"
ટીવીએસ બાઇક ઇન્શ્યોરન્સ
એચડીએફસી અર્ગો સાથે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ
વાર્ષિક પ્રીમિયમ માત્ર ₹538 થી શરૂ*

વાર્ષિક પ્રીમિયમ શરૂ થાય છે

માત્ર ₹538 માં*
7400+ કૅશલેસ નેટવર્ક ગેરેજ ^

2000+ કૅશલેસ

ગેરેજનું નેટવર્ક**
ઈમર્જન્સી રોડસાઇડ આસિસ્ટન્સ

ઈમર્જન્સી રોડસાઇડ

સહાયતા
4.4 કસ્ટમર રેટિંગ ^

4.4

કસ્ટમર રેટિંગ
હોમ / ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ / TVS ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન

TVS ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન ખરીદો/રિન્યૂ કરો

ટીવીએસ બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન

ટીવીએસ મોટર કંપની, હવે વૈશ્વિક સ્તરે વિકસિત એક ઘરેલું બ્રાન્ડ છે, જેનું નામ કંપનીના સ્થાપકના પિતા ટી વી સુંદરમ આયંગર પરથી આપવામાં આવ્યું છે. કંપનીની સ્થાપના 1911 માં કરવામાં આવી હતી, તેમ છતાં જ્યારે તેણે ટીવીએસ 50 મોપેડનું ઉત્પાદન શરૂ કર્યું ત્યારે તેની મોટર કંપની 1970 ના અંતમાં અસ્તિત્વમાં આવી હતી. આજે, તે ભારતમાં ત્રીજા સૌથી મોટી ટૂ-વ્હીલર ઉત્પાદક છે અને અન્ય દેશોમાં મધ્ય પૂર્વ, આફ્રિકા અને કેન્દ્રીય અમેરિકામાં ખૂબ વિશાળ હાજરી ધરાવે છે.

મોપેડથી લઈને સ્કૂટર, પ્રવાસી મોટરસાઇકલ, સ્પોર્ટી બાઇક્સ સુધી, TVS ટૂ-વ્હીલર્સની વિશાળ શ્રેણીનું ઉત્પાદન કરે છે. આ બ્રાન્ડ 44 મિલિયનથી વધુ કસ્ટમર્સ અને ચાર ઉત્પાદન એકમો - તમિલનાડુમાં હોસુર, કર્ણાટકમાં મૈસૂર, હિમાચલ પ્રદેશમાં નાલાગઢ અને ઇન્ડોનેશિયામાં કારવાંગ એમ ચાર ઉત્પાદન એકમો ધરાવે છે.

લોકપ્રિય ટીવીએસ ટૂ-વ્હીલર મોડલ

1
TVS સ્કૂટી પેપ+
2005 માં શરૂ થયેલ, આ લાઇટવેટ વાહન અસંખ્ય રંગોમાં આવે છે. તે DRL LED લેમ્પ સાથે એક આકર્ષક દેખાવ ધરાવે છે. તેને મોટેભાગે નવી શરૂઆત કરતાં લોકોમાં મનપસંદ માનવામાં આવે છે કારણ કે તેના 87.8cc સિંગલ સિલિન્ડર અને 4-સ્ટ્રોક એન્જિન સાથે નિયંત્રિત કરવું સરળ બને છે. તે સીટ નીચે ઘણી બધી સ્ટોરેજ સાથે USB મોબાઇલ ચાર્જિંગ વિકલ્પ સાથે આવે છે.
2
TVS જ્યુપિટર
TVS કંપનીનું આ ફેમિલી-ફ્રેન્ડલી સ્કૂટર છે અને તેના 110cc પૂર્વ સ્કૂટર કરતાં ચોક્કસપણે વધુ મોટું, વધુ સારું અને વધુ શક્તિશાળી છે. તેનું સિંગલ-સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન શ્રેષ્ઠ ઍક્સિલરેશન પ્રદાન કરે છે અને તેને ચલાવવા માટે ખૂબ જ આનંદદાયક બનાવે છે. તેની ઇંધણ કાર્યક્ષમતા પ્રશંસનીય છે. સુધારેલ LED હેડલાઇટ રાત્રે વધુ દૃશ્યતા સુનિશ્ચિત કરે છે અને ડિસ્ક બ્રેક્સ તમને તાત્કાલિક થોભાવી દે છે. ડાયમંડ કટ એલોય વ્હીલ્સ એકંદર દેખાવમાં વધારો કરે છે.
3
TVS સ્ટાર સિટી પ્લસ
બાઇકમાં સ્ટાઇલિશ રેડ અને બ્લૅક લુક છે. નજીકથી ગોઠવેલ હેન્ડલ-બાર અને શિલ્પ યુક્ત ફ્યૂઅલ ટેન્ક તેને દૈનિક અને આરામદાયક સફર માટે એક સારો વિકલ્પ બનાવે છે. હાઇડ્રોલિક રિયર શૉક ઍબ્સોર્બર્સ સુનિશ્ચિત કરે છે કે તે બમ્પવાળી સવારીઓ પર પણ વિશ્વસનીય સાથી બની શકે છે. BS6 પ્રકાર શ્રેષ્ઠ કામગીરી પ્રદાન કરવા માટે ETFi ટેક્નોલોજીથી લોડ થયેલ છે. ઇકો-થ્રસ્ટ એન્જિન શ્રેષ્ઠ માઇલેજ અને ઓછું ઉત્સર્જન આપે છે. તેમાં USB ચાર્જર પણ છે.
4
અપાચે RTR સિરીઝ
તમે જબરદસ્ત અપાચે RR 310 લિક્વિડ કૂલ એન્જિન જોયું જ હશે, પરંતુ તેના પૂર્વ આવેલી શ્રેણીઓ કોઈપણ રીતે ઓછી પ્રભાવશાળી ન હતી. પ્રથમ અપાચે, 150cc મોડલ, જ્યારે તે 2005 માં લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે તેણે ખૂબ મોટી સંખ્યામાં લોકોના દિલ જીતી લીધા હતા. જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ, અપાચેના નવા વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યા જે વધુ ઇંધણ ક્ષમતા, વધુ સુવિધાઓ, તકનીકી પ્રગતિ અને સુધારેલી કામગીરી ઑફર કરતા હતાં.
5
TVS XL 100
મોપેડ હજુ પણ ઘણા લોકો દ્વારા વાહન તરીકે વાપરવામાં આવી રહી છે. TVS મોપેડ દ્વારા તેની ડિઝાઇન અને પરફોર્મન્સ સાથે ખરીદદારોને પ્રભાવિત કરવાનું ચાલુ છે. પિકઅપ સારું છે, અને રાઇડરને સરળ સવારીનો આનંદ માણવા મળે છે. તેમાં શ્રેષ્ઠ શક્તિ છે અને બે મુસાફરો સાથે વધારાનો સામાન લઈ જઈ શકે છે. મોપેડ બહુવિધ રંગના વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
6
TVS iQUBE
ભવિષ્ય અહીં TVS iQUBE સાથે છે. જેઓ ટકાઉક્ષમતા તરફ પગલાં લેવા માંગે છે તેઓ આ ઇલેક્ટ્રિક સ્કૂટરને પસંદ કરી શકે છે જે બેજોડ રાઇડિંગ અનુભવ પ્રદાન કરે છે. એક ટેક્નોલોજીનો ચમત્કાર,એવી આ બાઇકને થોડી મેઇન્ટેનન્સની જરૂર પડે છે. LED હેડ અને ટેઇલ લેમ્પ, પૂરતી સ્ટોરેજ જગ્યા, USB ચાર્જિંગ પોર્ટ્સ, ઇનબિલ્ટ બ્લૂટૂથ અને અન્ય ફીચર્સ તેને નેક્સ્ટ-જનરેશન ટૂ-વ્હીલર બનાવે છે.

એચડીએફસી અર્ગો તરફથી ઑફર કરવામાં આવતા ટીવીએસ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સના પ્રકાર

એચડીએફસી અર્ગો 4 પ્રકારના ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑફર કરે છે જે કોમ્પ્રિહેન્સિવ થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ, થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ અને સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કાર અને બ્રાન્ડ નવી બાઇક માટે કવર. તમે તમારા કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ માં ઍડ-ઑન કવર ઉમેરીને તમારી બાઇકની સુરક્ષાને વધુ વધારી શકો છો.

આ સૌથી ભલામણ કરેલ વિકલ્પ છે કારણ કે તેમાં થર્ડ-પાર્ટીની જવાબદારી, વ્યક્તિગત અકસ્માત કવર અને નિર્ણાયક રીતે - પોતાના નુકસાનનું કવર શામેલ છે. જો તમે કોઈ અકસ્માતમાં દોષિત હોવ તો તે તમને, તમારી બાઇકને અને તમારી જવાબદારીઓને સંપૂર્ણ ફાઇનાન્શિયલ સુરક્ષા પ્રદાન કરે છે. તમે પસંદગીના ઍડ-ઑન્સ સાથે તમારા કવરેજને વધુ વિસ્તારી શકો છો.

X
ઑલ-રાઉન્ડેડ સુરક્ષા ઈચ્છતા બાઇક પ્રેમીઓ માટે યોગ્ય, આ પ્લાન કવર કરે છે:
બાઇક અકસ્માત

અકસ્માત, ચોરી, આગ વગેરે.

પર્સનલ એક્સિડેન્ટ કવર

કુદરતી આપત્તિઓ

થર્ડ-પાર્ટીની જવાબદારી

ઍડ-ઑનની પસંદગી

વધુ જાણો

આ ઇન્શ્યોરન્સ મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ ફરજિયાત છે. થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા, મૃત્યુ અથવા અપંગતાથી ઉદ્ભવતા કોઈપણ નુકસાન અથવા તેમની સંપત્તિને નુકસાન થવા સામે તે તમને ફાઇનાન્શિયલ રીતે કવર કરે છે. તે અકસ્માતના પરિણામે તમને થઈ શકે તેવી કોઈપણ કાનૂની જવાબદારીઓ સામે પણ કવર કરે છે.

X
ક્યારેક જ બાઇકનો ઉપયોગ કરનાર લોકો માટે યોગ્ય, આ પ્લાન કવર કરે છે:

પર્સનલ એક્સિડેન્ટ કવર

થર્ડ-પાર્ટી પ્રોપર્ટી નુકસાન

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા

આ પૉલિસી તે લોકો માટે આદર્શ છે જેમની પાસે પહેલેથી જ થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ પૉલિસી છે અને કવરેજનો ક્ષેત્ર વધારવા માંગે છે. તે તમને અકસ્માતના પરિણામે તમારા પોતાના વાહનને નુકસાનથી ઉદ્ભવતા નુકસાન સામે કવર કરે છે. વધુમાં, તમે તમારા કવરેજને વધારવા માટે ઍડ-ઑનની પસંદગીને અનલૉક કરો છો.

X
પહેલેથી જ માન્ય થર્ડ પાર્ટી કવર ધરાવતા લોકો માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબત કવર કરે:
બાઇક અકસ્માત

અકસ્માત, ચોરી, આગ વગેરે

કુદરતી આપત્તિઓ

ઍડ-ઑનની પસંદગી

તમારા બાઇકની માલિકીના અનુભવમાં સુવિધા અને સર્વાંગી સુરક્ષા ઉમેરવા માટે રચાયેલ પ્લાન, મલ્ટિ-યર બાઇક ઇન્શ્યોરન્સ પૅકેજમાં પાંચ વર્ષનો તૃતીય-પક્ષ જવાબદારી ઘટક અને વાર્ષિક રિન્યુએબલ ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ ઘટકનો સમાવેશ થાય છે. જો તમે સમયસર તમારા પોતાના નુકસાનના ઘટકને રિન્યૂ કરવાનું ભૂલો છો, તો પણ તમને ફાઇનાન્શિયલ રીતે કવર કરવામાં આવશે.

X
જેમણે એક નવું ટૂ-વ્હીલર ખરીદ્યું છે, તેઓ માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબતો કવર કરે છે:
બાઇક અકસ્માત

અકસ્માત, ચોરી, આગ વગેરે

કુદરતી આપત્તિઓ

વ્યક્તિગત અકસ્માત

થર્ડ-પાર્ટીની જવાબદારી

ઍડ-ઑનની પસંદગી

ટીવીએસ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સમાં સમાવેશ અને બાકાત

તમારી TVS બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી તમારી પૉલિસીના પ્રકારના આધારે કવરેજ પ્રદાન કરે છે. જ્યારે થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ માત્ર થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિના નુકસાન સામે કવરેજ પ્રદાન કરે છે, ત્યારે કોમ્પ્રિહેન્સિવ TVS બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી નીચેની બાબતોને કવર કરે છે:

અકસ્માત

અકસ્માત

અકસ્માતના પરિણામે તમારી પોતાની બાઇકને થતાં નુકસાનથી ઉદ્ભવતા ફાઇનાન્શિયલ નુકસાનને કવર કરી લેવામાં આવે છે.

આગ અને વિસ્ફોટ

આગ અને વિસ્ફોટ

આગ અથવા વિસ્ફોટના પરિણામે તમારી બાઇકને થયેલ નુકસાનને કવર કરી લેવામાં આવે છે.

ચોરી

ચોરી

જો તમારી બાઇક ચોરાઈ જાય, તો તમને બાઇકની IDV સાથે વળતર આપવામાં આવશે.

આપત્તિઓ

આપત્તિઓ

કુદરતી અને માનવ નિર્મિત આપત્તિઓ જેમ કે ભૂકંપ, તોફાન, પૂર, દંગા અને તોફાનો કવર કરવામાં આવે છે.

વ્યક્તિગત અકસ્માત

વ્યક્તિગત અકસ્માત

તમારા સારવાર સંબંધિત ₹15 લાખ સુધીના શુલ્કોની કવર કરવામાં આવે છે.

થર્ડ પાર્ટી લાયબિલિટી

થર્ડ પાર્ટી લાયબિલિટી

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા, અપંગતા અથવા મૃત્યુ અને તેમની સંપત્તિના નુકસાનને પણ કવર કરવામાં આવે છે.

TVS ટૂ વ્હીલર ઇન્શ્યોરન્સ કેવી રીતે રિન્યુ કરવું?

તમારા TVS બાઇક ઇન્શ્યોરન્સ રિન્યુઅલને માત્ર થોડી મિનિટ લાગશે. તે તમારા પોતાના ઘરેથી આરામથી માત્ર થોડી ક્લિકથી જ પૂર્ણ કરી શકાય છે. નીચે જણાવેલ ચાર-પગલાંની પ્રક્રિયાને અનુસરો અને તુરંત જ પોતાનાં માટે રક્ષણ મેળવો!

  • પગલું #1
    પગલું #1
    એચડીએફસી અર્ગો વેબસાઇટની મુલાકાત લો અને તમારી પૉલિસી ખરીદવા અથવા રિન્યુ કરવાનું પસંદ કરો
  • પગલું #2
    પગલું #2
    તમારી બાઇકની વિગતો, રજિસ્ટ્રેશન, શહેર અને અગાઉની પૉલિસી,જો કોઈ હોય તો, તેની વિગતો દાખલ કરો
  • પગલું #3
    પગલું #3
    ક્વોટેશન પ્રાપ્ત કરવા માટે તમારી ઇમેઇલ ID અને ફોન નંબર પ્રદાન કરો
  • પગલું #4
    પગલું #4
    ઑનલાઇન ચુકવણી કરો અને તરત કવર મેળવો!

એચડીએફસી અર્ગો તમારી પહેલી પસંદગી શા માટે હોવી જોઈએ?

બાઇક ઇન્શ્યોરન્સ હોવું મહત્વપૂર્ણ છે. માલિક-રાઇડરને દેશમાં કાનૂની રીતે રાઇડ કરવાની જરૂર છે. વધુમાં, તમે આર્થિક રીતે સુરક્ષિત રહો તે પણ મહત્વપૂર્ણ છે. ઘણી કુદરતી આપત્તિઓ છે જે તમારી બાઇકને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે અને તેને રિપેર કરાવવાથી તમારી મિલકત ખર્ચ થઈ શકે છે. તેમજ કોઈપણ ચેતવણી વગર અકસ્માતો અને ચોરીઓ થઈ શકે છે. ભલે તમારી બાઇકમાં કેટલી સુરક્ષા સુવિધાઓ હોય તેને ધ્યાનમાં લીધા વિના તે શ્રેષ્ઠ રાઇડર્સ સાથે પણ બની શકે છે. એચડીએફસી અર્ગો તરફથી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી તમને આ અનપેક્ષિત ખર્ચને ટાળવામાં મદદ કરશે. તેના ઘણા કારણો છે કે શા માટે તમારે TVS બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી માટે અમારા સાથે જવું જોઈએ, પરંતુ અહીં કેટલીક ટોચની બાબતો જણાવેલ છે:

વ્યાપક સર્વિસ

વ્યાપક સર્વિસ

તમારે એક ઇન્શ્યોરરની જરૂર છે જે તમે જે ક્ષેત્રમાં અથવા દેશમાં છો ત્યાં નોંધપાત્ર હાજરી ધરાવે છે. અને સમગ્ર ભારતમાં 2000 થી વધુ કૅશલેસ ગેરેજ સાથે, એચડીએફસી અર્ગો સુનિશ્ચિત કરે છે કે મદદ હંમેશા હાથ વગી રહે.

24x7 રોડસાઇડ આસિસ્ટન્સ

24x7 રોડસાઇડ આસિસ્ટન્સ

24x7 રોડસાઇડ સહાય સુવિધા સુનિશ્ચિત કરે છે કે કોઈપણ બ્રેકડાઉનના કિસ્સામાં તમે ક્યારેય અસહાય રીતે રસ્તામાં અટકાઈ જતા નથી.

એક કરોડથી વધુ ગ્રાહકો

એક કરોડથી વધુ ગ્રાહકો

એચડીએફસી અર્ગોમાં 1.6 કરોડથી વધુ સંતુષ્ટ ગ્રાહકો છે, જેનો અર્થ એ છે કે તમે ખાતરી રાખી શકો છો કે તમારી જરૂરિયાતોની કાળજી લેવામાં આવશે.

ઓવરનાઇટ સર્વિસ

ઓવરનાઇટ સર્વિસિસ

જ્યારે તમારી કાર સર્વિસમાં હોય ત્યારે તમારી રૂટીન અવરોધિત થઈ શકે છે. જો કે, નાના આકસ્મિક રિપેર માટે અમારી એક રાતની સર્વિસ સાથે, માત્ર તમારી રાત્રીની ઊંઘ લો અને સવારે સમયસર તમારા ઘર પર કારની ડિલિવરી મેળવો.

સરળ ક્લેઇમ

સરળ ક્લેઇમ

આદર્શ ઇન્શ્યોરરને ક્લેઇમ પ્રોસેસ ઝડપી અને સરળતાથી કરવી જોઈએ. અને એચડીએફસી અર્ગો ચોક્કસપણે તે કરે છે, કારણ કે અમે પહેલા જ દિવસે લગભગ 50% ક્લેઇમ પ્રોસેસ પ્રક્રિયા કરીએ છીએ, આમ તમારી ચિંતાઓ ઓછી થવાની ખાતરી છે.

સમગ્ર ભારતમાં 2000+ નેટવર્ક ગેરેજ
2000+ˇ ગેરેજનું નેટવર્ક
ભારતભરમાં

લેટેસ્ટ TVS બાઇક ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

શું TVS અપાચે ખરીદવું યોગ્ય છે?

શું TVS અપાચે ખરીદવું યોગ્ય છે?




સંપૂર્ણ લેખ જુઓ
1 ઑક્ટોબર, 2024 ના રોજ પ્રકાશિત
તમારે તમારા TVS અપાચે RTR 160 ઓન ડેમેજ પૉલિસી માટે કયું ઍડ-ઑન પસંદ કરવું જોઈએ?

તમારે તમારા TVS અપાચે RTR 160 ઓન ડેમેજ પૉલિસી માટે કયું ઍડ-ઑન પસંદ કરવું જોઈએ?

સંપૂર્ણ લેખ જુઓ
જુલાઈ 4, 2024 ના રોજ પ્રકાશિત
TVS Ntorq ઇન્શ્યોરન્સ, કિંમત અને સુવિધાઓ

TVS Ntorq ઇન્શ્યોરન્સ, કિંમત અને સુવિધાઓ


સંપૂર્ણ લેખ જુઓ
મે 29, 2024 ના રોજ પ્રકાશિત
રિવોલ્યુશનરી રાઇડ્સ: ટૂંક સમયમાં આવી રહેલ TVS બાઇકની નવી વેવનું અનાવરણ

રિવોલ્યુશનરી રાઇડ્સ: ટૂંક સમયમાં આવી રહેલ TVS બાઇકની નવી વેવનું અનાવરણ


સંપૂર્ણ લેખ જુઓ
11 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત

TVS બાઇક વિશે નવીનતમ સમાચાર

TVS 2025 ના મધ્ય સુધીમાં 300CC એડવેન્ચર બાઇક લૉન્ચ કરવાની યોજના બનાવે છે

TVS સંભવિત રીતે 2025 ના મધ્ય સુધીમાં 300CC એડવેન્ચર બાઇક લૉન્ચ કરી શકે છે. બાઇક હાલમાં વિકાસ હેઠળ છે પરંતુ તે ઉત્પાદનની નજીક છે. આગામી એડવેન્ચર બાઇક RTR 310 અને RR 310 માંથી શીખ લઈ શકે છે. તેને છ-સ્પીડ ગિયરબૉક્સ સાથે લિંક કરવામાં આવશે. એકંદરે એક સામાન્ય એડવેન્ચર બાઇક જેવી સમગ્ર સ્ટાઇલિંગની અપેક્ષા રાખી શકાય છે. TVS 21-ઇંચના ફ્રન્ટ વ્હીલ પ્રદાન કરી શકે છે. સસ્પેન્શન ડ્યુટી USD ફ્રન્ટ ફોર્ક્સ અને મોનોશૉક દ્વારા કરવાની સંભાવના છે.



પ્રકાશિત તારીખ: 14 નવેમ્બર, 2024

TVS એ ભારતમાં ₹73,700 માં નવું જૂપિટર 110 લૉન્ચ કર્યું

TVS એ ભારતમાં તેમના આગામી પેઢીના જ્યુપિટર લૉન્ચ કર્યા છે જેણે એક દશક જુના જ્યુપિટર 110 ને બદલી દીધું છે. તે છ કલર અને ચાર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે જેની કિંમત ₹ 73,700 થી શરૂ થાય છે. આ નવું ફેમિલી સ્કૂટર સમાન ચેસિસ પર બનાવવામાં આવ્યું છે જેનો ઉપયોગ જૂપિટર 125 બનાવવા માટે કરવામાં આવેલ છે. જો કે, એકંદરે સ્ટાઇલ પહેલા કરતાં વધુ શાર્પ લાગે છે. આગળનો ભાગ ટર્ન ઇન્ડિકેટર્સ સાથે વિશાળ LED DRL ની હાજરીને કારણે શ્રેષ્ઠ દેખાય છે. નવું જૂપિટર 110 USB ચાર્જિંગ પોર્ટ અને ફ્રન્ટ ડિસ્ક બ્રેક સાથે LED ડિસ્પ્લેથી સજ્જ છે. જો કે, ઓછી કિંમતના વેરિયન્ટમાં LED ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર નહીં હોય.

પ્રકાશિત તારીખ: ઓગસ્ટ 22, 2024

TVS ઇન્શ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો


હા, તમે ટાયરને મોટી સાઇઝમાં બદલી શકો છો, પરંતુ જો નવી પરિધિ અને વર્તમાન પરિધિ વચ્ચેનો તફાવત 2% કરતાં ઓછો હોય તો જ. તમારે ઇન્શ્યોરરને ફેરફાર વિશે પણ જાણ કરવી પડશે, જેથી જો તમારે ક્લેઇમ રજિસ્ટર કરવાની જરૂર હોય, તો બધું સરળતાથી જ થાય છે.
બાઇક સોંપણીની ઔપચારિકતાઓ પૂર્ણ કરતી વખતે TVS બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી બાઇકના મૂળ માલિક પાસેથી ટ્રાન્સફર કરી શકાય છે. તમારે તે વિશે ઇન્શ્યોરરને જાણ કરવાની જરૂર છે. જો કે, જો તમે નવી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી લેવા માંગો છો અથવા અન્ય ઇન્શ્યોરન્સ પ્રદાતાને બદલવા માંગો છો, તો તમે તે પણ કરી શકો છો. કોઈપણ રીતે, તમારી બાઇકને ઇન્શ્યોર કરાવવું જરૂરી છે.
આ તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા પર આધારિત છે. જો કે, તમારા TVS અપાચે માટે નવી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તમને નવી બાઇક માટે વધુ મોટી કવરેજની જરૂર પડી શકે છે.
હા, જો એન્ટી-થેફ્ટ ડિવાઇસ ઑટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઑફ ઇન્ડિયા (ARAI) દ્વારા પ્રમાણિત કરેલ છે. આ કારણ કે તે ઇન્શ્યોરન્સ પ્રદાતા માટે જોખમનું પરિબળ ઘટાડે છે.