કોમર્શિયલ/હોર્ટીકલ્ચરલ પાકો જેના માટે ભૂતકાળનો ઊપજને લગતો ડેટા ઉપલબ્ધ છે.
બારમાસી પાકો ઉપરાંત, એ બારમાસી હોર્ટીકલ્ચરલ પાકો માટે કવરેજ માટે પાયલોટ લઈ શકાય છે જેના માટે ઊપજના અંદાજ માટે પ્રમાણભૂત પદ્ધતિ ઉપલબ્ધ છે.
III. સ્કીમ હેઠળ આવરી લેવામાં આવેલ જોખમો અને એક્સકલુઝન
સંબંધિત રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સરકારના ક્રૉપ ઇન્શ્યોરન્સ અંગેની રાજ્ય સ્તરીય સંકલન સમિતિઓમાં લીધેલા નિર્ણય અનુસાર પાક અને નિર્ધારિત વિસ્તારોના આધારે આ સ્કીમ પસંદ કરેલ વિસ્તારોમાં "એરિયા એપ્રોચ" ના સિદ્ધાંત પર કાર્ય કરે છે જેને ઇન્શ્યોરન્સ યુનિટ કહેવામાં આવે છે. આ એકમો ગામ/ગ્રામ પંચાયતને લાગુ પડતા ઇન્શ્યોરન્સ યુનિટ તરીકે અથવા મુખ્ય પાકો માટેના અન્ય સમકક્ષ એકમ તરીકે સૂચિત કરવામાં આવે છે. અન્ય તમામ પાકો માટે, તે ગામ/ગ્રામ પંચાયતના સ્તરથી ઉપરના કદનું યુનિટ હોઈ શકે છે.
પાકના નીચેના તબક્કાઓ અને પાકને નુકસાન પહોંચાડી શકે તેવા જોખમોને સ્કીમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
a. અટકાવેલ વાવણી/રોપણીનું જોખમ: જો નિર્દિષ્ટ વિસ્તારના મોટાભાગના વીમાકૃત પાકોની વાવણી/રોપણી પ્રતિકૂળ હવામાન, જેમ કે વરસાદની ઘટ અથવા પ્રતિકૂળ મોસમી પરિસ્થિતિઓને કારણે થઈ શકતી નથી, તો વીમાકૃત પાક કે જે વીમાકૃત રકમના મહત્તમ 25% સુધીના વળતરના ક્લેઇમ માટે પાત્ર હશે.
b. ઊભો પાક (સોઇંગ ટુ હાર્વેસ્ટિંગ): અટકાવી ન શકાય તેવા જોખમોને લીધે ઊપજના નુકસાનને આવરી લેવા માટે કોમ્પ્રિહેન્સિવ રિસ્ક ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ છે, જેમ કે દુષ્કાળ, અપૂરતો વરસાદ, પૂર, જળબંબાકારની સ્થિતિ, જીવાતો અને રોગો, ભૂસ્ખલન, કુદરતી આગ અને વીજળી, કરાનો વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, ટાયફૂન, ટેમ્પેસ્ટ, હરિકેન અને ટોર્નેડો.
c.લણણી પછીનું નુકસાન: વાવાઝોડા અને તેને કારણે થયેલ વરસાદ અને કમોસમી વરસાદ જેવા ચોક્કસ પ્રકારના જોખમોને કારણે તે પાકો કે જે લણણી પછી કાપીને ખેતરમાં ફેલાવીને સૂકવવામાં આવે છે તેમના માટે કવરેજ લણણીના મહત્તમ બે અઠવાડિયા સુધી જ ઉપલબ્ધ છે. સમગ્ર દેશમાં વાવાઝોડા અથવા વાવાઝોડા સાથેના વરસાદ / કમોસમી વરસાદને કારણે પાકને કાપણી પછીના નુકસાન અને સ્થાનિક જોખમોને કારણે પાકને થયેલા નુકસાન, માત્ર સૂકવવાનો એકમાત્ર હેતુથી ખેતરમાં પડેલા પાકને 'કાપણી બાદની સૂકવણી'ની સ્થિતિમાં નુકસાન થાય- તો આવા દાવાઓ માટે લણણીના મહત્તમ બે અઠવાડિયા (14 દિવસ) સુધીનો સમયગાળો પણ કવર કરવામાં આવ્યો છે અને નુકસાનનું મૂલ્યાંકન વ્યક્તિગત ખેતરના આધારે કરવામાં આવશે.
d. સ્થાનિક આફતો: નિર્દિષ્ટ વિસ્તારમાં અલગ-અલગ ખેતરોમાં કરા, ભૂસ્ખલન, જળબંબાકારની સ્થિતિ, વાદળ ફાટવું અને વીજળી પડવાને કારણે કુદરતી રીતે આગ લાગવા જેવી ઓળખાયેલ સ્થાનિક આફતોના પરિણામે થયેલ નુકસાન/હાનિ.
નોંધ: યુદ્ધ અને પરમાણુ જોખમો, દ્વેષથી કરવામાં આવેલ નુકસાન અને અન્ય અટકાવી શકાય તેવા જોખમોને કારણે થતા નુકસાનને બાકાત રાખવામાં આવશે.
IV. વિવિધ પાકો માટે લાગુ પડતું ઇન્ડેમ્નિટિ લેવલ
કવરેજ અનુક્રમે 70%, 80% અને 90% ના વિવિધ ઇન્ડેમ્નિટી લેવલ સુધી પ્રદાન કરવામાં આવે છે, જે અનુક્રમે ઉચ્ચ, મધ્યમ અને નીચા જોખમ સ્તર મુજબ, પાકના પ્રકારને આધારે છે અને લાગુ પડતા નિર્દિષ્ટ એકમ મુજબ પાક અને વિસ્તારો માટે સૂચિત છે.
V. પ્રીમિયમ
ખેડૂતો દ્વારા ચૂકવવાપાત્ર મહત્તમ પ્રીમિયમ તમામ ખરીફ અન્ન અને તેલીબિયાંના પાકો માટે 2%, રવિ અન્ન અને તેલીબિયાંના પાકો માટે 1.5% અને વાર્ષિક કોમર્શિયલ/હોર્ટીકલ્ચર પાક માટે 5% અથવા એક્ચ્યુરિયલ પ્રીમિયમ દર, બેમાંથી જે ઓછું હોય તે. પ્રીમિયમ અને ખેડૂતો દ્વારા ચૂકવવાપાત્ર ઇન્શ્યોરન્સ ચાર્જના દર વચ્ચેનો તફાવત કેન્દ્ર અને રાજ્ય દ્વારા સમાનરૂપે વહેંચવામાં આવશે.
VI. ક્લેઇમ સેટલમેન્ટનો આધાર
ક્લેઇમની ચુકવણી એરિયા અપ્રોચના આધારે, નીચે જણાવેલ બાબતોને આધીન કરવામાં આવશે:
અગત્યની નોંધ:
સંબંધિત રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સરકારના ક્રૉપ ઇન્શ્યોરન્સ અંગેની રાજ્ય સ્તરીય સંકલન સમિતિઓમાં લીધેલા નિર્ણય અનુસાર પાક અને નિર્ધારિત વિસ્તારોના આધારે આ સ્કીમ પસંદ કરેલ વિસ્તારોમાં "એરિયા એપ્રોચ" ના સિદ્ધાંત પર કાર્ય કરે છે જેને ઇન્શ્યોરન્સ યુનિટ (IU) કહેવામાં આવે છે. . આ એકમો ગામ/ગ્રામ પંચાયતને લાગુ પડતા ઇન્શ્યોરન્સ યુનિટ તરીકે અથવા મુખ્ય પાકો માટેના અન્ય સમકક્ષ એકમ તરીકે સૂચિત કરવામાં આવે છે. અન્ય તમામ પાકો માટે, તે ગામ/ગ્રામ પંચાયતના સ્તરથી ઉપરના કદનું યુનિટ હોઈ શકે છે.
મુખ્ય ક્લેઇમ્સની ચુકવણી એરિયા એપ્રોચના આધારે કરવામાં આવશે, જે નીચે મુજબ છે: