હોન્ડા ઍક્ટિવા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ
વાર્ષિક પ્રીમિયમ માત્ર ₹538 થી શરૂ*

વાર્ષિક પ્રીમિયમ શરૂ થાય છે

માત્ર ₹538 માં*
7400+ કૅશલેસ નેટવર્ક ગેરેજ ^

2000+ કૅશલેસ

ગેરેજનું નેટવર્ક**
ઈમર્જન્સી રોડસાઇડ આસિસ્ટન્સ

ઈમર્જન્સી રોડસાઇડ

સહાયતા
4.4 કસ્ટમર રેટિંગ ^

4.4

કસ્ટમર રેટિંગ
હોમ / ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ / હોન્ડા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ / હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સ

હોન્ડા ઍક્ટિવા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ

હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સ

હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સ એ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીનો એક પ્રકાર છે, જે હોન્ડા ઍક્ટિવા સ્કૂટર ધરાવતા દરેક વ્યક્તિ માટે જરૂરી છે, કારણ કે તે અણધારી પરિસ્થિતિઓને કારણે સ્કૂટરના નુકસાન માટે કવરેજ પ્રદાન કરશે. મોટર કાયદાઓનું પાલન કરવા માટે, તમારે તમારી બાઇક માટે સક્ષમ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ જાળવવો પડશે. હોન્ડા ઍક્ટિવા 1999 માં અગાઉની સદીના અંતમાં ભારતીય બજારમાં પ્રવેશ્યુ હતું, જે સ્ટાન્ડર્ડ ભારતીય ઘરે માટે એક નવી સદીની ભેટ બની ગયું. તે ખૂબ ઝડપી હિટ બની ગયું, જેનો ઉપયોગ દર ત્રીજા ભારતીય માટે રોજિંદી મુસાફરી માટે કરવામાં આવે છે. સરળ ઍક્સેસિબિલિટી, સ્ટાઇલિશ યુનિસેક્સ ડિઝાઇન, સુવિધા અને ખિસ્સાને અનુકુળ તેની સફળતા અને લોકપ્રિયતા માટેના કેટલાક મુખ્ય કારણો છે. જો તમારી પાસે તે છે, તો સંપૂર્ણ જાળવણી અને સુરક્ષાની ખાતરી કરવી તમારી જવાબદારી છે જેથી તમે સરળ રાઇડનો આનંદ માણી શકો.

હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સની વિશેષતાઓ

હોન્ડા ઍક્ટિવા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની કેટલીક વિશેષતાઓ નીચે સૂચિબદ્ધ છે:

વિશેષતા વર્ણન
થર્ડ-પાર્ટીનું નુકસાનહોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સ ઇન્શ્યોરન્સ ધરાવતા વાહન સાથે અકસ્માતમાં શામેલ કોઈપણ થર્ડ પાર્ટીને પ્રોપર્ટીના નુકસાન અને ઈજાઓ માટેની ફાઇનાન્શિયલ જવાબદારીને કવર કરે છે.
ઓન ડેમેજ કવરઆ પૉલિસી અકસ્માત, આગ, ચોરી અને કુદરતી આફત દ્વારા ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનને થયેલા નુકસાન માટે ચુકવણી કરે છે
નો ક્લેઇમ બોનસતમે પૉલિસીના સમયગાળા દરમિયાન ક્લેઇમ કરવાનું ટાળીને રિન્યૂઅલ દરમિયાન તમારા હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર અડધા સુધીની બચત કરી શકો છો.
AI-આધારિત ક્લેઇમ સહાયતાતમારા હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સના ક્લેઇમ પ્રોસેસિંગ માટે AI-સક્ષમ ટૂલ આઇડિયા કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટની સંપૂર્ણ પ્રોસેસને સરળ બનાવવામાં મદદ કરે છે.
કૅશલેસ ગેરેજતમે એચડીએફસી અર્ગો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ સાથે 2000+ થી વધુ કૅશલેસ ગેરેજ પર મફત રિપેર અને રિપ્લેસમેન્ટ સર્વિસ ઍક્સેસ કરી શકો છો.
રાઇડરજો તમે એચડીએફસી અર્ગો દ્વારા હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સ ખરીદો છો, તો તમે ઝીરો ડેપ્રિશિયેશન, રિટર્ન ટુ ઇનવૉઇસ વગેરે જેવા 8+ ઍડ-ઑન સાથે કવરેજ સ્કોપને વિસ્તૃત કરી શકો છો.

હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સના લાભો

હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સ હોવાના લાભોમાં આ શામેલ છે:

લાભો વર્ણન
સંપૂર્ણ કવરેજહોન્ડા ઍક્ટિવા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ તમારી કારને નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવતી લગભગ તમામ ઘટનાઓને કવર કરે છે.
કાનૂની શુલ્કજો કોઈ તમારા વાહન સાથે સંકળાયેલ અકસ્માત માટે તમારી સામે કાયદાકીય દાવો દાખલ કરે તો આ પૉલિસીમાં થયેલા કાનૂની ખર્ચને કવર કરવામાં આવે છે.
કાયદાનું અનુપાલનહોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સમાં થર્ડ-પાર્ટી કવર કાયદા દ્વારા ફરજિયાત હોવાથી તમે દંડથી બચી શકો છો.
ફ્લેક્સિબલ તમે નો ક્લેઇમ બોનસ પ્રોટેક્શન, એન્જિન પ્રોટેક્શન કવર, રોડસાઇડ આસિસ્ટન્સ વગેરે જેવા યોગ્ય રાઇડર પસંદ કરીને કવરેજના સ્કોપમાં વધારો કરી શકો છો.
કૅશલેસ ક્લેઇમએચડીએફસી અર્ગોના 2000+ અધિકૃત ગેરેજના વ્યાપક નેટવર્ક સાથે, તમે અગાઉથી ચુકવણી કર્યા વિના તમારા હોન્ડા ઍક્ટિવાને રિપેર કરાવી શકો છો.

લોકપ્રિય હોન્ડા ઍક્ટિવા બાઇક વેરિયન્ટ્સ

હોન્ડા ઍક્ટિવા એ ભારતનું સૌથી વધુ વેચાતું સ્કૂટર છે, જેમાં 109.51cc નું સિંગલ સિલિન્ડર ફ્યૂઅલ ઇન્જેક્ટેડ એન્જિન છે, તેમજ 7.79PS અને 8.84Nm પેદા કરે છે. હોન્ડા ઍક્ટિવાનું લેટેસ્ટ વર્ઝન 6G છે. ઍક્ટિવા 5G ની સામે હોન્ડા ઍક્ટિવા 6G માં સૌથી નોંધપાત્ર ફેરફારોમાં ટેલિસ્કોપિક ફોર્ક અને 12 ઇંચનું મોટું ફ્રન્ટ વ્હીલ છે. ભારતમાં હોન્ડા ઍક્ટિવા 6G ની કિંમત ₹76, 234 થી શરૂ થઈને ₹82,734 સુધી જાય છે. હોન્ડા ઍક્ટિવા 6G માં 5 વેરિયન્ટ આવે છે. ચાલો, નીચે આપેલ ટેબલમાં તમામ વેરિયન્ટ પર નજર નાખીએ.

હોન્ડા ઍક્ટિવા 6G કિંમત (એક્સ-શોરૂમ)
હોન્ડા ઍક્ટિવા 6G STD ₹ 76,234
હોન્ડા ઍક્ટિવા 6G DLX ₹ 78,734
હોન્ડા ઍક્ટિવા 6G DLX લિમિટેડ એડિશન ₹ 80,734
હોન્ડા ઍક્ટિવા 6G H-સ્માર્ટ ₹ 82,234
હોન્ડા ઍક્ટિવા 6G સ્માર્ટ લિમિટેડ એડિશન ₹ 82,734

હોન્ડા ઍક્ટિવા - ઓવરવ્યૂ અને USP


હોન્ડા ઍક્ટિવા 6G ને ઍક્ટિવા 125 ની જેમ સ્ટાઇલ પ્રદાન કરવામાં આવી છે. LED હેડલાઇટ માત્ર ડિલક્સ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. ઍક્ટિવા એચ-સ્માર્ટ વેરિયન્ટમાં એક સ્માર્ટ કી મળે છે, જેમાં વિવિધ સુવિધાઓ જેમ કે ઑટોમેટિક લૉક/અનલૉક, એન્જિન ઇમ્મોબિલાઇઝર અને કીલેસ સ્ટાર્ટ મળે છે. એચ-સ્માર્ટ વેરિયન્ટ OBD-2 નિયમોના અનુપાલન સાથે આવે છે. લેટેસ્ટ 6G ઍક્ટિવા એન્જિન વિશે કહીએ તો એ 109.51cc નું સિંગલ સિલિન્ડર ધરાવે છે, જેને 7.79PS અને 8.84Nm પેદા કરવા માટે ટ્યૂન કરેલ છે. તેમાં ACG સ્ટાર્ટર (સાઇલેન્ટ સ્ટાર્ટર) અને એન્જિન કિલ સ્વિચ પણ મળે છે. ચાલો, આપણે હોન્ડા ઍક્ટિવાની કેટલીક USP પર એક નજર કરીએ:

1
બજેટ
હાઇ-ક્લાસ પરફોર્મન્સ, સુવિધાજનક રાઇડિંગ, ક્લાસી ડિઝાઇન અને હોન્ડા ઍક્ટિવાની લેટેસ્ટ સુવિધાઓ હોવા છતાં, તે બજેટ-ફ્રેન્ડલી સ્કૂટર છે. તેની કિંમત સામાન્ય રીતે ₹76,000 થી લઈને ₹83,000 સુધીની રેન્જમાં છે. આ કિંમતોના માળખાને કારણે તેને ભારતમાં સૌથી વધુ વેચાતું ટૂ-વ્હીલર બનવામાં મદદ મળી છે.
2
માઇલેજ
હોન્ડા ઍક્ટિવાની સફળતાનું એક મુખ્ય કારણ તેની શ્રેષ્ઠ માઇલેજ છે. વધતા ઇંધણ ખર્ચ સાથે, રાઇડર હંમેશા પરિવહનના ઇંધણ-કાર્યક્ષમ માધ્યમો શોધતા હોય છે. ઍક્ટિવાની સરેરાશ માઇલેજ 60 કિ.મી. પ્રતિ લિટર છે.
3
સસ્પેન્શન 
એવા શહેરોમાં જ્યાં રસ્તાઓ પર ભરપૂર ખાડાઓ અને અસંખ્ય તિરાડો હોય, ત્યાં સુરક્ષિત ડ્રાઇવિંગ અનુભવ માટે એક સર્વોત્તમ સસ્પેન્શન સિસ્ટમ હોવી જરૂરી છે. આ સમસ્યાનો સામનો કરવા માટે ઍક્ટિવા સ્કૂટર એક અનન્ય સસ્પેન્શન સિસ્ટમ ધરાવે છે.
4
રાઇડની ક્વૉલિટી
હોન્ડા ઍક્ટિવાની રાઇડ ક્વૉલિટી તેનો એક બેસ્ટ યુનિક સેલિંગ પૉઇન્ટ છે. ઍક્ટિવા 6G એ મોટા ફ્રન્ટ વ્હીલ અને બહેતર સસ્પેન્શન સિસ્ટમ સાથે વધુ ઝડપે વધુ સ્ટેબલ અનુભૂતિ પ્રદાન કરે છે. ઍક્ટિવા સ્કૂટરમાં ફ્યૂઅલ ઇન્જેક્શન સિસ્ટમ એન્જિનને વધુ જીવંત, સરળ અને વધુ અનુકૂળ કરે છે. વધુમાં, ટ્યૂન કરેલ એન્જિન પરફોર્મન્સને કારણે આ સ્કૂટર ટોચની ઝડપે પણ ખોટકાશે નહીં.
5
સ્ટાઇલિંગ
જો કોઈ વ્યક્તિ હોન્ડા ઍક્ટિવા 6G પસંદ કરે, તો તેમને ઍક્ટિવા 125 ડિઝાઇન જેવા બોલ્ડર લુક સાથે સ્કૂટર મળશે.
6
સુરક્ષા
આધુનિક સમયના હોન્ડા ઍક્ટિવા સ્કૂટર બ્રેકિંગની ઉન્નત કાર્યક્ષમતા માટે આગળ અને પાછળ CBS (કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ) ધરાવે છે. આને કારણે, સ્કિડિંગની સંભાવનાઓ ઓછી થઈ જાય છે. હોન્ડા ઍક્ટિવા 6G એક એન્જિન કિલ સ્વિચ ધરાવે છે, જે ઇલેક્ટ્રિક સ્ટાર્ટર તરીકે પણ કાર્ય કરે છે.

હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સ પૉલિસીની જરૂર

જો તમારી પાસે કોઈ ઍક્ટિવા હોય અથવા ખરીદવાનો પ્લાન હોય, તો તમારે સુનિશ્ચિત કરવું જોઈએ કે તમારું વાહન હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સ ધરાવે. બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી પૂર, ચોરી, ભૂકંપ વગેરે જેવા ઇન્શ્યોરન્સમાં કવર થતા જોખમને કારણે તમારા વાહનને થતા નુકસાન માટે તમારા ખર્ચને સુરક્ષિત કરશે. ચાલો, ઍક્ટિવા ઇન્શ્યોરન્સ ખરીદવાના કેટલાક કારણો જોઈએ

• કાનૂની જરૂરિયાતો – મોટર વાહન અધિનિયમ 1988 મુજબ, દરેક વાહન માલિક પાસે મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીનું થર્ડ પાર્ટી કવર હોવું ફરજિયાત છે. તેથી, દરેક ઍક્ટિવા માલિક પાસે ઓછામાં ઓછી થર્ડ પાર્ટી ઍક્ટિવા ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી આવશ્યક છે.

• વાહનના નુકસાન માટે કવરેજ – જો તમે સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર અથવા કોમ્પ્રિહેન્સિવ કવર પસંદ કરો છો, તો તમને ઇન્શ્યોરેબલ જોખમને કારણે તમારા વાહનને થયેલા કોઈપણ નુકસાન માટે કવરેજ મળશે. આ ઉપરાંત, તમે નો ક્લેઇમ બોનસ પ્રોટેક્શન, ઝીરો ડેપ્રિશિયેશન, ઇમરજન્સી આસિસ્ટન્સ વગેરે જેવા ઍડ-ઑન કવર પણ પસંદ કરી શકો છો.

• થર્ડ પાર્ટી લાયબિલિટી – હોન્ડા ઍક્ટિવા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમને ઇન્શ્યોર્ડ વ્યક્તિના વાહનને સંકળાયેલ ઘટનામાં થર્ડ પાર્ટી વ્યક્તિ/સંપત્તિને થયેલા કોઈપણ નુકસાન માટે પણ કવરેજ મળશે. 

એચડીએફસી અર્ગોના હોન્ડા ઍક્ટિવા બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનના પ્રકારો

હોન્ડા ઍક્ટિવા જેવું સ્કૂટર પારિવારિક ઉપયોગ માટે ઉત્તમ છે અને પ્રભાવશાળી માઇલેજ આપે છે, જેને કારણે તમે ભારતીય રસ્તાઓ પર ભારે ટ્રાફિક હોવા છતાં ઇંધણ અને નાણાંની બચત સાથે સમયસર તમારા ડેસ્ટિનેશન પર પહોંચી શકો છો. પરંતુ તમારું મનપસંદ સ્કૂટર ખરીદવું એટલું જ પૂરતું નથી, તમારે તેને હોન્ડા ઍક્ટિવા ટૂ વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદીને સુરક્ષિત પણ રાખવું પડશે. થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી કાયદાકીય રીતે ફરજિયાત છે, પરંતુ નિષ્ણાતો દ્વારા કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાની ભલામણ કરવામાં આવે છે, કારણ કે તે કેટલાક સંભવિત જોખમો સામે વ્યાપક કવરેજ પૂરું પાડે છે. અકસ્માત અથવા ચોરી જેવી કમનસીબ ઘટનાના કિસ્સામાં, તમારી બચતને સુરક્ષિત કરવા માટે એચડીએફસી અર્ગો વિવિધ પ્રકારના પ્લાન ઑફર કરે છે. પ્રસ્તુત છે તમારા માટે વિકલ્પો:

જો તમે તમારી પોતાની બાઇક તેમજ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા પ્રોપર્ટીના નુકસાન સામે ઑલ-રાઉન્ડ સુરક્ષા ઈચ્છો છો, તો આ તમારા માટે આદર્શ પૅકેજ છે. તમે એક, બે અથવા ત્રણ વર્ષ માટે કવર કરવાનું પસંદ કરી શકો છો. જોકે, જો તમે દર વર્ષે રિન્યુઅલ કરવાના ઝંઝટને ટાળવા માંગો છો, તો અમે તમને ત્રણ વર્ષ સુધી તમારા હોન્ડા ઍક્ટિવને સુરક્ષિત કરવાની ભલામણ કરીએ છીએ. આ પૉલિસીનો અન્ય વધારાનો લાભ એ છે કે તમે વધારેલા કવરેજ માટે ઍડ-ઑન્સ સાથે તમારા હોન્ડા ઍક્ટિવ બાઇક ઇન્શ્યોરન્સને કસ્ટમાઇઝ કરી શકો છો.

X
ઑલ-રાઉન્ડેડ સુરક્ષા ઈચ્છતા બાઇક પ્રેમીઓ માટે યોગ્ય, આ પ્લાન કવર કરે છે:
બાઇક અકસ્માત

અકસ્માત, ચોરી, આગ વગેરે.

પર્સનલ એક્સિડેન્ટ કવર

કુદરતી આપત્તિઓ

થર્ડ-પાર્ટીની જવાબદારી

ઍડ-ઑનની પસંદગી

વધુ જાણો

આ એક મૂળભૂત પ્રકારનો ઇન્શ્યોરન્સ છે જે તમને થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા પ્રોપર્ટીને થયેલા નુકસાન, ઈજા, અપંગતા અથવા ક્ષતિને કારણે ઉદ્ભવતી કોઈપણ જવાબદારી સામે ફાઇનાન્શિયલ સુરક્ષા પ્રદાન કરે છે. આ ભારતીય રસ્તાઓ પર ડ્રાઇવ કરવાની ફરજિયાત આવશ્યકતા છે અને જો તમને માન્ય હોન્ડા ઍક્ટિવાથર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ વગર પકડવામાં આવે છે, તો તમે ₹2000નું દંડ ચૂકવવા માટે તૈયાર રહો.

X
ક્યારેક જ બાઇકનો ઉપયોગ કરનાર લોકો માટે યોગ્ય, આ પ્લાન કવર કરે છે:

પર્સનલ એક્સિડેન્ટ કવર

થર્ડ-પાર્ટી પ્રોપર્ટી નુકસાન

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા

અકસ્માત, ચોરી અથવા આપત્તિઓ - કુદરતી અથવા માનવસર્જિતને કારણે તમારા પોતાના વાહનને થયેલ કોઈપણ નુકસાન, સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવશે. જો તમારી પાસે પહેલેથી જ હોન્ડા ઍક્ટિવા થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ હોય, તો આ કવર તમને અતિરિક્ત સુરક્ષા આપશે.

X
પહેલેથી જ માન્ય થર્ડ પાર્ટી કવર ધરાવતા લોકો માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબત કવર કરે:
બાઇક અકસ્માત

અકસ્માત, ચોરી, આગ વગેરે

કુદરતી આપત્તિઓ

ઍડ-ઑનની પસંદગી

જો તમે બ્રાન્ડ-નવી બાઇક ખરીદી છે, તો આ કવર તમારા પોતાના વાહનને નુકસાન સામે એક વર્ષની સુરક્ષા અને થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા પ્રોપર્ટીના નુકસાન સામે 5 વર્ષની સુરક્ષા ઑફર કરશે.

X
જેમણે એક નવું ટૂ-વ્હીલર ખરીદ્યું છે, તેઓ માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબતો કવર કરે છે:
બાઇક અકસ્માત

અકસ્માત, ચોરી, આગ વગેરે

કુદરતી આપત્તિઓ

વ્યક્તિગત અકસ્માત

થર્ડ-પાર્ટીની જવાબદારી

ઍડ-ઑનની પસંદગી

હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સની સમાવિષ્ટ અને બાકાત બાબતો

કવરેજ તે પૉલિસી પર આધારિત છે જે તમે તમારી હોન્ડા ઍક્ટિવા બાઇક માટે પસંદ કરી છે. જો તે થર્ડ-પાર્ટી લાયબિલિટી છે, તો તે માત્ર થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા પ્રોપર્ટીના કોઈપણ નુકસાન સામે કવરેજ પ્રદાન કરશે. પરંતુ કોમ્પ્રિહેન્સિવ હોન્ડા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી નીચેની બાબતો સામે સુરક્ષા ઑફર કરશે:

અકસ્માત

અકસ્માત

તમારી બચત અકબંધ રહે છે કારણ કે અમે અકસ્માતને કારણે થતી ફાઇનાન્શિયલ નુકસાનની કાળજી રાખીએ છીએ.

આગ અને વિસ્ફોટ

આગ અને વિસ્ફોટ

આગ અને વિસ્ફોટને કારણે તમારી બાઇકને થયેલ કોઈપણ નુકસાન અથવા ક્ષતિને કવર કરવામાં આવે છે.

ચોરી

ચોરી

જો તમારું હોન્ડા ઍક્ટિવા ચોરાઈ જાય, તો અમે તમને બાઇકના ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ સમકક્ષ વળતર આપીશું.

આપત્તિઓ

કુદરતી/માનવનિર્મિત આપત્તિઓ

અમે તમારી બાઇકને વરસાદ, ભૂકંપ, દંગા, તુફાન અને તોડફોડને કારણે થયેલા કોઈપણ નુકસાનને કવર કરીએ છીએ.

વ્યક્તિગત અકસ્માત

વ્યક્તિગત અકસ્માત

કોઈપણ અકસ્માતના કિસ્સામાં તમારા તબીબી ખર્ચની કાળજી લેવા માટે તમને ₹15 લાખ સુધીનું વ્યક્તિગત અકસ્માત કવર મળે છે.

થર્ડ પાર્ટી લાયબિલિટી

થર્ડ પાર્ટી લાયબિલિટી

જો તમે થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા અથવા તેમની પ્રોપર્ટીને નુકસાનનું કારણ બનો છો તો તે કિસ્સામાં તમારી ફાઇનાન્શિયલ જવાબદારીઓ સામે અમે સુરક્ષા પ્રદાન કરીએ છીએ.

હોન્ડા ઍક્ટિવા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઍડ-ઑન

ઝીરો ડેપ્રિશિયેશન બાઇક ઇન્શ્યોરન્સ
શૂન્ય ઘસારા
તમારા ઍક્ટિવા ઇન્શ્યોરન્સના ઝીરો ડેપ્રિશિયેશન ઍડ-ઑન કવર સાથે, ઇન્શ્યોરર ક્લેઇમ સેટલ કરતી વખતે બાઇક અથવા સ્કૂટરના ભાગોના ડેપ્રિશિયેશનને ધ્યાનમાં લેતા નથી. ઇન્શ્યોરર ક્ષતિગ્રસ્ત ભાગ માટે તેમના ડેપ્રિશિયેશન મૂલ્યને કાપ્યા વિના સંપૂર્ણ ક્લેઇમની રકમ ચૂકવશે.
બાઇક ઇન્શ્યોરન્સમાં નો ક્લેઇમ બોનસ
નો ક્લેઇમ બોનસ (એનસીબી) સુરક્ષા
નો ક્લેઇમ બોનસ (NCB) ઍડ-ઑન કવર ઇન્શ્યોર્ડને, જો તેમણે પાછલી પૉલિસીની મુદત દરમિયાન કોઈ ક્લેઇમ રજિસ્ટર કર્યો ના હોય, તો NCB લાભ મેળવવા માટે હકદાર બનાવશે.
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સમાં ઇમર્જન્સી સહાય કવર
ઇમર્જન્સી આસિસ્ટન્સ કવર
આ ઍડ-ઑન કવર રોડસાઇડ આસિસ્ટન્સ કવર તરીકે પણ ઓળખાય છે. આ ઇન્શ્યોરર દ્વારા ઇન્શ્યોર્ડના ટૂ-વ્હીલરને, જો તે હાઇવે પર અધરસ્તે ખોટકાઈ જાય તો, ઑફર કરવામાં આવતી ઇમરજન્સી સહાય છે. 
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સમાં રિટર્ન ટુ ઇનવૉઇસ કવર
રિર્ટન ટૂ ઇનવોઇસ
જો તમારી બાઇક અથવા સ્કૂટર ચોરાઈ જાય અથવા રિપેર ના થઈ શકે તેમ હોય, તો રિટર્ન ટુ ઇનવૉઇસ ઍડ-ઑન કવર તમને તમારા ટૂ-વ્હીલરના ખરીદી સમયના ઇનવૉઇસ મૂલ્યની સમકક્ષ ક્લેઇમની રકમ મેળવવામાં મદદ કરશે.
બાઇક ઇન્શ્યોરન્સમાં એન્જિન અને ગિયર બૉક્સ પ્રોટેક્ટર
એન્જિન અને ગિયર બૉક્સ પ્રોટેક્ટર
એન્જિન અને ગિયરબૉક્સ પ્રોટેક્ટર ઍડ-ઑન કવર એ ઇન્શ્યોરન્સ લેનારને એન્જિન અને ગિયરબૉક્સ ચાઇલ્ડ પાર્ટ્સના રિપેર અને રિપ્લેસમેન્ટ ખર્ચ માટે કવરેજ પ્રદાન કરશે. આ કવરેજ પાણીના પ્રવેશ, ઑઇલના લીકેજને કારણે થયેલ નુકસાન અને ગિયરબૉક્સના નુકસાનના કિસ્સામાં પ્રદાન કરવામાં આવે છે.

શા માટે એચડીએફસી અર્ગોનો ઍક્ટિવા ઇન્શ્યોરન્સ તમારી પ્રથમ પસંદગી હોવો જોઈએ!

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ધરાવવું મહત્વપૂર્ણ છે. માલિક-રાઇડર પાસે દેશમાં કાનૂની રીતે સવારી કરવા માટે પૉલિસી હોવી ફરજિયાત છે. પરંતુ વધુ મહત્વપૂર્ણ છે કે, તે તમને ફાઇનાન્શિયલ રીતે સુરક્ષિત રાખશે. ઘણી કુદરતી આપત્તિઓ છે જે તમારા સ્કૂટરને મોટું નુકસાન પહોંચાડી શકે છે અને તેની રિપેર કરાવવાનો અર્થ એ છે કે તેમાં તમારી બચતનો મોટા ભાગ ખર્ચાશે.એવી જ રીતે, અકસ્માત અને ચોરીઓ કોઈપણ ચેતવણી વગર થઈ શકે છે. તે શ્રેષ્ઠ રાઇડર્સ સામે પણ થઈ શકે છે અને ભલે પછી તમારી બાઇક કેટલી બધી સુરક્ષા ફીચર્સ ધરાવતી હોય. એચડીએફસી અર્ગોની ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને આ અનપેક્ષિત ખર્ચને ટાળવામાં અને તમને મનની શાંતિ આપવામાં મદદ કરશે. જો તમે વિચારો છો કે યોગ્ય પ્રકારનું ઇન્શ્યોરન્સ ક્યાંથી મળશે, તો અહીં કેટલાક મુખ્ય કારણો જણાવેલ છે કે શા માટે તમારી હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સ પૉલિસી માટે તમારે એચડીએફસી અર્ગોને પસંદ કરવું જોઈએ

ઍક્ટિવા રોડસાઇડ આસિસ્ટન્સ

24x7 રોડસાઇડ આસિસ્ટન્સ

બ્રેકડાઉનના કિસ્સામાં, અમે માત્ર એક કૉલ દૂર છીએ. અમારી 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ તમારી બ્રેકડાઉન સમસ્યાઓને ઠીક કરવામાં તમારી મદદ કરશે, પછી ભલે તમે ગમે તે જગ્યાએ ફસાયેલા હોવ.

ઍક્ટિવા ઇન્શ્યોરન્સ ક્લેઇમ

સરળ ક્લેઇમ

અમારો 100% ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોનો રેકોર્ડ છે. આ ઉપરાંત, અમે પેપરલેસ ક્લેઇમ અને સ્વ-નિરીક્ષણના વિકલ્પો ઑફર કરીએ છીએ. અમારા પૉલિસીધારકો સરળતાથી ક્લેઇમ કરી શકે છે.

ઍક્ટિવા બાઇક માટે ઓવરનાઇટ રિપેર સર્વિસ

ઓવરનાઇટ રિપેર સર્વિસ

નાના અકસ્માત રિપેર માટે અમારી ઓવરનાઇટ રિપેર સર્વિસ સાથે, તમારે તમારી બાઇકને ઠીક કરાવવા માટે તમારે સવાર થવા સુધી રાહ જોવાની જરૂર નથી. તમે રાતની ઊંઘ બગાડ્યા વિના જ તમારી બાઇકને રાતભરમાં રિપેર કરાવી શકો છો અને આગામી સવારે તેને પરફેક્ટ હાલતમાં પાછી મેળવી શકો છો.

ઍક્ટિવા બાઇક માટે કૅશલેસ આસિસ્ટન્સ

કૅશલેસ આસિસ્ટન્સ

સમગ્ર ભારતમાં એચડીએફસી અર્ગોના 2000+ નેટવર્ક ગેરેજને કારણે, તમારી બાઇકને રિપેર કરવા માટે તમને હંમેશા તમારી આસપાસમાં નેટવર્ક ગેરેજ મળશે.

ઍક્ટિવા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરો

બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર - રજિસ્ટ્રેશન નંબર

પગલું 1

તમારો નોંધણી નંબર દાખલ કરો

પ્રીમિયમની ગણતરી કરો
બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર - પૉલિસી કવર

પગલું 2

તમારું પૉલિસી કવર પસંદ કરો*
(જો અમે તમારા વાહનની વિગતોને ઑટોમેટિક રૂપથી મેળવી શકતા નથી, તો અમને તમારા વાહનની થોડી વિગતોની જરૂર પડશે
- મેક, મોડેલ, વેરિયન્ટ, રજિસ્ટ્રેશન વર્ષ અને રજિસ્ટ્રેશન શહેર)

પ્રીમિયમની ગણતરી કરો
બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર - NCB વિગતો

પગલું 3

તમારી પાછલી પૉલિસી
અને નો ક્લેઇમ બોનસ (NCB) સ્ટેટસ દાખલ કરો

પ્રીમિયમની ગણતરી કરો
બાઇક ઇન્શ્યોરન્સ ક્વોટ મેળવો

પગલું 4

તમારી બાઇક ઇન્શ્યોરન્સનો ક્વોટ તરત મેળવો!

પ્રીમિયમની ગણતરી કરો
slider right
સ્લાઇડર ડાબે

કેવી રીતે હોન્ડા ઍક્ટિવા બાઇક ઇન્શ્યોરન્સ ખરીદવો/રિન્યુ કરવો?


તમે આરામથી ઘરબેઠાં માત્ર થોડા ક્લિક દ્વારા, તમારા ઍક્ટિવા માટે સરળતાથી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકો છો. જો તમારી પાસે પહેલેથી જ કોઈ ઍક્ટિવ ઇન્શ્યોરન્સ હોય જેની સમાપ્તિ નજીક હોય, તો અવિરત કવરેજનો આનંદ માણવા માટે સમયસર તમારા હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સને રિન્યુ કરો. નીચે આપેલ ચાર-પગલાંની પ્રક્રિયાને અનુસરો અને તમારી બાઇકને તરત સુરક્ષિત કરો!

  • હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સ ખરીદો/રિન્યુ કરો
    પગલું #1
    એચડીએફસી અર્ગો વેબસાઇટની મુલાકાત લો અને તમારી પૉલિસી ખરીદવા અથવા રિન્યુ કરવાનું પસંદ કરો
  • ઍક્ટિવા બાઇકની વિગતો
    પગલું #2
    નવી પૉલિસી ખરીદવા માટે તમારી બાઇકની વિગતો, રજિસ્ટ્રેશન, શહેર અને અગાઉની પૉલિસીની વિગતો દાખલ કરો
  • ઍક્ટિવા ઇન્શ્યોરન્સનું ક્વોટેશન બનાવવું
    પગલું #3
    ક્વોટેશન પ્રાપ્ત કરવા માટે તમારી ઇમેઇલ ID અને ફોન નંબર પ્રદાન કરો
  • ઍક્ટિવા ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી
    પગલું #4
    ઑનલાઇન ચુકવણી કરો અને તરત કવર મેળવો!

હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સ ઑનલાઇનખરીદવાના લાભો


આપણે એક એવા ડિજિટલ યુગમાં રહીએ છીએ જ્યાં બધું પોતાની આંગળીઓના ટેરવે ખરીદી શકાય છે. જ્યારે હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સના રિન્યુઅલની વાત છે, તો તમે કોઈપણ ચિંતા વગર તેને ઑનલાઇન ખરીદી શકો છો. ચાલો નીચે કેટલાક લાભો જોઈએ

1
તાત્કાલિક ક્વોટ્સ મેળવો
અમારા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર સાથે, તમને હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સ પૉલિસી પ્રીમિયમ માટે ત્વરિત ક્વોટ મળે છે. તમારા ટૂ-વ્હીલરની વિગતો દાખલ કરો ; પ્રીમિયમ ટૅક્સ સહિત અને ટૅક્સ સિવાય પ્રદર્શિત કરવામાં આવશે. તમે તમારી કોમ્પ્રિહેન્સિવ પૉલિસી સાથે ઍડ-ઑન પસંદ કરી શકો છો અને તરત જ અપડેટ કરેલ પ્રીમિયમ મેળવી શકો છો.
2
તરત જારી કરવામાં આવે છે
તમે ઍક્ટિવા ઇન્શ્યોરન્સ પ્લાન ઑનલાઇન ગણતરીની પળોમાં મેળવી શકો છો. બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદતી વખતે, તમારે એક એપ્લિકેશન ફોર્મ ઑનલાઇન ભરવાનું રહેશે. આમાં, તમારે વાહનની વિગતો પ્રદાન કરવી, કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ અને થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ વચ્ચે પસંદ કરવી આવશ્યક છે. ત્યારબાદ, છેવટે હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી કરો. પૉલિસી માત્ર થોડા ક્લિકમાં મળતી હોવાથી કલાકો, દિવસો અથવા અઠવાડિયા સુધી રાહ જોવાની કોઈ જરૂર નથી.
3
સરળતા અને પારદર્શિતા
એચડીએફસી અર્ગોની ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ખરીદવાની પ્રક્રિયા સરળ અને પારદર્શક છે. ઑનલાઇન ઍક્ટિવા ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે તમારે કેટલાક સરળ પગલાંઓને અનુસરવાની જરૂર છે, અને કોઈ છુપાયેલ શુલ્ક નથી. તમે જે જુઓ છો તે જ તમે ચૂકવો છો.
4
ચુકવણી અંગેનું રિમાઇન્ડર
અમે સમયસર વેચાણ પછીની સર્વિસ ઑફર કરીએ છીએ, જેથી તમારી ઍક્ટિવા ઇન્શ્યોરન્સ પૉલિસી લૅપ્સ ના થાય. આમેય, તમે બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો પછી. હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સના રિન્યુઅલ માટે તમને અમારા તરફથી નિયમિત રિમાઇન્ડર મળે છે. આ સુનિશ્ચિત કરે છે કે તમે અવિરત કવરેજનો આનંદ માણો અને માન્ય બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા નથી.
5
ન્યૂનતમ પેપરવર્ક
ઑનલાઇન ખરીદી કરવા માટે ઘણા બધા ડૉક્યુમેન્ટની જરૂર નથી. જ્યારે તમે પહેલીવાર પૉલિસી ખરીદો ત્યારે તમારે તમારા હોન્ડા ઍક્ટિવાના રજિસ્ટ્રેશન ફોર્મ અને વિગતો અને તમારા KYC ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તેના પછી, તમે બાઇક ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ પસંદ કરી શકો છો અથવા કોઈપણ પેપરવર્ક વગર તમારા પ્લાનને પોર્ટ કરી શકો છો.
6
સુવિધા
છેલ્લે, ઍક્ટિવા ઇન્શ્યોરન્સ ખરીદવું સુવિધાજનક અને સરળ છે. તમારે અમારી બ્રાન્ચની મુલાકાત લેવાની અથવા કોઇ એજન્ટ તમારો સંપર્ક કરે તે માટે રાહ જોવાની જરૂર નથી. તમે એચડીએફસી અર્ગોની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને તમને અનુકૂળ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરી શકો છો. ઉપરાંત, દિવસના કોઈપણ કલાકે અને ગમે ત્યાંથી પણ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની ઑનલાઇન ખરીદીની સુવિધાનો આનંદ માણી શકો છો.

હોન્ડા ઍક્ટિવા બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ કેવી રીતે ફાઇલ કરવો?

જો તમે તમારી હોન્ડા ઍક્ટિવા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી સામે કૅશલેસ ક્લેઇમ કરવા માંગતા હોવ, તો તમારે નીચેના પગલાં અનુસરવાના રહેશે:

• અમારા હેલ્પલાઇન નંબર પર કૉલ કરીને અથવા 8169500500 પર વૉટ્સએપ મેસેજ મોકલીને, આ ઘટના વિશે એચડીએફસી અર્ગો ક્લેઇમ ટીમને જાણ કરો.

• તમારા ટૂ-વ્હીલરને એચડીએફસી અર્ગો કૅશલેસ નેટવર્ક ગેરેજ પર લઈ જાઓ. અહીં, ઇન્શ્યોરર દ્વારા નિમણૂક કરેલ વ્યક્તિ દ્વારા તમારા વાહનની તપાસ કરવામાં આવશે.

• અમારી મંજૂરી પ્રાપ્ત કર્યા પછી, ગેરેજ તમારી બાઇકને રિપેર કરવાનું શરૂ કરશે.

• આ દરમિયાન, જરૂરી ડૉક્યુમેન્ટ અને યોગ્ય રીતે ભરેલ ક્લેઇમ ફોર્મ અમને સબમિટ કરો. જો કોઈ ચોક્કસ ડૉક્યુમેન્ટની જરૂર હશે, તો અમે તમને તેની જાણ કરીશું.

• એચડીસી અર્ગો ક્લેઇમ ટીમ બાઇક ઇન્શ્યોરન્સમાં કૅશલેસ ક્લેઇમની વિગતોને વેરિફાઇ કરશે અને ક્લેઇમને સ્વીકારશે અથવા નકારશે.

• સફળ વેરિફિકેશન પર, અમે રિપેર ખર્ચની ચુકવણી સીધી ગેરેજને કરીને કૅશલેસ બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલ કરીશું. યાદ રાખો કે તમારે તમારા પોતાના ખિસ્સામાંથી, જો કોઈ કપાતપાત્ર રકમ લાગુ હોય તો, તે ચૂકવવાની રહેશે.

નોંધ: થર્ડ-પાર્ટીના નુકસાનના કિસ્સામાં, તમે અકસ્માતમાં શામેલ અન્ય વાહનના માલિકની વિગતો લઈ શકો છો. જો કે, તમારા વાહનના નોંધપાત્ર નુકસાન અથવા ચોરી માટે, તમારે કૅશલેસ બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયા શરૂ કરતા પહેલાં નજીકના પોલીસ સ્ટેશન પર FIR રિપોર્ટ ફાઇલ કરવો પડશે

ઍક્ટિવા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે જરૂરી ડૉક્યુમેન્ટ

ઍક્ટિવા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટનું લિસ્ટ અહીં આપેલ છે

1. તમારા હોન્ડા ઍક્ટિવાની રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) બુકની કૉપી.

2. ઘટનાના સમયે ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનને ચલાવનાર ડ્રાઇવરના લાઇસન્સની કૉપી.

3. આ ઘટનાની નજીકના પોલીસ સ્ટેશન પર દાખલ કરેલી FIR કૉપી.

4. ગેરેજ તરફથી રિપેર ખર્ચનો અંદાજ

5. તમારા કસ્ટમરને જાણો (KYC) ડૉક્યુમેન્ટ

ઍક્ટિવા થેફ્ટ ક્લેઇમ માટે જરૂરી અતિરિક્ત ડૉક્યુમેન્ટ

ઍક્ટિવા થેફ્ટ ક્લેઇમ દાખલ કરવા માટે જરૂરી અતિરિક્ત ડૉક્યુમેન્ટનું લિસ્ટ અહીં આપેલ છે

• ઍક્ટિવા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીના અસલ ડૉક્યુમેન્ટ

• સંબંધિત પ્રાદેશિક પરિવહન ઑફિસનો ચોરી થયાની જાણ કરતો પત્ર

• સર્વિસ બુકલેટ/બાઇકની ચાવી અને વોરંટી કાર્ડ

• અગાઉના ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની વિગતો જેમ કે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી નંબર, ઇન્શ્યોરન્સ કંપનીની વિગતો અને પૉલિસી પીરિયડનો સમયગાળો

• પોલીસ FIR/ JMFC રિપોર્ટ/ અંતિમ તપાસ રિપોર્ટ

• ચોરીના સંદર્ભમાં સંબંધિત RTO ને જાણ કરતી અને તે બાઇકને "બિન-ઉપયોગી" જાહેર કરતા પત્રની મંજૂરી-પ્રાપ્ત કૉપી

તમારા ઍક્ટિવા માટે ટોચની ટિપ્સ

જો તમે હોન્ડા ઍક્ટિવાના માલિક હોવ, તો તમારા સ્કૂટરને શ્રેષ્ઠ સ્થિતિમાં રાખવા માટેની કેટલીક મૂળભૂત ટિપ્સ અહીં આપેલ છે.

• તમારા વાહનને વધુ પડતી ઝડપે હંકારવાનું ટાળો અને 40–60 km/hr ની ઝડપે ચલાવો.

• તમારા વાહનને ચલાવતી વખતે ભારે સામાન લાદીને ઓવરલોડ કરશો નહીં. આ માત્ર ખતરનાક જ નથી, પરંતુ આને કારણે વાહનની ઇંધણ કાર્યક્ષમતા પણ પ્રભાવિત થાય છે.

• હંમેશા દરેક 1800-2000 km પછી ભૂલ્યા વગર તમારા ઍક્ટિવાની સર્વિસ કરાવી લો.

• હંમેશા ટાયરમાં હવાનું યોગ્ય દબાણ જાળવી રાખો.

• રિઝર્વમાં વાહન ચલાવવાનું ટાળો અને હંમેશા પેટ્રોલની ટાંકીને અડધાથી વધુ ભરેલી રાખો.

• તમારા ઍક્ટિવાને શક્ય હોય ત્યાં સુધી છાંયડામાં પાર્ક કરો અને અત્યાધિક સૂર્યપ્રકાશમાં પાર્કિંગ કરવાનું ટાળો.

• તમારા ઍક્ટિવાને સાફ રાખો અને યોગ્ય ટૂ-વ્હીલર ક્લિનિંગ લિક્વિડ સાથે નિયમિતપણે ધોવડાવી લો.

સમગ્ર ભારતમાં 2000+ નેટવર્ક ગેરેજ

હોન્ડા ઍક્ટિવા બ્લૉગ

હોન્ડા ઍક્ટિવા 7G વિશે તમારે આ જાણવાની જરૂર છે

હોન્ડા ઍક્ટિવા 7G વિશે તમારે આ જાણવાની જરૂર છે

સંપૂર્ણ લેખ જુઓ
02 જાન્યુઆરી, 2023 ના રોજ પ્રકાશિત
આગામી હોન્ડા ઍક્ટિવા ઇલેક્ટ્રિક વેરિયન્ટમાંથી આપણે શું અપેક્ષા રાખી શકીએ?

આગામી હોન્ડા ઍક્ટિવા ઇલેક્ટ્રિક વેરિયન્ટમાંથી આપણે શું અપેક્ષા રાખી શકીએ?

સંપૂર્ણ લેખ જુઓ
નવેમ્બર 23, 2022 ના રોજ પ્રકાશિત
યુઝ્ડ હોન્ડા ઍક્ટિવા ખરીદવાના કારણો

યુઝ્ડ હોન્ડા ઍક્ટિવા ખરીદવાના કારણો

સંપૂર્ણ લેખ જુઓ
મે 26, 2022 ના રોજ પ્રકાશિત
સમય સાથે હોન્ડા ઍક્ટિવાની ઉત્ક્રાંતિ

સમય જતા હોન્ડા ઍક્ટિવાનો વિકાસ?

સંપૂર્ણ લેખ જુઓ
21 એપ્રિલ, 2022 ના રોજ પ્રકાશિત
હોન્ડા ઍક્ટિવા સ્કૂટર મેળવતી વખતે ધ્યાનમાં રાખવાના ટોચના કારણો

હોન્ડા ઍક્ટિવા સ્કૂટર મેળવતી વખતે ધ્યાનમાં રાખવાના ટોચના કારણો

સંપૂર્ણ લેખ જુઓ
05 એપ્રિલ, 2022 ના રોજ પ્રકાશિત
બ્લૉગ રાઇટ સ્લાઇડર
બ્લૉગ લેફ્ટ સ્લાઇડર
વધુ બ્લૉગ જુઓ
હમણાં જ ફ્રી ક્વોટેશન મેળવો
શું તમે એક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે તૈયાર છો

ઍક્ટિવા ઇન્શ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો


હા, તમે થોડો વધારાનું પ્રીમિયમ ચૂકવીને પણ મેળવી શકો છો. ઍડ-ઑન્સ તમારા કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સમાં સામેલ નથી, તેથી તમારે કવરેજ વધારવા માટે તેમને અલગથી ખરીદવું પડશે. અમે ઝીરો ડેપ્રિશિયેશન અને ઇમર્જન્સી અસિસ્ટન્સ ઍડ-ઑન કવર ઑફર કરીએ છીએ.
જો તમે તમારી હોન્ડા ઍક્ટિવા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીને લેપ્સ થયા પછી તમે તેને ઑફલાઇન રિન્યુ કરો છો તો નિરીક્ષણ ફરજિયાત છે. તમારે જરૂરી ડૉક્યુમેન્ટ સાથે તમારી બાઇકને ઇન્શ્યોરર પાસે લઈ જવાની જરૂર પડશે.
હા, તે છે. તમારે અકસ્માત અથવા ચોરીના 24 કલાકની અંદર ક્લેઇમ ફાઇલ કરવો જોઈએ, જેમાં નિષ્ફળ થતાં તમારા ક્લેઇમને નકારી શકાય છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં, ક્લેઇમ ફાઇલ કરવામાં વિલંબ થવાનું વાસ્તવિક કારણ હોય તો ઇન્શ્યોરન્સ પ્રદાતા તેના પર વિચાર કરી શકે છે.
જો તમારું ઍક્ટિવા ચોરાઈ જાય, તો આ ઘટના ઘટી તેના નજીકના પોલીસ સ્ટેશન પર તરત જ FIR ફાઇલ કરો. અમારી એચડીએફસી અર્ગો ક્લેઇમ ટીમને 8169500500 પર વૉટ્સએપ દ્વારા મેસેજ મોકલીને ક્લેઇમ વિશે જણાવો. અમારી ક્લેઇમ ટીમ આગળની પ્રક્રિયા માટે તમને માર્ગદર્શન આપશે.
તમારા હોન્ડા ઍક્ટિવા માટે ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ (IDV) નિર્ધારિત કરવાની શ્રેષ્ઠ રીત તેની વર્તમાન એક્સ-શોરૂમ કિંમતમાંથી તેના પાર્ટ્સ પરની ડેપ્રિશિયેશન વેલ્યૂને ઘટાડવાની છે. યાદ રાખો, તમારા વાહન માટે હંમેશા યોગ્ય IDV જાહેર કરો, કારણ કે જ્યારે તે રિપેર ના થઈ શકે તેમ હોય કે ખોવાઈ જાય ત્યારે તમે તમારા વાહનના નુકસાન માટે ક્લેઇમ કરો ત્યારે ઇન્શ્યોરર આ જ રકમ ચૂકવશે.
એચડીએફસી અર્ગો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે તમે હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ દરમિયાન તમારા વાહનનું નિરીક્ષણ કરવા માટે અમારી સેલ્ફ ઇન્સ્પેક્શન એપનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત, તમે અમારા સર્વેક્ષકની મુલાકાત પણ બુક કરી શકો છો, તે વ્યક્તિ તમારા સ્થાન પર આવશે અને તમારા વાહનનું સર્વેક્ષણ કરશે.
એચડીએફસી અર્ગોની વેબસાઇટની મુલાકાત લો, અમારા હોમ પેજ પર મદદના આઇકન પર ક્લિક કરો. તમે ત્યાં માત્ર તમારો પૉલિસી નંબર અથવા તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરીને તમારી ઍક્ટિવા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ડાઉનલોડ કરી શકો છો.
હા, ઍક્ટિવા ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર કરી શકાય છે. તમારે વાહનના વેચાણના 14 દિવસની અંદર તમારી ઍક્ટિવા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીની માલિકીને નવા માલિકને ટ્રાન્સફર કરવી આવશ્યક છે. ઇન્શ્યોરન્સ કંપનીને તમામ સંબંધિત ડૉક્યુમેન્ટ અને ઇન્શ્યોરન્સ સંબંધિત ટ્રાન્સફર ફોર્મ સબમિટ કરીને આમ કરવું જોઈએ.
હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સની સ્થિતિ ઑનલાઇન તપાસવા માટે, પરિવહનની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો. "માહિતીપૂર્ણ સેવાઓ" વિકલ્પ પર જાઓ અને "તમારા વાહનની વિગતો જાણો" પસંદ કરો. તમને ઑટોમેટિક રીતે ઇ-સર્વિસ પેજ પર લઈ જવામાં આવશે. જો તમારી પાસે પહેલેથી જ એકાઉન્ટ છે, તો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો અથવા નવું બનાવો. લૉગ ઇન કર્યા પછી, બાઇક રજિસ્ટ્રેશન નંબર અને વેરિફિકેશન કોડ દાખલ કરો. પછી "વાહન શોધો" ટૅબ પર ક્લિક કરો. ઇન્શ્યોરન્સની વિગતો તરત જ પ્રદર્શિત કરવામાં આવશે.
ખાસ કરીને જો તમે નવું હોન્ડા ઍક્ટિવા ખરીદ્યું હોય, તો હંમેશા વ્યાપક કવર પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે પહેલેથી જ તેનો ઉપયોગ થોડા સમય માટે કર્યો છે, તો તમે કાનૂની માનકો જાળવવા માટે માત્ર થર્ડ-પાર્ટી કવર પસંદ કરી શકો છો.
બાઇક ઇન્શ્યોરન્સ આવશ્યક છે કારણ કે તે કાનૂની ફરજિયાત છે અને તમારી સુરક્ષા માટે છે. અકસ્માત કોઇપણ સમયે થઇ શકે છે, અને તમારે આવી અણધારી દુર્ઘટનાઓ માટે પોતાની જાતને તૈયાર રાખવાની જરૂર છે. તેથી, તે બ્રાન્ડ-ન્યૂ બાઇક હોય કે પ્રી-ઓન્ડ હોય, જ્યાં સુધી તમે તેનો ઉપયોગ કરો ત્યાં સુધી તમારે માન્ય અને ઍક્ટિવ ઇન્શ્યોરન્સ કવર જાળવવું આવશ્યક છે.
ઍક્ટિવા ઇન્શ્યોરન્સની કિંમત વેરિયન્ટના નિર્માણ અને મોડેલ, ઇન્શ્યોરન્સનો પ્રકાર, ઉમેરેલા રાઇડર્સ વગેરે સહિતના ઘણા પરિબળો પર આધારિત છે. જો કે, તે સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ પરિસ્થિતિઓમાં ₹1000 ની આસપાસ ફરે છે. તમારે ધ્યાન આપવું જોઈએ કે આ કિંમતો સુધારવા માટે જવાબદાર છે. તમારા સંબંધિત ઇન્શ્યોરર સાથે વર્તમાન કિંમતને સ્પષ્ટ કરવી ઉત્તમ છે.
સામાન્ય રીતે, સ્ટાન્ડર્ડ હોન્ડા ઍક્ટિવા ઇન્શ્યોરન્સમાં થર્ડ-પાર્ટી કવરેજ સાથે માનવનિર્મિત અને કુદરતી આફતો, આકસ્મિક નુકસાન, ચોરીનું કવરેજ અને વિસ્ફોટ અને આગ દ્વારા થતા નુકસાનને કવર કરવામાં આવે છે.