થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીધારકના વાહન દ્વારા અકસ્માતને કારણે ઉદ્ભવતી થર્ડ પાર્ટીની જવાબદારીઓ માટે કવરેજ પ્રદાન કરે છે. થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટી પ્રોપર્ટી/વ્યક્તિને થયેલા નુકસાનને કવર કરે છે, જેમાં કાયમી અપંગતા અને વ્યક્તિનું મૃત્યુ પણ શામેલ છે. જો કે, થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પોતાના નુકસાનના ખર્ચને કવર કરતું નથી.
1988 ના મોટર વાહન અધિનિયમ મુજબ, થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ફરજિયાત કવર છે, અને તેના વિના ડ્રાઇવિંગ કરવાથી મોટો દંડ થઈ શકે છે. તમારા પોતાના વાહનની સુરક્ષા માટે, તમે સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર ખરીદી શકો છો અથવા અમારી કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ઑલ-રાઉન્ડ સુરક્ષા મેળવી શકો છો જે થર્ડ પાર્ટીની જવાબદારીઓ તેમજ પોતાના નુકસાનને કવર કરે છે.
થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે?
જ્યારે તમે નવી કાર ખરીદો અથવા જો હાલમાં તમારી પાસે કાર હોય, તો તમારે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર પણ ખરીદવું પડશે. એકવાર તમે કવર ખરીદો પછી, તે થર્ડ પાર્ટી સામે તમારી નાણાકીય જવાબદારીઓને કવર કરે છે. જો કોઈ થર્ડ પાર્ટી સાથે અકસ્માત થાય છે જેમાં તમારા સિવાયના કોઈ અન્ય વ્યક્તિને, કોઈપણ નાણાંકીય નુકસાનનો સામનો કરવો પડે, તો થર્ડ પાર્ટી કવર તે વ્યક્તિને થયેલ નુકસાન માટે વળતર આપશે.
કવરેજ નીચેની પરિસ્થિતિઓમાં કામ કરે છે–
• કારને કારણે કોઈ વ્યક્તિને શારીરિક રીતે ઈજા થઈ છે
• તમારી કારને લીધે થતાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિ મૃત્યુ પામે છે
• તમારી કાર થર્ડ પાર્ટીની મિલકતને નુકસાન પહોંચાડે છે
અન્ય વ્યક્તિને ઇજા થઈ છે? અમે થર્ડ પાર્ટી વ્યક્તિ દ્વારા થયેલ ઇજાઓ માટેની તબીબી જરૂરિયાતોને કવર કરીએ છીએ.
થર્ડ પાર્ટી સંપત્તિનું નુકસાન
થર્ડ પાર્ટી વાહન અથવા પ્રોપર્ટી સાથે અથડાયા છો? અમે થર્ડ પાર્ટી પ્રોપર્ટીનું ₹7.5 લાખ સુધીનું નુકસાન કવર કરીએ છીએ.
કરારગત જવાબદારીઓ
શું તમારી કાર સંબંધિત કરાર કરેલ છે? દુર્ભાગ્યે, અમે કોઈપણ કરાર કરેલ લાયબિલિટી (વાહન)ને કવર કરતા નથી.
યુદ્ધ અને પરમાણુ જોખમો
યુદ્ધના કારણે વ્યાપક વિનાશ થાય છે. જો કે, યુદ્ધ અને પરમાણુ જોખમોને કારણે થર્ડ પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિને થયેલા કોઈપણ નુકસાનને કવર કરવામાં આવતું નથી.
ઉપયોગની મર્યાદાઓ
શું કાર રેસિંગ પસંદ છે? તમને જણાવતા ખેદ થાય છે, પરંતુ જો તમારી કાર સ્પીડ ટેસ્ટિંગ, આયોજિત રેસિંગ વગેરેમાં શામેલ હોય તો અમે ક્લેઇમને કવર કરતા નથી.
થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇનની વિશેષતાઓ અને લાભો
સમર્પિત ટીમ સાથે ઝડપી અને સરળ ક્લેઇમ સેટલમેન્ટ પ્રોસેસનો અનુભવ કરો.
પર્સનલ એક્સિડેન્ટ કવર
₹15 લાખ સુધી~*
થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ કરવાથી નોંધપાત્ર ફાઇનાન્શિયલ બોજ આવી શકે છે, જો કોઈ વ્યક્તિ થર્ડ પાર્ટી વ્યક્તિ/પ્રોપર્ટીના નુકસાન માટે જવાબદાર હોય.
મોટર વાહન અધિનિયમ 1988 મુજબ દરેક કાર માલિક પાસે થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી આવશ્યક છે. જો કે, તે માત્ર થર્ડ પાર્ટીની જવાબદારીઓને કવર કરે છે અને તેના પોતાના નુકસાન માટે કવરેજ પ્રદાન કરતું નથી. ચાલો જોઈએ કે કોના માટે થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ આદર્શ છે:
• વાહન માલિકો માટે જેમના વાહનો હંમેશા પાર્ક કરવામાં આવે છે અને ભાગ્યે જ બહાર નીકળે છે.
• વિન્ટેજ કાર સહિત ખૂબ જૂની કારો માટે થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ આદર્શ છે.
થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન કેવી રીતે ખરીદવો/રિન્યૂ કરવો
થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ માટે ક્લેઇમ કરવા માટે અહીં આગળનાં પગલાં આપેલ છે:
પગલું 1: નજીકના પોલીસ સ્ટેશન પર FIR ફાઇલ કરો અને ચાર્જ શીટ લઈ લો. પ્રોપર્ટીના નુકસાનની સ્થિતિમાં, તમારે FIR ફાઇલ કરવાની રહેશે અને તેની કૉપી સાથે ગુનેગાર સામે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જ શીટની કૉપી મેળવવાની રહેશે.
પગલું 3: કારના માલિક સામે પોલીસ દ્વારા ફાઇલ કરેલી ચાર્જ શીટની કૉપી લો.
પગલું 4: મોટર અકસ્માત ક્લેઇમ ટ્રિબ્યુનલમાં વળતર માટે ક્લેઇમનો કેસ દાખલ કરો. અકસ્માત થયો હોય અથવા ક્લેઇમ કરનાર વ્યક્તિ જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારના ટ્રિબ્યુનલ કોર્ટમાં ક્લેઇમ દાખલ કરવાનો રહેશે.
થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ના ફાયદા અને નુકસાન
ફાયદા
ગેરફાયદાઓ
તે વ્યાજબી છે.
તે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી કરતાં ઓછી કિંમત ધરાવે છે પરંતુ
માત્ર થર્ડ પાર્ટીના નુકસાન માટે કવરેજ પ્રદાન કરે છે.
થર્ડ પાર્ટીના મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં અને થર્ડ-પાર્ટીની સંપત્તિ અથવા
જો તમે થર્ડ પાર્ટી કાર ઇન્સ્યોરન્સ સાથે વાહન ચલાવશો તો,
તમારી સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં.
જો તમારી કાર ચોરાઈ જાય અથવા આગને કારણે બળી જાય
તો તમને આ કવરમાં કોઈ કવરેજ મળશે નહીં.
તમારા થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો
તમારું થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI) દ્વારા નક્કી કરવામાં આવે છે. જો કે, તે નીચેના પરિબળો પર આધારિત છે –
1
તમારી કારની એન્જિન ક્ષમતા
3rd પાર્ટી ઇન્શ્યોરન્સ કવરેજનું પ્રીમિયમ તમારી કારની એન્જિન ક્ષમતા પર આધારિત છે. જો તમારી કારની એન્જિન ક્ષમતા 1000cc સુધીની હોય તો તે ₹2094 થી શરૂ થાય છે. ઉચ્ચ એન્જિન ક્ષમતાઓ માટે, પ્રીમિયમમાં વધારો થાય છે. તેથી, જેટલી તમારી કારની એન્જિનની ક્ષમતા વધુ, તેટલું તમારે પ્રીમિયમ વધારે ચૂકવવું પડશે.
2
પૉલિસીની મુદત
જો તમે નવી નક્કોર કાર ખરીદો છો, તો તમારે ત્રણ વર્ષના ફરજિયાત સમયગાળા માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર ખરીદવું પડશે. આ લાંબા ગાળાના કવરેજનો અર્થ વધુ પ્રીમિયમ થાય કારણ કે તમારે આગામી ત્રણ વર્ષ માટે એકસામટી રકમમાં પ્રીમિયમ ચૂકવવું પડશે.
3
IRDAI રિવ્યૂ
IRDAI થર્ડ પાર્ટી પ્રીમિયમને દર વર્ષે રિવ્યૂ કરે છે. દરેક રિવ્યૂ પછી, પ્રીમિયમમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે. તેથી, તમારું પ્રીમિયમ IRDAI દ્વારા નિર્ધારિત નવીનતમ સુધારેલા પ્રીમિયમ પર આધારિત રહેશે.
થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરો
એચડીએફસી અર્ગો એક ઑનલાઇન પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર પ્રદાન કરે છે જે તમને માત્ર એક ક્લિકમાં તમારી થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે પ્રીમિયમની ગણતરી કરવામાં મદદ કરે છે. તેથી, કૅલ્ક્યૂલેટર ખોલો, તમારી કારની એન્જિન ક્ષમતા પ્રદાન કરો અને તમારે ચૂકવવાના થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરો. બસ! આ એકદમ સરળ છે
કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ વ્યક્તિ ખૂબ જ વિનમ્ર અને મૃદુ-ભાષી હતા. તમારી ટીમના સભ્યો નોંધપાત્ર વૉઇસ મૉડ્યુલેશન સાથે પરફેક્ટ ટેલિફોન એટિક્વેટ ધરાવે છે.
મનીષ જૉલી
પ્રાઇવેટ કાર કોમ્પ્રિહેન્સિવ પૉલિસી
25 ફેબ્રુઆરી 2024
ગુડ઼ગાંવ
મને મારી સમસ્યા માટે ઝડપી ઉકેલ મળ્યો હતો. તમારી ટીમ ઝડપી સેવા પ્રદાન કરે છે, અને હું મારા મિત્રોને તેની ભલામણ કરીશ.
બેલિંદા જે મથિયાસ
પ્રાઇવેટ કાર કોમ્પ્રિહેન્સિવ પૉલિસી
23 ફેબ્રુઆરી 2024
નૉર્થ ગોવા
એચડીએફસી અર્ગો શ્રેષ્ઠ સર્વિસ પ્રદાન કરે છે. તમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ તરત, ઝડપી અને વ્યવસ્થિત સર્વિસ પ્રદાન કરે છે. તમારી સર્વિસ સુધારો કરવાની જરૂર નથી. તેઓ બધી રીતે યોગ્ય છે.
ઓમકારસિંગ દેવચંદ ધવલિયા
પ્રાઇવેટ કાર પૅકેજ પૉલિસી બંડલ્ડ
19 ફેબ્રુઆરી 2024
જાલના
તમારી કસ્ટમર કેર ટીમે પ્રશ્નનું નિરાકરણ તરત જ કર્યું છે અને જે મને મારા ક્લેઇમને અવરોધ વગર રજિસ્ટર કરવામાં મદદ કરી શકે છે. ક્લેઇમ રજિસ્ટર કરવામાં માત્ર થોડી મિનિટો લાગી, અને તે અવરોધ વગર થયું હતું.
ચંદ્રશેખર
પ્રાઇવેટ કાર પૅકેજ પૉલિસી બંડલ્ડ
03 ફેબ્રુઆરી 2024
ઉડુપી
હું એચડીએફસી અર્ગો ક્લેઇમ ટીમનો તેમના મૂલ્યવાન સપોર્ટ બદલ આભાર માનું છું અને સર્વેક્ષક દ્વારા પ્રદાન કરવામાં આવેલા ઉત્કૃષ્ટ સપોર્ટની પ્રશંસા કરું છું.
પ્રત્યુષ કુમાર
પ્રાઇવેટ કાર પૅકેજ પૉલિસી બંડલ્ડ
18 નવેમ્બર 2023
કર્ણાટક
મને ફ્લેટ ટાયર માટે રોડસાઇડ સુરક્ષા સહાય માટે એચડીએફસી અર્ગો ટીમ તરફથી ઝડપી પ્રતિસાદ મળ્યો છે. હું આ બાબતે ઝડપી પ્રતિસાદ સાથે મદદ કરનાર દરેકની પ્રશંસા કરું છું.
ચંદ્રશેખર રવિ પ્રસાદ
પ્રાઇવેટ કાર પૅકેજ પૉલિસી બંડલ્ડ
1 નવેમ્બર 2023
તામિલનાડુ
તમારા કસ્ટમર એક્ઝિક્યુટિવ અદ્ભુત - અને જાણકાર હતા. હું તમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવની ધીરજ અને વિનમ્ર પ્રકૃતિની પ્રશંસા કરું છું. મેં દુબઈમાં સ્વિસ કંપનીના CEO તરીકે 20 વર્ષ સહિત માર્કેટિંગમાં 50 વર્ષ કામ કર્યા પછી તાજેતરમાં નિવૃત્તિ લીધી છે. હું કહી શકું છું કે મારી પાસે એચડીએફસી અર્ગોનો શ્રેષ્ઠ કસ્ટમર સર્વિસનો અનુભવ છે. ભગવાન એચડીએફસી અર્ગોને આશીર્વાદ આપે!
કૃષ્ણા મોહન નોરી
પ્રાઇવેટ કાર લાયેબિલિટી ઓન્લી
02 ઓગસ્ટ 2023
તેલંગાણા
તમારી સેવાઓ અદ્ભુત છે, અને તમારી ટીમ જવાબ આપવા અને માર્ગદર્શન આપવામાં શ્રેષ્ઠ છે. હું તમારી સેવાઓથી સંતુષ્ટ છું અને ભવિષ્યમાં પણ તેની અપેક્ષા કરી રહ્યો છું. આભાર.
29 ઑગસ્ટ, 2018 ના રોજ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય (MoRTH) દ્વારા જારી કરાયેલ ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ, જો કોઈ વ્યક્તિ નવું વાહન ખરીદે તો તેમણે ત્રણ વર્ષનું બંડલ્ડ થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ખરીદવું ફરજિયાત છે. જો કે, હાલના કાર માલિકો માત્ર એક વર્ષની માન્યતા ધરાવતા થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર ખરીદી શકે છે. મોટર થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર માટેના બેઝ પ્રીમિયમ દરો 1,000 cc થી ઓછી ક્ષમતાની ખાનગી કારો માટે ₹2,094, (1000-1500 cc વચ્ચેની ક્ષમતાની) કાર માટે ₹3,416 અને 1500 cc થી વધુ ક્ષમતાની કાર માટે ₹7,897 પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.
જે વ્યક્તિ (ઇન્શ્યોર્ડ) ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદે છે તેને ફર્સ્ટ પાર્ટી કહેવામાં આવે છે. ઇન્શ્યોરન્સ કંપની જે ઇન્શ્યોરન્સ આપે છે તેને સેકન્ડ પાર્ટી કહેવામાં આવે છે. રસ્તા પર કાર ચલાવતી વખતે કોઈપણ વ્યક્તિ/વાહન/સંપત્તિને નુકસાન થાય છે/ઈજા થાય છે તેને થર્ડ પાર્ટી કહેવામાં આવે છે.
થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા પૉલિસીધારકની કાનૂની જવાબદારીઓ કવર થાય છે. જો ઇન્શ્યોરન્સ ધારક વ્યક્તિના વાહનના અકસ્માતને લીધે કોઈપણ થર્ડ પાર્ટી વ્યક્તિનું મૃત્યુ થાય કે તેમને વિકલાંગતા આવે અથવા થર્ડ પાર્ટીની પ્રોપર્ટીનું નુકસાન થાય, તો આવી પરિસ્થિતિમાં ઇન્શ્યોરન્સ કંપની ફાઇનાન્શિયલ બોજ વહન કરે છે.
થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ તમારી કાનૂની જવાબદારીઓને, જો કોઈ હોય, તો કવર કરે છે, કારણ કે તે તમારા ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનના જાહેર જગ્યાએ ઉપયોગ અથવા ઇન્શ્યોરન્સ ધારક વ્યક્તિના વાહન સાથે સંકળાયેલ વ્યક્તિને કારણે થતા કે ઉદ્ભવતા થર્ડ પાર્ટીના નુકસાન, તેમને થયેલ ઈજા અથવા મૃત્યુ કે તેમની પ્રોપર્ટીના નુકસાન સામે તમારા વાહનને સુરક્ષિત કરે છે. મોટર વાહન અધિનિયમ 1988 માં નિર્ધારિત મુજબ, તમામ મોટર ચાલકો પાસે જાહેર રસ્તાઓ પર વાહન ચલાવતા પહેલાં આ કવર હોવું જરૂરી છે. થર્ડ પાર્ટી વાહનના નુકસાન, પ્રોપર્ટીના નુકસાન, શારીરિક ઈજાઓ, વિકલાંગતા અને મૃત્યુને કારણે કોઈપણ અણધારી જવાબદારીઓ અથવા થયેલ નુકસાન સામે વાહનના માલિકને સુરક્ષિત કરવા માટે આ કાનૂની મોટર કરાર છે. થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર તમારા પોતાના વાહનને થયેલા નુકસાન, જો કોઈ હોય, તો તેના માટે કોઈ કવરેજ પ્રદાન કરતું નથી. મોટર વાહન અધિનિયમ 1988 માં નિર્ધારિત અનુસાર, થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ફરજિયાત કવર છે, અને કાયદાકીય ગૂંચવણોને ટાળવા માટે તમામ મોટર ચાલકોને અન્ય લોકો અથવા પ્રોપર્ટીની જવાબદારી સામે ઇન્શ્યોરન્સ લેવું આવશ્યક છે. કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ત્રણ પક્ષ શામેલ હોય છે - પ્રથમ પક્ષ અથવા કાર માલિક જે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદે છે. બીજો પક્ષ અથવા મોટર ઇન્શ્યોરન્સ કંપની, જે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમના બદલામાં નાણાંકીય સહાય પ્રદાન કરે છે. ત્રીજો પક્ષ કે થર્ડ પાર્ટી એટલે કોઈપણ અન્ય વ્યક્તિ જેમને પૉલિસીધારકની કાર દ્વારા અકસ્માતમાં ઈજા થઈ શકે છે અથવા જેમની પ્રોપર્ટીને નુકસાન થઈ શકે છે. તેથી, થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીધારકની કાર દ્વારા ઉદ્ભવતી થર્ડ પાર્ટીની જવાબદારીઓને કવર કરે છે. થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમે ₹15 લાખનું વ્યક્તિગત અકસ્માત કવર પણ ખરીદી શકો છો.
ના, માત્ર થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવરેજ પૂરતું નથી. મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ, થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ સાથે, પર્સનલ એક્સિડેન્ટ કવર પણ ફરજિયાત છે. તેથી, એચડીએફસી અર્ગોની થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં માલિક અથવા ડ્રાઇવરની ઈજા અથવા દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ માટે પર્સનલ એક્સિડેન્ટ કવરનો સમાવેશ થાય છે.
તમારા વાહન માટે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી એ સમજદારીભર્યું છે, કારણ કે તે પોતાના નુકસાન અને થર્ડ પાર્ટીની જવાબદારીઓ માટે કવરેજ પ્રદાન કરશે. થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ સાથે, તમને માત્ર થર્ડ પાર્ટી વ્યક્તિ/પ્રોપર્ટીના નુકસાન માટે કવર કરવામાં આવે છે.
થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ સાથે, તમને થર્ડ-પાર્ટી વ્યક્તિ/પ્રોપર્ટીના નુકસાનની કાનૂની જવાબદારી માટે કવરેજ મળે છે. તે ઇન્શ્યોરન્સ ધારક વ્યક્તિના વાહનને કારણે થર્ડ પાર્ટીને ઈજા થવાના કિસ્સામાં અથવા વ્યક્તિની મૃત્યુ થવાના કિસ્સામાં પણ તે પૉલિસીધારકને સુરક્ષિત કરે છે.
ના, તમે થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ કવરેજ ખરીદવાનું છોડી શકતા નથી. મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ આ ફરજિયાત જરૂરિયાત છે. કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં પણ, થર્ડ પાર્ટીની જવાબદારી શામેલ હોય છે.
અકસ્માત પછી, તમારે 36-48 કલાકની અંદર ઇન્શ્યોરન્સ કંપનીને સૂચિત કરવાની જરૂર છે. તમે તેને ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કર્યા પછી નિરીક્ષણ અને સેટલમેન્ટ પ્રોસેસ શરૂ થાય છે. એચડીએફસી અર્ગો પર, અમે તમને 100% પેપરલેસ ક્લેઇમ પ્રોસેસિંગ ઑફર કરીએ છીએ.
દરેક ચલિત સંપત્તિમાં દૈનિક ઘસારો થતો હોય જેના કારણે તેનું મૂલ્ય સમય જતાં ઘટે છે. ઝીરો ડેપ્રિશિયેશન કવર એક એવું ઍડ-ઑન છે જે તમારા ફોર વ્હીલરના આવા ડેપ્રિશિયેશન સામે ઇન્શ્યોરન્સ આપે છે.
થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં વિવિધ ઍડ-ઑન શામેલ ન હોવાથી, તમે તમારા થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ હેઠળ ઝીરો ડેપ્રિશિયેશન કવર મેળવી શકતા નથી.
ઇન્શ્યોરન્સ કંપની ક્લેઇમનો નાનો ભાગ, કે જે પૉલિસીધારકે વહન કરવો પડશે, તેના સિવાયનો મોટાભાગના ક્લેઇમનું વહન કરે છે. આ રકમને કપાતપાત્ર કહેવામાં આવે છે. પરંતુ થર્ડ પાર્ટી કાર ઇન્સ્યોરન્સના કિસ્સામાં, કસ્ટમરના ફોર વ્હીલરનું નુકસાન પૉલિસીમાં સામેલ ન હોવાથી તેમાં કોઈ કપાતપાત્ર નથી.
જો અકસ્માતના સમયે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા કોઈ અન્ય વ્યક્તિ તમારી કારને ચલાવી રહ્યા હોય, તો ઇન્શ્યોરન્સ કંપની થર્ડ પાર્ટી પ્રોપર્ટી/નુકસાનને કવર કરશે.